રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગીત – પ્રેરણા ગીત’ Category

પથિક તારી જીવનનાવડી

Posted by Dr Jagdip Upadhyaya on મે 27, 2009

Pathik tari naav

થિક તારી જીનાડી

                                પથિક તારી જીવનનાવડી દરિયાપાર ઉતાર….

                                      નાવડી દરિયાપાર ઉતાર …. ! ….1.   

પેલે કિનારે પામીશ પથિક પ્રેમળ –જ્યોતિની ધાર  !   

નવાં અંકુર જડેલાં, સ્વર્ગ તણાં બે દ્વાર …. !        

                                     નાવડી દરિયાપાર ઉતાર …. ! ….2.  

ઘૂઘવે છો ને સાગર આખો, ડરીશ ના તું લગાર !

જો જે ન ખૂટે આતમ શ્રધ્ધા, ભેદજે જલભંડાર ….  

                                      નાવડી દરિયાપાર ઉતાર …. ! ….3. 

માનવહૈયાંની હોળી તણો છે આ કિનારે ચિતાર ….

પેલે કિનારે માનવતાનો નિત્યે થશે જયકાર …   

                                       નાવડી દરિયાપાર ઉતાર …. ! ….4. 

અન્ન ને વસ્ત્ર વિનાનાં અનાથો તરફડતાં અપાર

સંવેદના સર્વેની હરવાં, નિશ્ચિંતે તું નાવ હંકાર …

                                      નાવડી દરિયાપાર ઉતાર …. ! ….5. 

જાત ખોજે, દિનરાત ન જોજે, લાગે છો થાક અપાર .!

પેલે કિનારે વરશે તું ને, વિજયની વરમાળ ….. 

                                     નાવડી દરિયાપાર ઉતાર …. ! ….6.

કવિ : રવિ ઉપાધ્યાય, ઉરનાં સૂર કાવ્ય સંગ્રહ – (1965)   

 

Advertisements

Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - પ્રેરણા ગીત | 1 Comment »

શેતરંજ સંસાર

Posted by Dr Jagdip Upadhyaya on નવેમ્બર 21, 2008

e0aab6e0ab87e0aaa4e0aab0e0aa82e0aa9c-e0aab8e0aa82e0aab8e0aabee0aab0
શેરં સંસા

શેતરંજ સંસાર ...

શેતરંજ સંસાર ...

                   ખેલ ખરો ખેલી જાણે તે ખેલંદો પોબાર ... શેતરંજ સંસાર ... 1 

દગા તણી દુકાને ચાલે ફંદાના ધંધા વેપાર

પ્રચંડ ને પાખંડ-પાપીઓ ભરતખંડ કરતા ખૂવાર

           ચાલાકીથી ચાલી રહેલો દુનિયાનો વહેવાર ... શેતરંજ સંસાર ...  2

કર્મતણાં કાળાં કાજળને ગંગાજળથી ધોતાં

પતિતમાંથી પાવન થાવા પ્રભુચરણે જઇ રોતાં,

                પશુપંખીથી ઉતરતી માનવની વણઝાર ...શેતરંજ સંસાર ... 3

ગલી ગલીમાં નારી કેરી જીવન-કળી ઝૂકેલી

સમસ્યા એની સરજનહારે કદી નહીં ઊકેલી

              કોને દેવી શાબાશી, કોને દેવા ધિક્કાર ...!શેતરંજ સંસાર ... 4

કવિ - રવિ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રેરણા ગીત, ગીત - ભજન | Leave a Comment »

મારે ગાવાં ચેતનનાં ગાણાં …..!

Posted by Dr Jagdip Upadhyaya on મે 10, 2008

મારે ગાવાં ચેનાં ગાણાં .….!

મારે ફેડવાં જગઅંધારાં…..
મારે ગાવાં ચેતનનાં ગાણાં !
મારે પાથરવાં અજવાળાં ….
મારે ગાવાં ચેતનનાં ગાણાં …!

બાળપણે નિર્દોષ સુવાસે ભરવાં જીવનક્યારા
યૌવનમાં અજવાળવાં મારે અંધ જગતના આરા……
 મારે ગાવાં ચેતનનાં ગાણાં …!
 

ઘડપણમાં મારે ગોવિંદ ગાઇ, ભરવાં ભક્તિનાં ભાથાં,
કંઇક અમરતા મૂકીને ગણવા જીવનનાં સરવાળાં…..
 મારે ગાવાં ચેતનનાં ગાણાં …!
  

ચાંદનીની મારે રેલવવી નહીં અખંડ તેજની ધારા,
વિદારવા મારે વાદળ કાળાં, બની વિજ ચમકારા……..!
 મારે ગાવાં ચેતનનાં ગાણાં …! 
 

કોઇ ના આવે સાથ તોયે મારે જાવું એકલવાયાં…..
માનવતાના મારે ઉઘાડવાં, નવલમુક્તિનાં વ્હાણાં….!
 મારે ગાવાં ચેતનનાં ગાણાં …! 

શબ્દરચના : રવિ ઉપાધ્યાય , રવિ

Posted in ગીત - પ્રેરણા ગીત | Leave a Comment »

મન-મર્કટ નટ નાચે

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 17, 2008

monkey-mind-slide.jpg

ર્ક નાચે

મન – મર્કટ નટ નાચે
કેવો …. મન – મર્કટ નટ નાચે
જીવન-લીલાનાં વિકટ દોર પર, રસરમઝટમાં રાચે
કેવો….. મન – મર્કટ નટ નાચે
બન્ને બાજુ બજી જગતનું ઢોલ કરે ચતુરાઇ
મિથ્યાવાદી નાદ રેલતી સુખદુ:ખની શહનાઇ
તોયે મન મલકે, મમતાની લોલુપતાને લબાચે
કેવો….. મન – મર્કટ નટ નાચે
ભરે ફાળ અવનિથી અંબર, અગમ આશ અજવાળે
મૂકે અડગ ડગ કર્મ-કેડી પર શ્રધાને સથવારે
કદીક મૌંન – મસ્તિમાં મ્હાલે, કદીક ઉલટ ઉવાચે
કેવો….. મન – મર્કટ નટ નાચે..
તર્ક-તુરંગે સ્વાર બનીને ઝટ તરકટ સરજાવે
રાગ-આગમાં જલી થાકતાં વિરાગવારિ વરસાવે
પળમાં તૂટે ગૂઢબંધનો, કૂટિલ-કાળ તમાચે
કેવો….. મન – મર્કટ નટ નાચે
કવિ : રવિ ઉપાધ્યાય ‘રવિ’.

Posted in ગીત - પ્રેરણા ગીત | Leave a Comment »

હું માનવ છું …..

Posted by Dr Jagdip Upadhyaya on સપ્ટેમ્બર 1, 2007

હું મા છું
હું માનવ છું…
હું માનવ છું, મુજને કદીયે સંતોષ નથી,
મારી ભૂલો જાણું તો યે, મુજને મુજથી રોષ નથી.

હું માનવ…..
આજ કમાઉં એક, કાલ મન લાખ કમાવા માંગે,
લાખ કમાયે શતલાખોની, તૃષ્ણા મુજને જાગે.
મારી આકાંક્ષા અપરિમિત, એમાં મારો દોષ નથી.
હું માનવ…..

કુદરત પર કાબું મેળવવા, પ્રયોગ આદરતો અવનવા,
ચડું, પડું, આથડું છતાયેં નિત્ય પ્રયત્નો કરું નવા.
હાર કદી હું ના સ્વીકારું, ચાહે જીતનું જોશ નથી.
હું માનવ….

મારી ચંચળ મનોવૃત્તિથી, ધરતીનું હૈયું ધબકે,
મારાં વંશજ વિરાટ, વામન વૈમનસ્યે વલખે.
વસુંધરાના વિષ વિમોચન કરતો આશુતોષ નથી.
હું માનવ…..

શબ્દ અને સંગીત રચના : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રેરણા ગીત | Leave a Comment »

તું જાગ્યો ત્યાથી થયું સવાર…

Posted by Dr Jagdip Upadhyaya on જૂન 5, 2007

તું જાગ્યો ત્યાંથી…..

તું જાગ્યો ત્યાંથી થયું સવાર…
તું જાગ્યો ત્યાંથી થયું સવાર…
તારે તેજપ્રભાત ઉગ્યું, છો જગને છે અંધાર….તું જાગ્યો

ઇંકારેલા સત્ય તણો એકરાર કરી લે આજે.
પસ્તાવાના પુનિત ઝરણે પાવન થાવા ન્હાજે,
આતમને તું ઓળખી લે ને ખોલી અંતર દ્વાર…તું જાગ્યો

પાણી પહેલાં પાળ બાંધવી એ શાણાનું કામ,
મૃત્યુ પહેલાં ભાથું ભરવાં લેવું ઇશ્વર- નામ,
ચેતી લે તું અગમચેત થૈ અગમનિગમ અણસાર…. તું જાગ્યો

પંચતત્વના પરપોટા પર માયાના પડછાયાં,
સચરાચરના ભેદભરમથી ભાવટ પર પથરાયાં
આશ પાશ તું તોડ, પોકારે મુક્તિની પગથાર… તું જાગ્યો

શબ્દરચના, સંગીત: રવિ ઉપાધ્યાય, : ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રેરણા ગીત | Leave a Comment »

વાડ વિના ના ચડતો વેલો

Posted by Dr Jagdip Upadhyaya on મે 24, 2007

આકાશવાણી મુંબઇ રેડીયો પરથી પ્રસારિત આ રચના માલતી જોશીના સ્વરમાં ગવાઇ હતી. આ રચના સાંભળવાં માટે અંહી ક્લીક કરશો.

vaad vina na chdto…

વાડ વિના ના ચડતો વેલો

વાડ વિના ના ચડતો વેલો
હોય કૂવામાં પાણી ત્યારે જાય હવાડે રેલો….

પર્વતના શિખરનો પથ્થર શોભે છે ધરતીથી,
મધદરિયાનું મોજું પામે કિનારો ભરતીથી
સાહસને સહકાર મળેતો સફળ થાય હારેલો…વાડ વિના

ક્યાંથી તપતો હોત સૂરજ, જો દિશા ન હોત ઉગમણી
ક્યાંથી સીંચત શશીસુધા, જો હોત ન રજની રમણી
મોતી પણ લાખોનું થયું, મરજીવો જ્યારે મથેલો…વાડ વિના

પા પગલી શીખવે મા ત્યારે બાળક ભરતો કૂદકો
નાનીશી ચીનગારી હોય તો, થાતો મોટો ભડકો
સાચો ગુરુ મળે તો, ભવ-જળ પાર ઉતરતો ચેલો…વાડ વિના

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રેરણા ગીત | Leave a Comment »

 
%d bloggers like this: