રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગીત – પ્રાર્થનાગીત’ Category

દેવી સરસ્વતી – પ્રાર્થના

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 17, 2009

saraswati-prarthana

મા સરસ્વતીની પૂજા આરાધનાનું વસંતપંચમીમાં મહ્ત્વ હોવાને કારણે કવિ રવિ ઉપાધ્યાયની આ એક લઘુ પ્રાર્થના…..

 દેવી સ્વતી પ્રાર્થના

દેવી સરસ્વતી સદા હ્રદયે વસો મા !
સૂરો મધુર બીનના, જીવને ભરો મા !
હું કોઇ કાજ કુરબાનીનું કાવ્ય થાઉં…!
આ જીંદગી તણી સુવાસ ચિર: જગાવું..!
એ અલ્પ આશ કર પૂર્ણ તું એ જ ચાહું !

કવિ : રવિ ઉપાધ્યાય ( તારીખ : 24 /07/50)
Advertisements

Posted in ગીત - પ્રાર્થનાગીત | Leave a Comment »

દર્શનેચ્છા

Posted by Dr Jagdip Upadhyaya on નવેમ્બર 19, 2008


darshanechha
  
ર્શનેચ્છા

પ્રભુ ! એક વાર દર્શન દ્યો .... પ્રભુ ! એક વાર દર્શન દ્યો ....

    ભવભવના આ ઘર્ષણ વિષ પર અમી-વર્ષણ નીતરો ... 

                                        પ્રભુ ! એક વાર .... 

જનમ જનમની આ જંજાળે, મોહ બંધનો મુજને વાળે.

મમતાની વિષમતા બાળે, પરવશતા પ્રાણો પંપાળે.

        ભક્તિનાં આકર્ષણ ભરો ...  પ્રભુ ! એક વાર  .... 

રાધાનાં વિરહ બાણ ખમી લઉં,  મીરાનાં વિષ-પાન ચહી લઉં,

ધૈર્ય સ્થૈર્ય અસહ્ય ધરી લઉં,ધૂર્ત, ધૃણા અક્ષમ્ય સહી લઉં,

       હવે હેતભર્યા હર્ષણ કરો ...  પ્રભુ ! એક વાર  .... 

હું પામર, મુજ આતમ ક્ષુદ્ર, થાવું એને શાન્ત-સમુદ્ર,

સખ્ય, સૌમ્ય થૈ મટવું રૌદ્ર, ભરું બ્રહ્મ જગ છિદ્રે છિદ્ર,

   એ અભિનવ ઉત્કર્ષણ વરો ... પ્રભુ ! એક વાર  .... 

પ્રભુ ! એક વાર દર્શન દ્યો ....
દર્શન દ્યો ....(2)
પ્રભુ ! એક વાર દર્શન દ્યો .... 

-કવિ -રવિ ઉપાધ્યાય

Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - પ્રાર્થનાગીત | Leave a Comment »

નવવર્ષની વાંછના

Posted by Dr Jagdip Upadhyaya on જાન્યુઆરી 1, 2008

322914038_beae642d9c.jpg

ર્ષની વાંના

સોહે સાત્વિક, સત્ય, શિવ સભર ભાનુ નવાકાશમાં!

દ્યુતિ તેજ પ્રભા, શુચિ જગતને અર્પે સમુલ્લાસમાં!

સમૃધ્ધિ, રસસૌરભો અખૂટ હો, ઐશ્વર્ય આદર્શના!

વ્હેજો નિર્મળ જળ, સરિત – ઉરનાં, નવવર્ષની વાંછના!

– કવિ : રવિ ઉપાધ્યાય, ‘રવિ’ ( વર્ષ 1971માં)

Posted in ગીત - પ્રાર્થનાગીત, ગીત - મુક્તક/યુગ્મક | Leave a Comment »

તારાં કોટિ કિરણોમાંથી… (પ્રાર્થના)

Posted by Dr Jagdip Upadhyaya on એપ્રિલ 12, 2007

તારાં કોટિ કિરણોમાંથી (પ્રાર્થના), શબ્દરચના : રવિ ઉપાધ્યાય : પ્રસ્તાવના (ઑડીયો ક્લીપીંગ), પ્રવક્તા : ડો. જગદીપ ઉપાધ્યાય,સાંભળવા અહીં ક્લીક કરો.
Prarthana comment

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

તારાં કોટિ કિરણોમાંથી (પ્રાર્થના), શબ્દરચના અને સંગીતકાર : રવિ ઉપાધ્યાય, ગાયિકા : હલક ઉપાધ્યાય ( Year : 2003)

****************************************************************************************

તારાં કોટિ કિરણોમાંથી

તારાં કોટિ કિરણોમાંથી કિંચિત કિરણો લાવું
તારાં પાવન ચરણો કેરાં અમી-ઝરણોમાં ન્હાઉં….

એક કિરણ હું અંગ લગાવું, ઉર ભીતર ઉતારું
જરા, મૃત્યુના ભવભય ભેદી નિત નવયૌવન ધારું….

એક કિરણથી કર્મ ધર્મનો મર્મ સક્લ હું લાધું
શબ્દ બ્રહ્મને શાસ્ત્રયોગનો સાર સનાતન સાધું…

જપ તપ તીરથ પુણ્ય પદારથ તૃતીય કિરણથી પામું
ભક્તિ ભાવના, મુક્તિ મોક્ષથી નિખિલ નિરામયી થાઉં
પ્રભુ….! તું મય હું બની જાઉં….કવિ: રવિ ઉપાધ્યાય, “ઉરનાં સૂર” કાવ્ય સંગ્રહ.

Posted in ગીત - પ્રાર્થનાગીત | Leave a Comment »

 
%d bloggers like this: