રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

  • રવિ ઉપાધ્યાય

    RKU for skylab 2
    રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
    જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
    મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
    થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
    આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
    સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
    phone:(91) 9321031220.
    (022) 28284271,(022) 28482425.
    E Mail : drupadhyayajr@yahoo.com

ઉર ઉભરા

Posted by Dr Jagdip Upadhyaya on જુલાઇ 31, 2008

રા

ઉર ઉભરા … ઉર ઉભરા…

ઉર ઉદધિના રસ ઉભરા… !

કાવ્યકલાના ફૂલ ગજરા…

                                મમ જીવનના ધન ઢગલા …! ઉર ઉભરા … ઉર ઉભરા…

 

માનવ – મનના મોંઘા ગીતો

અણવિકસ્યાં, અધવિકસ્યાં સ્મિતો !

સુરભિ સ્ફૂર્યા…

ચેતન પ્રેર્યાં …

સરલ, તરંગીત સ્નેહલ મીતો

પ્રાકૃત સંગીતે સભરાં

                              ગાવાં, વહવું ઉર – ઉભરા …!  ઉર ઉભરા … ઉર ઉભરા…

 

વણખેડી હૈયાની કેડી

શોષિતોનાં શ્વાસ જડેલી

મુરઝાઇને દૂર પડેલી

આહભરી કો  બંધ કળી

જાગૃતિ – ઝંકાર જગાવી

કુરબાનીનાં કાવ્ય રચાવી

સીંચુ ત્યાં માનવ્ય ઝરાં

રેલાવી   હું   ઉર – ઉભરા…

                    ઉર ઉભરા … !

                   ઉર ઉભરા… !

ઉર ઉદધિના રસ – ઉભરા…!

                    ઉર ઉભરા … !

 

કવિ : રવિ ઉપાધ્યાય . (15/02/1954)

 

Leave a comment