રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગીત – શૌર્ય/દેશભક્તિ’ Category

અમારી આઝાદી…

Posted by Dr Jagdip Upadhyaya on જાન્યુઆરી 26, 2009

26-january-1957-ravi-upadhyaya-mumbai-samachar

 સુપ્રસિધ્ધ “મુંબઇ સમાચાર” અખબારે શનીવાર,તારીખ 26 જાન્યુઆરી 1957ના રોજ ભારત દેશના “પ્રજાસત્તાક દિવસ”ની 7મી વર્ષગાંઠના અવસર પર બહાર પાડેલ આવૃતિમાં કવિ : રવિ ઉપાધ્યાયની આ શબ્દરચના પ્રકાશિત કરી હતી.1947માં દેશ આઝાદ તો થયો પણ હજુ 1957માં આબાદ નથી થયો એ વાતનો રંજ પ્રગટ થયો છે. આ સાથે સાથે આઝાદીનું મૂલ્ય દેશવાસીઓને પ્રાણથી પણ વધું છે અને એનું યોગ્ય જતન થશે તો આખું વિશ્વ એક દિવસ એની જાહોજલાલીથી આશ્ચર્ય ચકિત થશે એવો આશાવાદ અને વિશ્વાસ દર્શાવ્યો છે.

     અમારી ઝાદી…  

ભલે સુખચેનથી જીવનતણી માણી ન ખુશાલી

ભલે કૈં સેંકડો સંકટ તણા વિષની પીધી પ્યાલી !

ભલે છે દૂર મંઝીલ ને ભલે રહી દૂર આબાદી

છતાં છે પ્રાણથી પ્યારી અમોને ” દેશ-આઝાદી”…!…1 

ભલે દુનિયા બધી વર્ષાવતી ખંજર મુશીબતનાં,

સહી લેશું સીતમ જખ્મો, દઇ મંત્રો મહોબ્બતના !

ભલે આધિ અને વ્યાધિ બધે અમ પર રહી લાધી,

છતાં છે પ્રાણથી પ્યારી અમોને ” દેશ-આઝાદી”…!…2 

હજૂ આઝાદીનું આ વૃક્ષ છે નાનું અને વાંકુ

કહો ક્યાંથી શકે અર્પી હજૂ એ ફળ મીઠું પાકું !

પછી દુનિયા નિહાળે છો, વિકટ હાલતમાં બરબાદી  

છતાં છે પ્રાણથી પ્યારી અમોને ” દેશ-આઝાદી”…!…3 

અમારી આત્મશ્રધ્ધાથી જગાવીશું નવો પલ્ટો

જહાંના પંથથી ન્યારો રચાવીશું નવો રસ્તો !

લખી ઇતિહાસને પાને શહાદતની અમે યાદી –  

છતાં છે પ્રાણથી પ્યારી અમોને ” દેશ-આઝાદી”…!…4 

નક્કી દિન આવશે એવો જહાં જ્યારે ચકિત થાશે

અમારી કીર્તિ ગાથાઓ તણાં ગૌરવ-ગીતો ગાશે…

ગુલામી વિશ્વની ટાળી રચીશું વિશ્વ-આબાદી

અમોને પ્રાણથી પ્યારી અમારી ” દેશ-આઝાદી”…!…5 

હજૂ છે નાવ મઝધારે જવું છે દૂર કિનારે

ભલે તોફાન છે ભારે છતાં કૈં ડર ન લગારે….!

દૂવા “બાપુ” તણી સાથી, ” જવાહર” ટાળશે આંધી !

અમોને પ્રાણથી પ્યારી અમારી  ” દેશ-આઝાદી”…!…6 

કવિ : રવિ ઉપાધ્યાય, (કવિનાં” ઉરનાં સૂર” નામે કાવ્યસંગ્રહ અને સુપ્રસિધ્ધ અખબાર “મુંબઇ સમાચારે”શનીવાર,તારીખ 26 જન્યુઆરી 1957ના રોજ ભારત દેશના “પ્રજાસત્તાક દિવસ”ની 7મી વર્ષગાંઠના અવસર પરબહાર પાડેલ આવૃતિમાં પ્રકાશિત…..)

Advertisements

Posted in ગીત - શૌર્ય/દેશભક્તિ | 3 Comments »

તું !

Posted by Dr Jagdip Upadhyaya on જાન્યુઆરી 24, 2009

26-january-1950-ravi-upadhyaya-mumbai-samachar2

  આપણાં ભારત દેશને 15 ઓગસ્ટ 1947નાં દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી. એ પછી
26 જાન્યુઆરી 1950 ના દિવસે આપણાં દેશનું બંધારણ અમલી થયું અને આપણે આ દિવસને દરેક વર્ષે પ્રજાસત્તાક કે ગણતંત્ર દિવસ તરીકે હર્ષોલ્લાસ અને આનંદથી ઉજવીએ છીએ. કવિ રવિ ઉપાધ્યાય 26 જાન્યુઆરી 1950 ના દિવસે  20 વર્ષનાં નવયુવક. ઐતિહાસિક અવસરનાં આ દિવસે, આ નવયુવકનાં ઉરમાં માભોમ માટે પ્રગટેલી ઉર્મિઓનું દર્શન કરાવતું અને નવરાષ્ટ્ર નિર્માણનું આવ્હાન કર્તું આ કાવ્ય મુંબઇ સમાચાર જેવાં માતબર અને પ્રતિષ્ઠિત અખબારમાં મોખરાનું સ્થાન પામે એ એક મોટી વાત ગણાય.

તું !

પુનિત વર્ષના પુણ્ય પ્રભાતે, જ્યોત નવી લહરાય.
આઝાદીના રંગ અવનવા પૂરવમાં પૂરાય …

આજના શુભ દિવસે
જાગજે હસી હસીને !

અંગ અંગમાં ભરી ઉમંગે રંગ નવા લાવી ઉષા !
મુક્તિ કેરાં મંગલ-ગીતો ગાયે આજે દશે દિશા !

આજનાં પાવન ટાણે
ગીત ગૌરવનાં ગાને !

કૈંક વર્ષ જે સહી ગુલામી, પડી યાતના-વૃષ્ટિ !
તૂટી જોને જૂલ્મ જંજીરો, સર્જ નવી તું સૃષ્ટિ !

આજના ગૌરવ દિને !
દીનનાં  દુ:ખડાં પી લે !
સત્ય તણી શમશેર વડે તું પાપીને દેજે પડકાર !
સ્વાર્પણ કેરાં દીપ થકી તું વિશ્વતણાં તિમિર વિદાર !

આજથી કમ્મર કસજે !
હસાવી સહુને, હસજે !

સેવાની સુવાસ સરાવી વિશ્વ તણી વાડી મ્હેંકાવ !
 આલમની આબાદી કાજે આત્માનાં ઓજસ રેલાવ !

સળી તું ધૂપની થાજે !
સહુને સુવાસ પાજે !

પુણ્યશ્લોક બાપુના મંત્રો, જીવનમાં આચરજે !

માનવતાની મંઝિલ ઉપર ત્યાગ – તેજ પાથરજે !  

       પ્રેમનાં પાઠ તું ભણજે ! 
      ઐક્ય અમૃત રેલવજે !

કવિ : રવિ ઉપાધ્યાય, ( કવિનાં ઉરનાં સૂરનામે કાવ્યસંગ્રહ અને સુપ્રસિધ્ધ અખબાર મુંબઇ સમાચારે
ગુરૂવાર,તારીખ 26 જન્યુઆરી 1950ના રોજ ભારત દેશના પ્રજાસત્તાક દિવસના
અવસરે બહાર પાડેલ વિશેષપૂર્તિમાં પ્રકાશિત……)

Posted in ગીત - પ્રસંગોચિત્ત, ગીત - શૌર્ય/દેશભક્તિ | Leave a Comment »

ભારત માતા સાદ કરે છે

Posted by Dr Jagdip Upadhyaya on ડિસેમ્બર 7, 2008

e0aaade0aabee0aab0e0aaa4e0aaaee0aabee0aaa4e0aabe-e0aab8e0aabee0aaa6-e0aa95e0aab0e0ab87-e0aa9be0ab873

  ભારત માતા સાદ કરે છે 

ભારત માતા સાદ કરે છે જાગો નરને નારી....

દેશદાઝ કાજે પ્રગટાવો અગ્નિ પ્રલયંકારી.....  

હરિયાળી આ ભૂમિ પર દુશ્મનની નજર પડી,

સજ્જ બની લાખોંની સેના સરહદ ઉપર ખડી.

નાશ કરો એ નરપિશાચનો, કમર કસી સહુ ભારી..

ભારત માતા સાદ કરે છે જાગો નરને નારી.....  

બ્રહ્મપુત્ર, આસામ રક્ષજો, હિમાલય ને કાંચનજંઘા..

જો જો થાયે કલુષિત ના પાવન યમુના ને ગંગા...

એક અખંડ,  હો વિજયવંત, કાશ્મીરથી કન્યાકુમારી..  

ભારત માતા સાદ કરે છે જાગો નરને નારી.....  

એક એક નર રૂદ્ર બનો... એક એક નારી ચંડી...

વિરાટ જનશક્તિ જાગો, પીંખી નાખો પાખંડી..

સૃજલાં સુફલાં ભારતની મુક્તિ હો મંગલકારી..  

ભારત માતા સાદ કરે છે જાગો નરને નારી.....

ગીત અને સંગીત - રવિ ઉપાધ્યાય, ગાયક - બદ્રી પવાર અને સાથીઓ,
 નૃત્યનાટિકા - ભવ ભવનાં ભેરૂ (!965)

Posted in ગીત - શૌર્ય/દેશભક્તિ, ભવભવનાંભેરૂ-નાટયગીત | Leave a Comment »

હાકલ પડી છે આજ…..

Posted by Dr Jagdip Upadhyaya on ડિસેમ્બર 7, 2008

26 નવેમ્બર 2008માં મુંબઇમાં ખેલાયેલ આંતકવાદ સામેનું યુધ્ધ જોઇ મને પિતાશ્રી રવિ ઉપાધ્યાય રચિત, 
1965માં ભજવાયેલ,  મા ભોમની રક્ષાકાજે પોતાના પ્રેમનું બલિદાન આપી પાકિસ્તાન સામે યુધ્ધે ચઢેલ 
નાટકનાનાયકની કથા વર્ણવતું -  ભવ ભવનાં ભેરૂ નામે નાટકની યાદ આવી ગઇ. આ નાટકનાં દેશભક્તિ 
અને શૌર્ય ગીતો યાદ કરીએ ત્યારે આજે પણ આપણાં રુંવાટા ઉભા થઇ જાય.

bbnb-hakal-padi

હા ડી છે …..

હાકલ પડી….

હાકલ પડી…

હાકલ પડી છે આજ હે જવાન જાગજે

               તુ રક્ષવા મા ભારતી સુષુપ્તિ ત્યાગજે.     હાક્લ પડી

 

પંથ છે વિકટ વિશેષ, લેશ તું ડરીશ ના

એક નેક ટેકથી વીરેશ તું ચળીશ ના,

                વદન ઉપર વિજયનું નિત સ્મિત ધારજે.     હાકલ પડી

 

ગગનને ભેદી રહી છે યુધ્ધભેરીઓ

જંગમાં ઝુકાવવાને સાદ દે દિલેરીઓ

                  જરૂર પડ્યે હે ! ઝીંદાદીલ શહીદ થૈ જજે.      હાકલ પડી

 

જવાન જાગજે….. જવાન જાગજે….. જવાન જાગજે

ગીત અને સંગીત – રવિ ઉપાધ્યાય, ગાયક – બદ્રી પવાર અને સાથીઓ, નૃત્યનાટિકા – ભવ ભવનાં ભેરૂ (!965) 

Posted in ગીત - શૌર્ય/દેશભક્તિ, ભવભવનાંભેરૂ-નાટયગીત | Leave a Comment »

 
%d bloggers like this: