રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગીત – કૃષ્ણભક્તિ’ Category

હરિવર ક્યાં ગયો…….

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 10, 2008

slide1.jpg

ક્યાં ગયો….  ક્યાં ગયો …. ક્યાં ગયો…… !

મારું મનડું હરીને હરિવર ક્યાં ગયો ….

મારું ચીતડું ચોરી મુરલીધર ક્યાં ગયો ….

કહેને મા જમુના, શરદપુનમના, રમ્યો રાસરમણાં હમણાં અહીં શ્યામ

કે તારા જળથી ધોયું મેં કાજળ તે પળ વહ્યો તું માં ચપળ ઘનશ્યામ

તારો આડંબર જોઇને કાળો ભમ્મર

લાગે મને ડર, દૈ દે શ્યામસુંદર…..

મારું દિલડું દૂભાવી ગિરિધર ક્યાં ગયો …..   ક્યાં ગયો

કહેને કદંબ, હવે કરના વિલંબ, મુજને ના જંપ નંદજાયા વિના ….

સૂની રે વેણું, સૂની વ્રજ રેણું, સૂની છે ધેનું શામળીયા વિના ….

લૈને હું પ્રીતફૂલ, ઘૂમું સારું ગોકુળ

બની હું વ્યાકુળ કહે મારી શી ભૂલ…

મુજને નેહ લગાડી નટવર ક્યાં ગયો …….  ક્યાં ગયો  

કવિ : રવિ ઉપાધ્યાય, રવિ
Advertisements

Posted in ગીત - કૃષ્ણભક્તિ | Leave a Comment »

કૃષ્ણપ્રભુ કર્મયોગી

Posted by Dr Jagdip Upadhyaya on જૂન 1, 2007

“કૃષ્ણ એટલે….”, પ્રસ્તાવના : પ્રવક્તા ડો .જગદીપ ઉપાધ્યાય. સાંભળવા અહીં ક્લિક કરશો.

Krishna etle.wav


 

કૃષ્ણપ્રભુ ર્મયોગી

કૃષ્ણપ્રભુ કર્મયોગી

તમે પ્રેમ કેરા પૂર્ણ અવતાર રે …. કૃષ્ણપ્રભુ કર્મયોગી

તમે કર્મમાં કરાવ્યો અધિકાર રે……. કૃષ્ણપ્રભુ કર્મયોગી

જૂદાં છતાં જોગવ્યો વહેવાર રે……. કૃષ્ણપ્રભુ કર્મયોગી

તમે જળ પર કમળ આકાર રે…… કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગાયો ચારી ગામ ગોંદરે …. વળી પૂજા કરી પરિવાર રે
નંદજીની ધેનુ ચારવા રે, બની બેઠાં આપ ગોપાળ રે.. કૃષ્ણપ્રભુ કર્મયોગી

મથુરામાં મારી કંસને કીધો ઉગ્રસેનને ભૂપ
માતપિતાના બંધન છોડાવીયાં રે તમે જેલખાનું કર્યું તીરથરુપ રે… કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગુરુને ત્યાં ભણવાં ગયાં ને સેવ્યા ગુરુના ચરણ
લાકડાનાં ભારાં લેવા જઇને તમે શીખવાડ્યો ‘ગુરુસેવા ધર્મ’ રે…. કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગરીબ સુદામા મિત્રને રે કર્યો પોતાના કરતા સવાઇ
અજાચક વ્રત એનું જાળવ્યું રે તમે બાંધી બતાવી મિત્રાઇ રે …. કૃષ્ણપ્રભુ કર્મયોગી

પાંડવ કોરવના યુધ્ધમાં તમે હાંક્યો અર્જુન રથ રે
હાથમાં હથિયાર લીધાં વિનાં રે તમે જીતાડ્યો મહાજંગ રે….. કૃષ્ણપ્રભુ કર્મયોગી

યુધિષ્ઠિરે યજ્ઞ આદર્યો ને જમાડ્યાં આઠે વર્ણ
એઠાં પતરાળાં ઉપાડીને રે તમે શીખવ્યો સાચો સેવા ધર્મ રે….. કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગીતા ગાયનાં જ્ઞાન દોહીને તમે પીધાં પાયાં અમૃત
વનીવેણું વગાડી મન રીઝવ્યાં રે તમે વંદનીય છો ભગવાન રે…. કૃષ્ણપ્રભુ કર્મયોગી

શબ્દરચના અને સંગીત : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - કૃષ્ણભક્તિ | 2 Comments »

મેહુલો આવે ને…..

Posted by Dr Jagdip Upadhyaya on એપ્રિલ 26, 2007

મેહુલો વે ને વે….
મેહુલો આવે ને આવે માધવની યાદ…

બેઉં ના છે રૂપ સરખાં સરખાં ઉન્માદ…. મેહુલો..

ધરતીને લાગે મીઠાં મેઘનાં મિલન

શ્યામ વિનાં લાગે સૂનાં સૂનાં સદન

નયનેથી વરસે વસમાં વિરહ વરસાદ.. મેહુલો..

વન વનમાં વિકસે નવાં રૂપની છટાં

ગોકુળીયે ગિરિધર વિનાં કાળી ઘટા

રોમરોમ જાગ્યો એનાં બંસરીના નાદ… મેહુલો…
કવિ, સંગીત : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - કૃષ્ણભક્તિ | Leave a Comment »

 
%d bloggers like this: