રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગીત – ઉર્મિ ગીત’ Category

આઘો આઘો આરો તારો

Posted by Dr Jagdip Upadhyaya on જુલાઇ 18, 2009

sea_storm_slide

ઘો ઘો રો તારો

આઘો આઘો આરો તારો, આઘો આઘો આરો …..

મધદરિયે મોજામાં મછવો, ડગમગ ડોલે તારો.

આઘો આઘો આરો ….. 1 

માથે છે મધરાત મેઘલી, વર્ષાની પળ નહીં વેગળી;

કડ કડ કડ વિજળી કડકડતી, ડૂબવાનો હવે વારો …! 

આઘો આઘો આરો…. 2. 

વાયુની વિજફાળ સતાવે, ઉરમાં ઉલ્કાપાત મચાવે,

આંખોને આંસુડે ઊડે —, શોણિતનો  ફૂવારો !

  આઘો આઘો આરો ….. 3. 

હામ હવે હૈયાની ખૂટી, આશાની સહુ ચિરાગ બૂઝી,

પ્રણય તણી પળ પોકારી રૈ, કોનો તને સહારો ?

આઘો આઘો આરો ….. 4 

તૂફાન જામ્યું દશે દિશામાં, રાહ ન સૂઝે ઘોર નિશામાં

અથડાતો અટવાતો તું તો …, મળે ન કોઇ કિનારો ..

આઘો આઘો આરો ….. 5 

કાળ પળે પળ માથે તોળે, પાડી મૃત્યુ મુખ ખોલે,

ચીરાતી છાતીમાં વ્હેતી -, ધીખી વેદના-ધારો !

 આઘો આઘો આરો ….. 6 

પરભવનાં કૈં પાપ નડ્યાં ? યા શોષિતના કૈં શાપ પડ્યા ?

કે કુદરતને ખોળે મરવા -, ખોળે છે તું લ્હાવો ?

આઘો આઘો આરો ….. 7 

એક વાર પ્રભુ યાદ કરી લે , માનવતાનાં મૂલ ભરી દે !

મરતાં મરતાં કરી જજે તું, જગને પ્રેમ-ઇશારો ….!

 આઘો આઘો આરો ……..તારો,   

આઘો આઘો આરો ….. 8 

કવિ : રવિ ઉપાધ્યાય. “ઉરના સૂર” (1961) કાવ્યસંગ્રહમાંથી

 

Advertisements

Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »

શેં હું ?

Posted by Dr Jagdip Upadhyaya on જુલાઇ 12, 2009

shey hoon

શેં હું ?

શેં હું આજે રજતપટપે તારલાને જગાવું ?

શેં હું આજે રવિશશી તણાં રશ્મિ-કાવ્યો રચાવું ?

ખેંચી લાવું વનવન થકી શેં સુવાસો મધુરી ?

જ્યાં મારી કો, કડી પ્રણયના ગીતની છે અધૂરી ! ….1

 

શાને ગુંજે ભ્રમર મુજ કો કલ્પના કુસુમે ?

શાને વૃક્ષો સરિતતટપે લચમચી આજ ઝૂમે ?

વાગે શાને ઉર સૂર તણી આજ વિણા મધુરી ..?

જ્યાં મારી કો જીવનગીતની છે વિણા આ બસૂરી ?…2

 

શાને માણો જનગણ તમે આજ ઉલ્લાસ છોળો ?

શાને પીવા મધુરસ તમે કો પુડાને નિચોવો ?

શાને વેરી રસસ્મિત તમે ઉર ક્ષુધા શમાવી ?

જ્યાં મારી કો વિકટ ઉરની વેદના ના બૂઝાઇ ?….3

 

કવિ : રવિ ઉપાધ્યાય,

Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »

પથિક તારી જીવનનાવડી

Posted by Dr Jagdip Upadhyaya on મે 27, 2009

Pathik tari naav

થિક તારી જીનાડી

                                પથિક તારી જીવનનાવડી દરિયાપાર ઉતાર….

                                      નાવડી દરિયાપાર ઉતાર …. ! ….1.   

પેલે કિનારે પામીશ પથિક પ્રેમળ –જ્યોતિની ધાર  !   

નવાં અંકુર જડેલાં, સ્વર્ગ તણાં બે દ્વાર …. !        

                                     નાવડી દરિયાપાર ઉતાર …. ! ….2.  

ઘૂઘવે છો ને સાગર આખો, ડરીશ ના તું લગાર !

જો જે ન ખૂટે આતમ શ્રધ્ધા, ભેદજે જલભંડાર ….  

                                      નાવડી દરિયાપાર ઉતાર …. ! ….3. 

માનવહૈયાંની હોળી તણો છે આ કિનારે ચિતાર ….

પેલે કિનારે માનવતાનો નિત્યે થશે જયકાર …   

                                       નાવડી દરિયાપાર ઉતાર …. ! ….4. 

અન્ન ને વસ્ત્ર વિનાનાં અનાથો તરફડતાં અપાર

સંવેદના સર્વેની હરવાં, નિશ્ચિંતે તું નાવ હંકાર …

                                      નાવડી દરિયાપાર ઉતાર …. ! ….5. 

જાત ખોજે, દિનરાત ન જોજે, લાગે છો થાક અપાર .!

પેલે કિનારે વરશે તું ને, વિજયની વરમાળ ….. 

                                     નાવડી દરિયાપાર ઉતાર …. ! ….6.

કવિ : રવિ ઉપાધ્યાય, ઉરનાં સૂર કાવ્ય સંગ્રહ – (1965)   

 

Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - પ્રેરણા ગીત | 1 Comment »

આશાના દીપ જલજે….

Posted by Dr Jagdip Upadhyaya on મે 15, 2009

Ashana Deep Jale

શાના દીજે….

આશાના દીપ જલજે, આશના દીપ જલજે,

માનવતાની મંઝિલ ઉપર તેજ તારાં પાથરજે.

                                     …. તું જલજે….. આશાના 

તારા પ્રેમલ પુનિત પ્રકાશે, પથ અંધારો ઝળહળશે,

તિમિર ભરી રજની હટશે ને નવું પ્રભાત પ્રગટશે,

              જન હૈયે જ્યોતિ ભરજે …. તું જલજે….. આશાના 

અવનિ આરે ઉમટ્યાં આજે ઘોર વ્યથાં કેરાં વાદળ

લોભ લાલસા વેરઝેરનાં વરસે વિષમ અગ્નિ જળ

               અમૃતની ધારા રેલવજે…. તું જલજે….. આશાના 

જાલીમ જુલ્મતણી જંજીરે જકડાયા આજે સૌ જન !

ઝંઝાવાતે જીવન પ્રલાપે, જનગણનાં શોષાતાં મન !

         ત્યાં સ્થૈર્ય ધૈર્ય સૌરભ ભરજે …. તું જલજે….. આશાના 

નહીં બૂઝાતો, ભલે વિંઝાતો વિનાશનો વાયુ ચોપાસ

માનવનાં મનકમલતણાં દલ દલનો કર પલ પલ વિકાસ !

              અંતર સરિતામાં તરજે…. તું જલજે….. આશાના

 

 કવિ :  રવિ ઉપાધ્યાય, “ઉરના સૂર” ( 1962) કાવ્યસંગ્રહમાંથી

 

Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »

હજૂયે યાદ છે મને દિ′ કોક સંધિકા સમે,

Posted by Dr Jagdip Upadhyaya on માર્ચ 25, 2009

સંધ્યા

જૂયે યા છે ને દિ કો સંધિકા મે,

હજૂયે યાદ છે મને દિ કોક સંધિકા સમે,

લટાર મારવા અમે ગયાંતાં વારિધિ તટે...! 

સુગંધ વાયુ-મંડળે ભરંત દ્રુમનાં દલે પ્રકાશનો કસુંબલો......

સ્ફૂરંત રંગ ત્યાં ઢળ્યો હતો, એ મૌન સાગરે,

ન શબ્દ, શ્વાસ એ ભરે, ધીમે ધીમે ....

વહે અફાટ જોશમાં ક્ષિતિજ કેરી ડોકમાં,પરોવે રંગ બિન્દુડાં !

ડૂબંત સૂર્યના સુવર્ણ તેજ પી,બની પ્રમત્ત લ્હેરીઓ સમીર કેરી, 

મીઠી મીઠી શીત ભરી સાથ લૈ આવતો ને, પૃથ્વી પે વહાવતો !

 

સમીરની સુરાવલી હતી, ઊરોને ભાવતી, 

ખળખળાટ હાસ્યમાં તરુવરો નચાવતી,                

ઊડંત મુક્ત પંખીડાં, કિલ્લોલમાં હસાવતી,

દિગંત-રેખથી દ્રવંત, વારિધિ મહીં ભળંત, રક્તરંગી તેજ-ધાર....!

બાંધી ત્યાં હતી જે પાળ, બેસી તેની ઉપરે અમે નિહાળતાં હતાં 

રાચતાં, પ્રફુલ્લતાં સુગંધવાયું ચૂમતાં, ને અવનવા એ રંગનાં ધનું નિહાળતાં હતાં....

 

ત્યાં સ્ફૂર્યો મને વિચાર ! અંતરને આરપાર, 

ઝણઝણત બીન-તાર-શો, વહ્યો કો આંચકો !

જે રંગ જોઇ રાચતો-પ્રફુલ્લતો...ને અવનવી કુમાશ હૈયે માણતો !

 

તે ઘડીકમાં વિલુપ્ત-થૈ જશે, નભેથી લુપ્ત,રેખ એકે નૈ રહે, 

નક્કી વિભાવરી ઢળે, તિમિર ત્યાં ફરી વળે,

જ્યાં રાજ્ય રાત્રિનું ચઢે, એ ક્રમ જીંદગી મહીં,

મનુષ્યની શું દીસતો-ન ? આવતી યુવાની ને વહી જતી ....!

જે રંગ રેલતો યુવાનીમાં ખીલે, રસે, ધસે, જે પુર-બહારમાં 

લુપ્ત તે ન થાય શું ?

આવતી સવારી જ્યાં ડોલતી જરાની ત્યાં ?

જન્મવું ઘડીકમાં ને ખીલવું ઘડીકમાં

રચવું યુવાની કેરી મોજમાં ઘડીકમાં,

ત્યાં નકી જરાની જાળમાં ફસાવું,

પાંગળુ અને બસુરું -

ગીત બસ જરાનું ... ગાવું ...

એક દિતો કાળને મુખે છ જાવું !

વ્યર્થ ખેલ માનવી !

શેં સર્જતો આ દાનવી !

વેર ઝેર તાંડવો

ઘડી ઘડી શું માંડતો ?

 

રંગરેખ ના રહે જ્યમ ક્ષિતીજના તટે

મનુજ-જીંદગીનો કાળ સ્થાયી કોઇ ના રહે !

આજ જે હુલાસ રંગછોળ ઊડતી

યુવાનીની સુરાવલી મધુર ગુંજતા,

કાલ તે જરાના ઘેરા રંગથી -

નક્કી ભૂંસાશે - આ યુવાન અંગથી  ?

વ્યર્થ હું શેં રાચતો ?

યુવાની કાળ આજનો ?

મોજ શોખને મીઠા વિલાસ નીત માણતો?

શેં જરાના અંધકારમાં ભળી જવા અગાઉ -

કાર્યસદ્દ કરી પ્રકાશની ભરી લઊં -

અબૂઝ રંગ જ્યોત હું ન જીવને ? 

શબ્દરચના - રવિ ઉપાધ્યાય.

Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »

વસંતને વધામણાં

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 16, 2009

e0aab5e0aab8e0aa82e0aaa4e0aaa8e0ab87-e0aab5e0aaa7e0aabee0aaaee0aaa3e0aabee0aa82

મહા સુદ પાંચમના દિવસને આપણે વસંત પંચમીના દિવસ તરીકે ઓળખીએ છીએ.હેમંત અને શિશિર ઋતુ પછી આવતાં આ દિવસે વસંત ઋતુનું આગમન થાય છે. ધરતી પર રંગબેરંગી ફૂલો પથરાયા હોય છે. ખેતરમાં જાણે પીળા રંગની ચાદર બિછાવાઇ હોય એવું આપણને લાગે.કેસૂડો પૂરબહારમાં ખિલ્યો હોય અને એની ડાળપર કોયલ ટહુકા કરતી હોય. આવા આહલાદ્ક વાતાવરણમાં પ્રેમી પંખીડાઓનાં દિલમાંથી પ્રેમની સરવાણી ફૂટે અને કવિઓને કવિતા લખતા કરી દે. એવું પણ મનાય છે કે આ વસંતપંચમીનો દિવસ એટ્લે મા સરસ્વતીનો જન્મદિવસ…. એટ્લે કે એની આરાધના, પૂજા, અર્ચના કે વંદન કરવાનો દિવસ.

– ડો. જગદીપ ઉપાધ્યાય

સંને ધાણાં

વસુંધરા દેતી વસંતને વધામણાં
તાલભરી હૈયાનો લેતી ઓવારણાં …. વસુંધરા

અંગ પર અનંગનો ઉમંગરંગ નીંતરે
કંચન કાયા કટોરી પ્રાકૃત અમૃત ઝરે
પહેરી પ્રીતિનાં પટકૂળ સોહામણાં….વસુંધરા

સંધ્યા ઉષાએ રંગ તેજ નૃત્ય આદર્યા
આભની અટારીએથી અબીલગુલાલ ઝર્યાં
હીંચે હર્ષનાં હીંડોળે હૂલામણા…. વસુંધરા

કેસૂડે ફાગનો પરાગ રાગ રેલતો
વન ને ઉપવન વાયુ વીંઝણલો વીંઝતો
કરે કોકીલા ટહુકા લોભામણાં…. વસુંધરા

પુષ્પતણી પાંખડીની પાંપણ પે પોઢતા
માદક મકરંદ પી મધુપ મસ્ત મ્હાલતા
ઘૂમે ઘેરૈયા રંગ – ઘમસાણમાં… વસુંધરા

સ્નેહીનો બોલ મીઠો અંતરપટ ખોલતો,
મનની મંજરીઓનો માંડવડો મ્હોરતો
જાગે જૂગજૂગનાં પ્રીતિ- સંભારણાં…. વસુંધરા

કવિ રવિ ઉપાધ્યાય (08/01/1961)

Posted in ગીત - ઉત્સવગીત, ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »

સાબિતી….

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 11, 2009

e0aab8e0aabee0aaace0aabfe0aaa4e0ab801

 સાબિતી….

નથી તારી છબી, સામે નિરખવા – પાસ તો મારે …
નથી કો ખત વિરહનાં દર્દ રોતો, ” યાદ તું આવે”..!
પરંતુ આ સમે મુજને કરી રહી યાદ તું નક્કી…!
પળે પળ આવતી આ “હેડકી” તે સાબીતી એની …!

કવિ : રવિ ઉપાધ્યાય ( 3/10/1950)

Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - મુક્તક/યુગ્મક | Leave a Comment »

મનુજ જીંદગી…

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 8, 2009

e0aaaee0aaa8e0ab81e0aa9c-e0aa9ce0ab80e0aa82e0aaa6e0aa97e0ab80

નુ જીંગી…

અહા ! જાણી લીધો ક્રમ મનુજની જીંદગી તણો

ચગે વંટોળો તે શમે ફરી, ફરી એ ચગી શમે…

ત્રિકાલો એવા ત્યાં બચપણ, યુવાની પછી જરા

નક્કી છેલ્લે મૃત્યુ… ભરતી પછી શું ઓટ જલધે…!

 કવિ : રવિ ઉપાધ્યાય ( 15/05/1950)

 

Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - મુક્તક/યુગ્મક | Leave a Comment »

ખત મળ્યે…..

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 7, 2009

khat-malyeળ્યે…..

સૂના હૈયે જાગે નવલરસનું શાંત-ઝરણું…

અધીરા આત્માને ડૂબતું મળતું જેમ તરણું….

અહા ! એવા ભાવે હ્રદય મૂક શાંતિ અનુભવે..

 ટૂંકો તો યે તારા કર થકી લખેલો ખત મળ્યે…… 

કવિ : રવિ ઉપાધ્યાય ( 18 / 04 / 1950 )

 

Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - મુક્તક/યુગ્મક, ગીત - વિરહ ગીત | Leave a Comment »

મારે હૈયે નિતનિત નવાં

Posted by Dr Jagdip Upadhyaya on ડિસેમ્બર 29, 2008

mare-haiye-nitnit-navaa1

મારે હૈયે નિનિ

મારે હૈયે નિતનિત નવાં જાગતાં ઉર્મિ-ગીતો,

વ્હેતાં આવે ઉર-સરસપે નિત્ય રંગીન-સ્મિતો;

એ ગીતોમાં સ્મિત ભળી બને સિદ્ધ કો સ્વપ્ન મારું

તો હું વિશ્વે વ્યથિત ઉરનાં બેસૂરાં ગીત ટાળું !

 

 

પામું જો હું રવિશશી થકી રશ્મિ કો એક દિવ્ય,

ને વારિધિ કદીક અરપે, બિન્દુ કો એક ભવ્ય;

તો સર્જાવું અનુપમ ધનુ વિશ્વ-વિરાટ-વ્યોમે

ને થૈ જાઉં સરલ પથ હું વિશ્વ­-અંધાર-ભોમે !.

 

એક્કે અર્પે કલી કમલની દિવ્ય મા શારદા જો !

ને ગુંજાવે સુમધુર સૂરે માત વાત્સલ્ય વીણા;

તો હું થાઉં ધૂપ તણી સળી, ત્યાગ ગંગા વહાવી-

ચેતાવું ત્યાં સુરભ-દિવડા જ્યાં બૂઝી માણસાઇ !

 

કવિ: રવિ ઉપાધ્યાય, ઉરના સૂર કાવ્ય સંગ્રહ (1961)

Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »

દર્શનેચ્છા

Posted by Dr Jagdip Upadhyaya on નવેમ્બર 19, 2008


darshanechha
  
ર્શનેચ્છા

પ્રભુ ! એક વાર દર્શન દ્યો .... પ્રભુ ! એક વાર દર્શન દ્યો ....

    ભવભવના આ ઘર્ષણ વિષ પર અમી-વર્ષણ નીતરો ... 

                                        પ્રભુ ! એક વાર .... 

જનમ જનમની આ જંજાળે, મોહ બંધનો મુજને વાળે.

મમતાની વિષમતા બાળે, પરવશતા પ્રાણો પંપાળે.

        ભક્તિનાં આકર્ષણ ભરો ...  પ્રભુ ! એક વાર  .... 

રાધાનાં વિરહ બાણ ખમી લઉં,  મીરાનાં વિષ-પાન ચહી લઉં,

ધૈર્ય સ્થૈર્ય અસહ્ય ધરી લઉં,ધૂર્ત, ધૃણા અક્ષમ્ય સહી લઉં,

       હવે હેતભર્યા હર્ષણ કરો ...  પ્રભુ ! એક વાર  .... 

હું પામર, મુજ આતમ ક્ષુદ્ર, થાવું એને શાન્ત-સમુદ્ર,

સખ્ય, સૌમ્ય થૈ મટવું રૌદ્ર, ભરું બ્રહ્મ જગ છિદ્રે છિદ્ર,

   એ અભિનવ ઉત્કર્ષણ વરો ... પ્રભુ ! એક વાર  .... 

પ્રભુ ! એક વાર દર્શન દ્યો ....
દર્શન દ્યો ....(2)
પ્રભુ ! એક વાર દર્શન દ્યો .... 

-કવિ -રવિ ઉપાધ્યાય

Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - પ્રાર્થનાગીત | Leave a Comment »

દિવાળી રાય તણી , હોળી રંક તણી

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 25, 2008

1950માં કવિ શ્રા રવિ ઉપાધ્યાયે લખેલ આ કાવ્યમાં વર્ણવાયેલ પ્રવર્તતી સમાજની વિષમતા આજે 2008માં પણ એજ માત્રામાં પ્રવર્તે છે. દેશની આઝાદીનો અર્થ શું? હોળી હોય કે દિવાળી… હાલાતમાં કોઇ ફરક પડતો નથી

િવાળી રાય તણી , હોળી રંક તણી
્રગટ્યાતા કૈં લાખો દીપક,ગ્રામતણી કોઇ શેરીમાં, 
બંધાયાતા ઊંચા મંડપ, રાય તણી હવેલીમાં .... 1 
દિવાળીનાં કુમકુમ પગલાં, પથરાયાંતાં ઘરે ઘરે, 
આભે આતશબાજી, ગભરાં બાળકનાં મન હરે હરે !... 2 
બાળ વૃધ્ધને યુવાન સહુંનાં, મન મોજે ફૂલાતાંતાં ! 
સ્વતંત્ર ભારતની દિવાળી, હર્ષ થકી ઉજવતાંતા !... 3 
બાળ એક અતિ દૂર્બળ દેહે, અંધારે અટવાતુંતું ! 
અંગે વસ્ત્રો ફાટ્યેતૂટ્યે, હ્રદયે તે ગભરાતુંતું !... 4 
વૃધ્ધા માતા ચાર દિવસથી, અન્ન વિનાં તરફડતીતી ! 
ગંધાતી કોઇ ગલીએ વસતી, ઝૂંપડીએ તે સડતીતી !.. 5 
બાળ ધનિકનાં નીરખી કાંઇ, આનંદે ફૂલ ફૂલાતાં ! 
બાળ ગરીબની લાચારી મહીં, જીવનનાં મૂલ મૂલાતાં !... 6   
હૈયે ઉદધિ અશ્રુનાં કૈં, દોડ્યું માની ખાટ ભણી !
 લપાઇ માની સોડ મહીં ને ખાળી સરિતા અશ્રું તણી !... 7 
 મા, મા, મુજને નહીં આપે તું ફટાકડાં ને સુંદર વસ્ત્ર ! 
જોને સઘળાં, બાળકને તું ! આનંદ દીસે છે મસ્ત ! ... 8 
માતાએ ખાળ્યાં કાંઇ આંસુ, આધિ, વ્યાધિ, ઉપાધિનાં ! 
હાથ ફેરવ્યો પુત્ર દેહ પર, અંધારાં આવ્યાં ભૂખનાં ...! 9 
બેટા મારાં, મોટો થઇને મોટર ગાડીમાં ફરજે 
સુકીર્તિ પામી સારી ને કમાઇ તું મોટી કરજે ....! 10 
આજે તો આ દેહતણાં છે, હાડમાંસ એ મારાં ધન ! 
મૂડી મારી-મમતા તારી, દોલતમાં છે તારું તન ! ... 11
રંકજનોને આ અવનિ પર જીવવાનો છે કાંઇ ન હક્ક ! 
 હાય ગરીબો લૂંટી ગયા-, શ્રીમંતોનો અમ પર શક ! ... 12 
દિવાળી ના રંક તણી આ, રાય તણી આ દિવાળી ! 
ભૂખ, ગરીબી, ત્રાસથી જલતી ,રંક તણી જીવન-હોળી ! ... 13  
 મ્હેફીલો મિષ્ટાન્નો કેરી, સર્જાઇ શ્રીમંતો કાજ ! 
ભૂખમરો કાળી ગુલામી - રંક તણાં એ સુખ ને સાજ !... 14   
સુંદર વસ્ત્રો ને શણગારો, દેહ ધરે એ ધન - અભિમાન ! 
ફાટ્યાં વસ્ત્રે દેહ ઉઘાડે - આથડતાં અમ ગરીબ - બાળ ! ... 15 
નૂતન વર્ષના શુભ અવસરે, વિરમ્યા વૃધ્ધાનાં તન-શ્વાસ ! 
ભડ ભડ જલતી ચિતા સ્મશાને-બાળી રહીતી હાડ ને માંસ !..16 
સાલ મુબારકના સંદેશા, ઘેર ઘેર ઊચરાતા  તાં !
 ભૂત કારમાં નિરાશાનાં, રંક બાળ મુંઝવતાં તાં ! ... 17 
ભૂખ, ગરીબીના અન્યાયો, દીસે હિન્દનાં ખૂણે ખૂણે ! 
સંતાયો ક્યાં ઇશ તું તોળી - અન્યાયો આ, પળે પળે ! ... 18
 કવિ - રવિ ઉપાધ્યાય

Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - પ્રસંગોચિત્ત | Leave a Comment »

મુજને રડાવી …..

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 25, 2008

 
મુજને રડાવી .....

 

મુજને રડાવી  દુનિયા તું દિલભર હસી લે...

કિસ્મત બનાવનારો રૂદન મિટાવી દેશે.

મુજ સ્થાન, માન, સઘળું લૂંટાય તો લૂંટી લે

વેરાનમાં વિધાતા ઉપવન બનાવી દેશે.

વિંઝી વિનાશવાયુ છો મુજ દિપક બૂઝાવે

જ્યોતિ જલાવી ઇશ્વર જીવન ઉજાળી દેશે.

તું છો અમાસ કેરાં અંધારાં પાથરી દે

પરવરદિગાર મારો.... પુનમ બનાવી દેશે.

છોને કરે કથીરથી મુજ કાર્યની કદર તું

પારસમણી પ્રભુવર કંચન બનાવી દેશે.

- રવિ ઉપાધ્યાય  

Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »

ઉર ઉભરા

Posted by Dr Jagdip Upadhyaya on જુલાઇ 31, 2008

રા

ઉર ઉભરા … ઉર ઉભરા…

ઉર ઉદધિના રસ ઉભરા… !

કાવ્યકલાના ફૂલ ગજરા…

                                મમ જીવનના ધન ઢગલા …! ઉર ઉભરા … ઉર ઉભરા…

 

માનવ – મનના મોંઘા ગીતો

અણવિકસ્યાં, અધવિકસ્યાં સ્મિતો !

સુરભિ સ્ફૂર્યા…

ચેતન પ્રેર્યાં …

સરલ, તરંગીત સ્નેહલ મીતો

પ્રાકૃત સંગીતે સભરાં

                              ગાવાં, વહવું ઉર – ઉભરા …!  ઉર ઉભરા … ઉર ઉભરા…

 

વણખેડી હૈયાની કેડી

શોષિતોનાં શ્વાસ જડેલી

મુરઝાઇને દૂર પડેલી

આહભરી કો  બંધ કળી

જાગૃતિ – ઝંકાર જગાવી

કુરબાનીનાં કાવ્ય રચાવી

સીંચુ ત્યાં માનવ્ય ઝરાં

રેલાવી   હું   ઉર – ઉભરા…

                    ઉર ઉભરા … !

                   ઉર ઉભરા… !

ઉર ઉદધિના રસ – ઉભરા…!

                    ઉર ઉભરા … !

 

કવિ : રવિ ઉપાધ્યાય . (15/02/1954)

 

Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »

પરવાનાને

Posted by Dr Jagdip Upadhyaya on જુલાઇ 30, 2008

વાનાને….

જલતા ઓ પરવાના

જલતા ઓ પરવાના….

તું કહેને મજાશી જલવામાં …. ?

 

સ્નેહલ રંગે,  શમાની સંગે….

કહેને મજા શી રમવામાં ?

તું કહેને મજા શી જલવામાં ….?

 

શમાની આગમાં તું ખાખ થઇ જઇશ પલભરમાં …!

ખબર હોવાં છતાં શાને રમે તું મોતના મુખમાં … ?

કહે એ મૌત શું તારાં જીવનની જીવતી-કવિતા ?

વહે તુજ ખાખમાંથી શું, સનમની સુરભિ-સરિતા ?

તને મૌજ મળે શી લૂંટાવામાં ….. ?

                  તું કહેને મજાશી જલવામાં …?        જલતા..

 

મહોબ્બત કાજ શું તારે સહી લેવી સીતમ જ્વાલા ?

દ ઇને દાન આત્માનાં પહેરવી પ્રેમની માળા ?

સનમની આગમાં બરબાદ થ ઇ ઘણું ફના થાવું …!

છતાંયે કોઇ દિન ફરિયાદ કેરું નામ ના લેવું … !

તને મળે શું બેદર્દી બનવામાં …. ?

તું કહેને મજા શી જલવામાં …. ?

 

જગતનાં સાંકડાં હૈયે ન તારી પ્રીત પીછાણી ….. !

અગર ના સ્નેહની તારી કવિતા કોઇએ ગાઇ ….!

છતાં તું મસ્ત-મસ્તિમાંૢ જલનની એક બસ ધૂનમાં ?

બજાવે બીન તું તારું, સનમનાં ત્યાગનાં સૂરમાં ….!

તને મળે શી શાતાં શમવામાં ?

તું કહેને મજા શી જલવામાં …?

 

જલતાં ઓ પરવાનાં …..!

તું કહેને મજા શી જલવામાં ….?

 

કવિ : રવિ ઉપાધ્યાય ( 10/04/1950)

 

Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »

 
%d bloggers like this: