રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગીત – ભજન’ Category

શેતરંજ સંસાર

Posted by Dr Jagdip Upadhyaya on નવેમ્બર 21, 2008

e0aab6e0ab87e0aaa4e0aab0e0aa82e0aa9c-e0aab8e0aa82e0aab8e0aabee0aab0
શેરં સંસા

શેતરંજ સંસાર ...

શેતરંજ સંસાર ...

                   ખેલ ખરો ખેલી જાણે તે ખેલંદો પોબાર ... શેતરંજ સંસાર ... 1 

દગા તણી દુકાને ચાલે ફંદાના ધંધા વેપાર

પ્રચંડ ને પાખંડ-પાપીઓ ભરતખંડ કરતા ખૂવાર

           ચાલાકીથી ચાલી રહેલો દુનિયાનો વહેવાર ... શેતરંજ સંસાર ...  2

કર્મતણાં કાળાં કાજળને ગંગાજળથી ધોતાં

પતિતમાંથી પાવન થાવા પ્રભુચરણે જઇ રોતાં,

                પશુપંખીથી ઉતરતી માનવની વણઝાર ...શેતરંજ સંસાર ... 3

ગલી ગલીમાં નારી કેરી જીવન-કળી ઝૂકેલી

સમસ્યા એની સરજનહારે કદી નહીં ઊકેલી

              કોને દેવી શાબાશી, કોને દેવા ધિક્કાર ...!શેતરંજ સંસાર ... 4

કવિ - રવિ ઉપાધ્યાય
Advertisements

Posted in ગીત - પ્રેરણા ગીત, ગીત - ભજન | Leave a Comment »

સાચો છે સાર સંસારમાં…

Posted by Dr Jagdip Upadhyaya on સપ્ટેમ્બર 28, 2008સાચો છે સાર સંસારમાં...
 

સાચો છે સાર સંસારમાં…

સંસારીઓ……..

સાચો છે સાર સંસારમાં…

જેમ સંગીત છે, વીણાના તારમાં;

સંસારીઓ……..

સાચો છે સાર સંસારમાં…

 

સૃષ્ટિનાં સુખભર્યાં સાગરમાં રાચવા,

દેવોને જે દુર્લભ, તે અમૃતને ચાખવા

ન્યારો છે આ માનવ-અવતાર આ

સંસારીઓ……..

સાચો છે સાર સંસારમાં…

 

ફરી ફરી માનવ-અવતાર નહીં આવશે,

કુદરતના રંગ નહીં મનગમતા ભાવશે

માટે જાણી, માણી લ્યો પલવારમાં

સંસારીઓ……..

સાચો છે સાર સંસારમાં…

 

ભાઇ-ભાઇ હળી મળી ચાલો એક જાત બની

જીવતરને સફળ કરો, સેવાને ધર્મ ગણી

બેડો તમારો છે પાર આ

 સંસારીઓ……..

સાચો છે સાર સંસારમાં…

 

રુપ અહીં, રંગ અહીં, ઇશ્ક અને ઇશ અહીં

સ્વર્ગ તણાં સુખ સર્વ, સાચાં સંસાર મહીં

મોજ કરો, પીઓ પ્યાલા પ્યારના

 સંસારીઓ……..

સાચો છે સાર સંસારમાં…

 
-રવિ ઉપાધ્યાય ( 12 /4 /1948 )

 

Posted in ગીત - ભજન | Tagged: | Leave a Comment »

તું આવજે

Posted by Dr Jagdip Upadhyaya on મે 4, 2008

તું જે

 

આવજે …… તું આવજે !

મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

તારી હૈયાની વેદના જણાવજે,

છાની હૈયાની વેદના જણાવજે …..

મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

 

આવે સંકટનો  કાળ,

હોય કોઇ ના આધાર !

ત્યારે અંતરથી મુજને પોકારજે ….!

મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

 

કોઇ સંઘરે ન ગામ,

વાગે ઠોકર ઠામે ઠામ,

ત્યારે તૂટેલું હૈયું તું લાવજે……!

 મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

 

ડૂબે મધદરિયે નાવ,

પડે દુશ્મનના ઘાવ,

ત્યારે એકવાર મુજને સંભારજે ….!

 મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

 

વ્યાપે કાળાં અંધાર,

મળે એકે ન રાહ,

ત્યારે ભક્તિનો દીવો પ્રગટાવજે …..!

 મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

 

વહે આંસુ ચોધાર,

ખરે અંગથી અંગાર !

ત્યારે મારી તું ટેક એક ધારજે …..!

 મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

 

તારું કોઇયે ના થાય,

ઘૃણા કરવાં સૌ ધાય,

ત્યારે મારાં તું દ્વાર ખખડાવજે…. !

 મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

 

તોડી માયાની જાળ,

સાંધી આતમનો તાર,

તારા તાત્પર્યને તું તપાવજે…..!

 મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

 

ભસ્મ-ભાવના લગાવ,

મંત્ર-માનવતા માન,

તારી ધીરજની ધૂણી ધખાવજે……!

 મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

 

થાય વાંકો ન વાળ-

થાય પાપનો સંહાર

એવી આશિષો લેવા તું આવજે……!

 મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

 

તારાં જીવનની જ્વાળ…..!

બને જગની દીપમાળ ….!

એવી ઊરમાં અભિલાષા ધારજે !

 મારે દ્વારે દોડ્યો દોડ્યો આવજે !

 

આવજે…. તું  આવજે

 મારે દ્વારે…. (2)  દોડ્યો દોડ્યો આવજે… !

તું આવજે…….. !

 

કવિ : રવિ ઉપાધ્યાય (ઉરના સૂર- કાવ્ય સંગ્રહ )

Posted in ગીત - ભજન | Leave a Comment »

આવોને સાથી પંખીડા …… રે

Posted by Dr Jagdip Upadhyaya on માર્ચ 16, 2008

slide1.jpg 

વોને સાથી પંખીડા …… રે

આવોને સાથી પંખીડા …… રે, બે પળ કરીયે વિસામો હો જી…
હે…, ઉડી ઉડી ખૂટી રૂડી પાંખોની મૂડી, હવે જંપી ભરીયે જોમ – જામો જી….
                                                             આવોને સાથી
હે… લાગી છે લાહ્યું, આજે ધરતીની ધારે
અને સળગી રહ્યું છે ગગન …..
સળગે છે સાગર ને સળગે છે વાયરા
‘ને સળગે છે વન …. ઉપવન….
હે… અવનિની આંખે ઉમટ્યો અજંપો એવો
                                    કે પાંપણ ન પલકાર પામો જી…..                આવોને સાથી

હે… ભેળાં રે મળ્યાં, ભોળાં ભવ ભવનાં ભેરૂ
કાંઇ અમૂલખ આશાએ બાંધ્યા પ્રાણ
લ્હાવા લૂંટાયાના લીધા કે ન લીધા…..
ત્યાં આવી ઉભાં છે પ્રયાણ…
હે મળ્યાં કે ન મળ્યાં તેના ઓરતા ન આણજો
                                    ‘ ને ઝીલજો આ આખરી સલામો … જી            આવોને સાથી

શબ્દરચના અને સંગીત : રવિ ઉપાધ્યાય ‘રવિ’, ગાયક : રાજુલ મહેતા અને રાજન સરદાર, નૃત્યનાટિકા : ” ભવ ભવનાં ભેરૂ” (1965)

Posted in ગીત - ભજન, ભવભવનાંભેરૂ-નાટયગીત | Leave a Comment »

મિથ્યાવાદી મોહજાળમાં….

Posted by Dr Jagdip Upadhyaya on જાન્યુઆરી 11, 2008

mnd-hni-23.jpg

મિથ્યાવાદી મોજામાં….

મિથ્યાવાદી મોહજાળમાં માનવ ફાંફા મારે!

આ માનવ ફાંફા મારે!

હોય ભલે વેરણ રણભૂમિ, તોયે મૃગજળ ભાળે!

આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 1

 કોઇ રડે કોઇને ગુમાવી, કોઇ હસે કંઇ પામી,

ફરતી આ ઘટમાળ કાળની, કોઇ નહીં અહીં સ્થાયી !

વેરઝેરના અગ્નિતાંડવે, એક જીતે એક હારે !

 આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 2 

રાય-રંકને ઊંચ-નીચના ભેદભાવ જનમાવ્યા !

માનવીએ માનવતાં કેરાં કુસુમ કુમળાં કરમાવ્યાં !

કપટ અને લંપટનો અગ્નિ લાખો હૈયાં બાળે ! 

આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 3 

આવ્યો ત્યારે લાવ્યો કૈં ના, જાવું ખાલી હાથે;

નિશ્ચે  કાળમુખે ભરખાવું, કોઇ ન આવે સાથે !

(આ) સત્ય સહું સમજે છે, તો યે વૃથા જીન્દગી ગાળે! 

આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 4  

રહી જશે….. આશા ને મમતાના સહુ ખેલ અધુરા !

લોભ, લાલસા થકી થશે ના, જીવનગીત મધુરાં !

તોયે મથે સંગીત સર્જાવા, વ્યર્થ તૂટેલા તારે! 

આ માનવ ફાંફા મારે!….. મિથ્યાવાદી. 5 

કવિ : રવિ ઉપાધ્યાય રવિ.

 

Posted in ગીત - ભજન | 2 Comments »

કિસ્મતનો કરવૈયો

Posted by Dr Jagdip Upadhyaya on મે 15, 2007

કિસ્મતનો કરવૈયો : કવિ અને સંગીતકાર: રવિ ઉપાધ્યાય, ગાયક : પ્રકાશ ઉપાધ્યાય…
***************************************************************

Kismat no karvayo….

પ્રસ્તાવના માટે ક્લિક કરશો, પ્રવક્તા : ડો જગદીપ ર. ઉપાધ્યાય (ઓડીયો)
***************************************************

++++++++++++++++++++++++++++++++++


કિ સ્મ નો વૈ યો

દૂહો : સરજનહાર વિના નહીં ખાલી એકે ઠામ…
દિવ્યદ્રષ્ટિથી દેખતો એ તારાં સઘળાં કામ….

મેલ રે મૂરખ મન મિથ્યા વિચાર,
કિસ્મતનો કરવૈયો બેઠો રે કિરતાર!
માથે બેઠો રે કિરતાર…..

હૈયામાં હોય તારે શ્રધ્ધા ને સાચ,
આવે આપત્તિ તોયે આવે ના આંચ
વરસે વિપત્તિનાં વાદળ હજાર….
કિસ્મતાનો કરવૈયો બેઠો રે કિરતાર!
માથે બેઠો રે કિરતાર…..

તારાં કર્મોની એણે રાખી રે કિતાબ!
સત્યતણી લેખિનિથી લખતો હિસાબ!
જેવી કરણી તેવી ભરણી નિરધાર….
કિસ્મતનો કરવૈયો બેઠો રે કિરતાર….
માથે બેઠો રે કિરતાર…..

વિષનાં અમૃત એને કરવાં છે સહેલ,
ઘડી તડકો ઘડી છાયા એવા એના ખેલ!
જેવી એ દેતો તેવી પામી લે પગથાર….
કિસ્મતનો કરવૈયો બેઠો રે કિરતાર……
માથે બેઠો રે કિરતાર…….

શબ્દરચના અને સગીત્ : રવિ ઉપાધ્યાય, ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

Posted in ગીત - ભજન | Leave a Comment »

કરો રે ઉતાવળ…

Posted by Dr Jagdip Upadhyaya on એપ્રિલ 26, 2007

કરો રે ઉતાવળ મનવા……., કવિ: રવિ ઉપાધ્યાય, ગાયક તથા સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય……..
********************************************************************

રો રે તા…….

કરો રે ઉતાવળ મનવાં, સાંજ તો ઢળી ગઇ,

સજાવી લ્યો સરંજામો, વેળાઓ વળી ગઇ…

મુકામો નોંધારા દીસે, વિસામાં છે પાધરાં,

વાટ્યુંની ખરચી બાંધી લ્યો, પછીનાં ઉજાગરાં,

અગમનાં તે સંકેતોની એંધાણી મળી ગઇ….

રણની રેતમાં મનવાં, કરશો કેમ ખેતી?

મૃગજળનાં જળમાં, કેમ પકવશો રે મોતી?

બાંધીના બંધાય એવી, અગન આંધી ફરી ગઇ…

ખપમાં નહીં આવે સગું, સંબંધીને ધનમતા,

ભવ ભવનાં પુણ્યફળોનાં અંતે ઉદય થતાં,

સાંધી લ્યોને તાર આતમનો, પરમાતમમાં ભળી જઇ….

કવિ : રવિ ઉપાધ્યાય ‘ રવિ’

Posted in ગીત - ભજન | Leave a Comment »

 
%d bloggers like this: