રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગીત – વિરહ ગીત’ Category

ખત મળ્યે…..

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 7, 2009

khat-malyeળ્યે…..

સૂના હૈયે જાગે નવલરસનું શાંત-ઝરણું…

અધીરા આત્માને ડૂબતું મળતું જેમ તરણું….

અહા ! એવા ભાવે હ્રદય મૂક શાંતિ અનુભવે..

 ટૂંકો તો યે તારા કર થકી લખેલો ખત મળ્યે…… 

કવિ : રવિ ઉપાધ્યાય ( 18 / 04 / 1950 )

 

Advertisements

Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - મુક્તક/યુગ્મક, ગીત - વિરહ ગીત | Leave a Comment »

જાવું હતું જો આમ …!

Posted by Dr Jagdip Upadhyaya on મે 24, 2008

જાવું તું જો …!

 

જાવું હતું જો આમ

દિલનો લૂંટી આરામ

તો પ્રેમ-સૂરોમાં છેડી

                        મારી મન-વીણા શું કામ….? …જાવું હતું….

 

આંખો સાથે આંખ મીલાવી દિલની વાતો કીધી

અરમાનોનાં ફૂલડાંની તેં પ્યાસ બૂઝાવી દીધી

ભૂલવાં હતાં તમામ…

એ સ્નેહતણાં સંગ્રામ

તો સપનામાં શાને પાયા તેં

                     હોઠોનાં રસજામ ……?    …જાવું હતું….

 

યૌવન – મસ્તિની મહેફીલમાં મુજને તેં બોલાવ્યો,

તારાં રુપની શમા ઉપર હું પરવાનો થૈ આવ્યો….

જલાવવાંતા આમ…

દૂરથી કરી સલામ

તો નૈનોનાં ઇશારે શાને

                                        અમને કર્યાં ગુલામ…. ?…… …જાવું હતું….

 

– કવિ : રવિ ઉપાધ્યાય ( માર્ચ 1951)        

Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - વિરહ ગીત | 1 Comment »

તપ્ત ધરાને તૃપ્તિ દેવા

Posted by Dr Jagdip Upadhyaya on જાન્યુઆરી 22, 2008

tapt-dharati.jpg

પ્ત રાને તૃપ્તિ દેવા

તપ્ત ધરાને તૃપ્તિ દેવા વર્ષા કરતી જલસીંચન

કોઇ મારે અંતરીયે આવો રીઝવવાને રુઠ્યું મન…. !

ઝબકે મેઘલ આભ અટારી

ચમકે જ્યારે વીજ – કટારી

સૂસવાતા વાયુની સ્વારી

સોહાવે દિશ દિશની બારી

નભ ચંદરવે નિશા નશીલી કરતી નમણાં રસનર્તન

                       કોઇ મારે અંતરીયે આવો રીઝવવાને રૂઠ્યું મન … !           તપ્ત ધરા

પ્રકૃતિની આકૃતિમાં પ્રેમલ – જ્યોત પ્રતિક

અંતરની આરત રેણુ પર આવિષ્કાર અંકિત 

જાગે અંગે અંગ મૃદંગે મિલન-મંથનની ધડકન

                         કોઇ મારે અંતરીયે આવો રીઝવવાને રૂઠ્યું મન …..!. -તપ્ત ધરા

નજરો નીંતરે નેણને નેવે

હામ જલે હાડચામને દીવે

પ્રાણનાં પુષ્પ વીલાતાં મારે પ્રતીક્ષા – ઉપવન 

                        કોઇ મારે અંતરીયે આવો રીઝવવાને રુઠ્યું મન…. ! -તપ્ત ધરા

કવિ : રવિ ઉપાધ્યાય, રવિ

 

Posted in ગીત - વિરહ ગીત | Leave a Comment »

દૂર થતી તું છોને નયનથી

Posted by Dr Jagdip Upadhyaya on ઓગસ્ટ 26, 2007

1965માં ભજવાયેલ નૃત્યનાટિકા ભવ ભવનાં ભેરૂ નો નાયક પર્વત એની પ્રિયતમા રેશમને જીવનની પગથારે સાથી થવા એક વર્ષના સમયનો કોલ આપી પોતાને ગામ જવા પાછો જતો હોય છે. આંખોમાં ઉભરાતાં આંસુની ધાર વહાવતી પ્રિયતમા તેને દૂર સુધી વળાવવા જાય છે. પ્રિયતમ પ્રિયતમાનાં આંખનાં આંસુ લૂછતો તેને આ ગીત દ્વારા ફરી વિશ્વાસનો કોલ આપે છે.

દૂર થતી તું છોને નયનથી

દૂર થતી તું છોને નયનથી
તોયે હૃદયની પાસ છે.
આસુંભીનું આજ અંતર મારું
તોયે તેમાં તારો વાસ છે.
દૂર….

મુજ જીવનનાં ગાઢ અંધારે,
તું તારલીનો ઉજાસ છે.
કરૂણતાના સૂર તું છેડે,
તોયે તું સુરીલું સાજ છે.
દૂર…

દુ:ખભર્યાં ભવની કડવાશે,
સ્નેહભરી તું સુવાસ છે.
વિરહ દુ:ખનાં દરિયા પીધાં
તોયે તું મિલન પ્યાસ છે.
દૂર…

ગીત અને સંગીત : રવિ ઉપાધ્યાય, ગાયક : બદ્રી પવાર, નૃત્યનાટિકા ; ભવ ભવનાં ભેરૂ ( 1965)

Posted in ગીત - વિરહ ગીત, ભવભવનાંભેરૂ-નાટયગીત | Leave a Comment »

વૈશાખી રાત….

Posted by Dr Jagdip Upadhyaya on ઓગસ્ટ 25, 2007

1965માં ભજવાયેલ નૃત્યનાટિકા ભવ ભવનાં ભેરૂ નો નાયક પર્વત એની પ્રિયતમા રેશમને જીવનની પગથારે સાથી થવા એક વર્ષના સમયનો કોલ આપી પોતાને ગામ પાછો ફરે છે.
એક સાલ….! વ્યથાથી ભરેલા એ દિવસો શેં પૂરા થાય?. પ્રેમીની યાદમાં ઝૂરતાં પ્રિયતમાનાં હૈયાને એક સાલ, એક ભવ કરતાંયે લાંબી લાગે . હોળી અને ધૂળેટીનાં ઉત્સવો પછી આવે છે ગ્રીષ્મની ઉન્હી ઉકળાટભરી પ્રલંબ રાત્રિઓ. પ્રીતમની યાદમાં ચકડોળે ચઢેલાં ચિત્તને ચેન નથી. નયને નિંદ નથી. શૈયામાંથી ઝબકીને જાગી જતી પ્રિયતમા આ વૈશાખી રાતની ધીખતી અગનથી પ્રજળી રહે છે અને તે સમયે થતી પીડા આ ગીતમાં ગવાઇ છે……….

વૈશાખી રાત….
વૈશખી રાતની રે અગન, વસમી ઉની ઉની અગન…

ધખતી રહી દિનભર ધરા,‘ને ઓઢતી અગની ગવન. વૈશાખી….

તનને દઝાડે, મન રંજાડે, એવી વાયે લૂ…
મૂરઝાતી મન-ઉપવનની કળીઓ, રેલેના ખુશબુ..
પીડાતી પ્રકૃતિ ગાતી રે.. , ઉના નીસાસીએ કવન…
વૈશાખી….

ભીતર એકલતા ‘ને વિકળતા, ઉપર અગન લેપ..
એક તો પિયુની વિરહ પીડા, ‘ને બીજી પ્રસ્વેદ..
સાથી વિના સૂનું જીવન, સૂનાં સૂનાં ભાસે ભવન
..
વૈશાખી…

ગીત અને સંગીત : રવિ ઉપાધ્યાય, ગાયિકા : રાજુલ મહેતા, નૃત્યનાટિકા ; ભવ ભવનાં ભેરૂ ( 1965)

Posted in ગીત - વિરહ ગીત, ભવભવનાંભેરૂ-નાટયગીત | Leave a Comment »

થોભી જા … ઘનઘોર ગગનની વાદળી

Posted by Dr Jagdip Upadhyaya on ઓગસ્ટ 23, 2007


સૂરજના તાપથી ધીખતી ધરાને શીતળ કરવાં વાદળો આકાશથી વરસી પડે છે. વર્ષા વિનાં વિમાસણમાં પડેલાં વસુંધરાનાં વ્હાલસોયા બાળકો વર્ષાની રૂમઝૂમતી હેલી જોઇ નાચી ઉઠે છે. નદી-નાળાં છલકાઇ ઉઠે છે. ખેતરોએ તો જાણે લીલી ચાદર ઓઢી……
પરંતુ…….. ! પ્રિયતમાના મન-ગગનમાં તો ઘોર અંધારું જ છવાયેલું રહે છે. વ્હાલાની વિરહ વેદનાની વાદળી વિખરાતી નથી. ત્યારે એ આકાશની વાદળીને થોભવાં વિનવતાં આ ગીત ગાઇ રહે છે………

થોભી જાઘનઘોર ગગનની વાદળી
થોભી જા… થોભી જા….
થોભી જા…. થોભી જા પલવાર….
તને વિનવું વારંવાર રે ….. (2)
ઘનઘોર ગગનની વાદળી
થોભી જા પલવાર…….. થોભી જા…

નાચ કરે તું નભને આરે,
વાગે વીજ ઝંકાર… (2)
નાગણ થઇ ડંખે શ્રાવણનાં
મેઘ અને મલ્હાર …. (2) થોભી જા…

સાજનને તું આટલું કહેજે
હૈયે તારી જપમાળ …… (2)
આંખડી રોતી વાટડી જોતી
સૂનાં સૂનાં શણગાર….. (2) થોભી જા….

ગીત અને સંગીત : રવિ ઉપાધ્યાય, ગાયિકા : રાજુલ મહેતા, નૃત્યનાટિકા : ભવ ભવનાં ભેરૂ (1965)

Posted in ગીત - વિરહ ગીત, ભવભવનાંભેરૂ-નાટયગીત | Leave a Comment »

શમાને પ્રીતિ સૂરજ સંગ

Posted by Dr Jagdip Upadhyaya on મે 24, 2007

શમાને પ્રીતિ સૂરજ સંગ

શમાને પ્રીતિ સૂરજ સંગ
પિયુ મિલનની ઉત્ક્ટતામાં ઓગાળે નિજ અંગ…… શમાને

શમા જલે સૂરજ આથમતાં
સૂરજ પ્રકાશે શમા વિરમતાં
બન્નેની પ્રીતિ ઘૂંટાઇ કુરબાનીને રંગ……. શમાને

જલન છતાં મિલનાતુર અંતર
પાસ છતાંયે દૂર નિરંતર
વિભાવરી થઇ, વિધિએ કેવો સર્જ્યો વિયોગ – વ્યંગ….. શમાને

ગીત તથા સંગીત : રવિ ઉપાધ્યાય, “ભવ ભવનાં ભેરૂ” (1965) નૃત્યનાટિકામાંથી

Posted in ગીત - વિરહ ગીત | Leave a Comment »

 
%d bloggers like this: