રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

Posts Tagged ‘ઉપાધ્યાય’

રૂમઝૂમ રમતી જાય રે….. અલબેલી ગોરી

Posted by Dr Jagdip Upadhyaya on ડિસેમ્બર 6, 2007

navratri.gif

રૂમઝૂમ રમતી જાય રે….. અલબેલી ગોરી

દૂહો:

હે સનન સનન કરે વન ઉપવન મહીં પવન વહન,

ઉરચમનમાં સુમનનું થાય નરતન.

હે થનન થનન કરે દિલ થનગન,

પિયુ મિલનની લાગી તનમનમાં લગન….

રાસ  

રૂમઝૂમ રમતી જાય રે….. અલબેલી ગોરી

રૂમઝૂમ રમતી જાય …..     (2)

એનું જોબનીયું ઝોલા ખાય રે… અલબેલી ગોરી

રૂમઝૂમ રમતી જાય …..     (2)

(સીંગલ તાલ)

સન્ધ્યા ઉષાના રંગ ભરે ભાલ ગાલ પર

ગાગર ગગનની સોહે છે શિર પર

શશી સૂર્ય મઢ્યો સાળુ લહરાય રે… અલબેલી ગોરી

રૂમઝૂમ રમતી  જાય….    (2)     રૂમઝૂમ

(ડબલ તાલ)

એનાં ઝાંઝર ઝનનન ઝણકે

કરકંકણ ખનનન ખણકે

દૂરથી સૂણી પિયુની બંસીના મધુર સૂર

મનના મયુર એના મલકે   (2)

એના મુખડેથી મોતીડાં વેરાય રે….અલબેલી ગોરી

રૂમઝૂમ રમતી  જાય….    (2)     રૂમઝૂમ

(ડબલ તાલ)

એનું ચીતડું ચઢ્યું ચકડોળે

ઘૂમે હૈયું હરખ-હિંડોળે

જમુનાને તટ રમે રાસ રમઝટ

એના ઉરના ઉલટ ઘટ ઢોળે…… (2)

ફરે ફૂંદડીને ઘૂમ્મરીઓ ખાય રે….. અલબેલી ગોરી

રૂમઝૂમ રમતી  જાય….    (2)     રૂમઝૂમ

(ચલણ)      

હે, વાગે ઢોલને પડઘમ

કરતી શહનાઇ સરગમ

રમતી રાતભર અણનમ

ગોરી રૂપની … પુનમ (3)

કવિ : રવિ ઉપાધ્યાય, ‘રવિ’.

Advertisements

Posted in ..રાસ, ભવભવનાંભેરૂ-નાટયગીત | Tagged: , , | Leave a Comment »

 
%d bloggers like this: