રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગીત – અંબાભક્તિ’ Category

જય હે…! સપ્તશૃંગી મા અંબા …!

Posted by Dr Jagdip Upadhyaya on ડિસેમ્બર 20, 2009

 

જય હે…! સપ્તશૃંગી મા અંબા …!

જય હે…! સપ્તશૃંગી મા અંબા…!(2)

સપ્તશૃંગી મા અંબા…!  સપ્તશૃંગી જગદંબા…! (2)

સપ્તશૃંગી માડી… હે….! સપ્તશૃંગી મા અંબા…!

જય હે…! સપ્તશૃંગી મા અંબા…!

 

તું ગૌરી-ગંગા ગાયત્રી, તું ગીતા-સીતા સાવિત્રી

તું બ્રહ્માણી તું રૂદ્રાણી, તું ચંડી ચામુંડા….

જય હે…! સપ્તશૃંગી મા અંબા…! (2)

 

અંબિકા તું આરાસુરની…., પાવાગઢની તું મહાકાળી…., (2)

દક્ષિણની તું તુળજા ભવાની….(2), જય જય વિશ્વનિયંતા……

જય હે…! સપ્તશૃંગી મા અંબા…! (2)

સપ્તશૃંગી મા અંબા…!  સપ્તશૃંગી જગદંબા…! (2)

સપ્તશૃંગી માડી… હે….! સપ્તશૃંગી મા અંબા…!

જય હે…! સપ્તશૃંગી મા અંબા…! ( ….)

***************************************************

” જય હે…! સપ્તશૃંગી મા અંબા…! “ કવિ : રવિ ઉપાધ્યાય, સંગીત : દત્તા થીટે, ગાયક : કરશન સાગઠીયા, મ્યુઝિક વિડિયો આલ્બમ : “ માતાનાં ચરણોમાં..”

Advertisements

Posted in ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ, Saptashrungi Maata | Leave a Comment »

મન હે…! સપ્તશૃંગી તું રટી લે….!

Posted by Dr Jagdip Upadhyaya on નવેમ્બર 3, 2009

 

 

હે…! પ્તશૃંગી તું ટી લે….!  

મન હે…! સપ્તશૃંગી તું રટી લે….! (2)

હૈયે રાખી ટેક એક તું,(2) મૈયામય થઇ જીવી લે…..હો…!

સપ્તશૃંગી તું રટી લે….! મન હે…! સપ્તશૃંગી તું રટી લે….! 

કામ, ક્રોધ ‘ને મદ-મત્સર સહુ, માયારૂપી ખેલ સહું જૂઠાં…..(2)

શરણાંગતને સહાય કરે મા..(2) અંતર્યામી જપી લે…હો….!

સપ્તશૃંગી તું રટી લે….! મન હે…! સપ્તશૃંગી તું રટી લે….!

વિષનાં અમૃત કરતી મૈયા, પાપીજન સહું થાતાં પાવન…..(2)

અંતરની સહુ આશ પૂરે મા… (2) શ્રધ્ધાભાવ ધરી લે…. હો…!

સપ્તશૃંગી તું રટી લે….! મન હે…! સપ્તશૃંગી તું રટી લે….!

ભવ ભવનાં મા બંધન તોડી, તવ ચરણે દે પ્રિતિ જોડી…. (2)

વિનવે બાળ સહું કર જોડી…(2) તવ ચરણે સ્થાપી લે…..હો…!

સપ્તશૃંગી તું રટી લે….! મન હે…! સપ્તશૃંગી તું રટી લે….!

********************************************** **************************************

કવિ : રવિ ઉપાધ્યાય, સંગીતકાર અને ગાયક : દત્તા થીટે, મ્યુઝિક વિડિયો આલ્બમ : “ માતાનાં ચરણોમાં “  પ્રસ્તુતકર્તા : મનોહર કદમ, ગાયત્રી ફિલ્મસ સેવા સહકારી સંસ્થા લી.

Posted in ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ, Saptashrungi Maata | 1 Comment »

જય જય અંબે….. મૈયા અંબે …..

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 27, 2009

જય જય અંબે….. મૈયા અંબે …..

જય જય અંબે….. મૈયા અંબે ….. (2)
મહામાયા અંબે ….. સપ્તશૃંગી મા અંબે …… (2)
તોડી સહું બંધન ‘ને નાતો…. તુજથી જોડી પ્રિત….
મૈયા અંબે ….. જય જય અંબે …….

દુર્ગમ ગઢ પર તું વસતી મા, દિવ્ય સજી શણગાર …. (2)
પ્રેમ, દયા ‘ને ક્ષમા તણી તું… (2) મંગલમૂરત મહાન….અંબે….!(2)
જય જય અંબે….. મૈયા અંબે ….. (2)

મુખ મનોહર માત તમારું જોવાને મન થાય (2)
સૂર્યસમું તવ તેજ અવિચળ.. (2) અવનિમાં પથરાય …અંબે…!
જય જય અંબે….. મૈયા અંબે ….. (2)

દીનજનો પર દયા કરી મા દિવ્ય દર્શનો આપો
કષ્ટો કોટિ કાપી મૈયા… (2) ચરણકમળમાં સ્થાપો…..! (2)
જય જય અંબે….. મૈયા અંબે ….. (2)
મહામાયા અંબે ….. સપ્તશૃંગી મા અંબે …… (2)
તોડી સહું બંધન ‘ને નાતો…. તુજથી જોડી પ્રિત….
મૈયા અંબે ….. જય જય અંબે …….(2) જય જય અંબે….. મૈયા અંબે ….. (2)
************************************************
કવિ : રવિ ઉપાધ્યાય, સંગીત : દત્તા થીટે, ગાયક : કરશન સાગઠીયા,મ્યુઝિક આલ્બમ : “માતાનાં ચરણોમાં

Posted in ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ, Saptashrungi Maata | Leave a Comment »

સાચું સપ્તશૃંગી નામ ….

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 8, 2009

સાચું પ્તશૃંગી ના ….

સાચું સપ્તશૃંગી નામ …. હો……! સાચું સપ્તશૃંગી નામ

          નિશદિન સ્મરણ કરી લે માનવ, ભૂલી જઇ અવરતમાં..                       

સાચું સપ્તશૃંગી…..

મોહમાયા ‘ને મમતા સઘળાં,જૂઠાં તડકાં છાયાં……

અહ:નિરંતર જપી લે અંબે,પાવન કરવાં કાયા રે …!.              

સાચું સપ્તશૃંગી ……

ભાવ ધરીને ભક્તિ કરજે,બેડો પાર ઉતરશે

જનમ જનમનાં ફેરાં ટળશે,મુક્તિ દ્વાર ઉઘડશે ….

સાચું સપ્તશૃંગી……

*****************************************************

કવિ : રવિ ઉપાધ્યાય,  સંગીતકાર : દત્તા થીટે,ગાયક : ટી. નારાયણ           

 મ્યુઝિક વિડિયો આલ્બમ : “ માતાનાં ચરણોમાં “  પ્રસ્તુતકર્તા : મનોહર કદમ,

ગાયત્રી ફિલ્મસ સેવા સહકારી સંસ્થા લી.

Posted in ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ, Saptashrungi Maata | Leave a Comment »

ચાલો …, ચાલો જઇએ….! જઇએ માતાને ધામ…!

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 8, 2009

ચાલો …, ચાલો જઇએ….! જઇએ માતાને ધામ…!

ચાલો …, ચાલો જઇએ….! જઇએ માતાને ધામ…! (2)

લેતાં …. ,રટતાં લેતાં ….! માતાજીનું નામ… ! (2) ચાલો …, ચાલો

માડીનાં આંગણામાં તુલસીના ક્યારા..!.

ચારે બાજુ થાય ખુશીનાં અજવાળાં… !

આશિષ લેવાં એનાં …,આવે છે નર ‘ને નાર…!

લેતાં …. ,રટતાં લેતાં ….! માતાજીનું નામ… ! ચાલો …, ચાલો 

માડીનાં હાથમાં ખડ્ગ ’ને ત્રિશૂળ…..!

કરતાં દુષ્ટોના નાશ, પાપીઓના કાળ ….!

વરસાવે છે મમતા… ભક્તો પર અપાર…

લેતાં …. ,રટતાં લેતાં ….! માતાજીનું નામ… ! ચાલો …, ચાલો 

માડી બોલે ત્યારે ફૂલડાં ઝરે…!

માડીની આંખોથી અમી વરસે…!

કુમકુમનાં પગલાં પાડે ચારેકોર…!

લેતાં …. ,રટતાં લેતાં ….! માતાજીનું નામ… !  ચાલો …, ચાલો

**************************************************************                                                               કવિ : રવિ ઉપાધ્યાય, સંગીતકાર અને ગાયક  : દત્તા થીટે,   મ્યુઝિક વિડિયો આલ્બમ : “ માતાનાં ચરણોમાં “ પ્રસ્તુતકર્તા : મનોહર કદમ, ગાયત્રી ફિલ્મસ સેવા સહકારી સંસ્થા લી.

Posted in ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ, Saptashrungi Maata | Leave a Comment »

મનને આંગણ થાય અંધારૂ ત્યાં….

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 8, 2009

ને આંથા અંધારૂ ત્યાં….

મનને આંગણ થાય અંધારૂ ત્યાં, દિવો શક્તિનો કરજે….

તિમિર હટે ને જ્યોતિ પ્રકાશે,.મૈયા દિવ્ય પ્રગટશે…. હો …..!

                                                      જય જય મા….., જગદંબા…

કોઇ ન તારું થાય આ જગમાં..,દિશ દિશથી ઠોકર વાગે…

શરણ ગ્રહી લે સપ્તશૃંગીનો….,પળમાં દુ:ખ સહુ ભાગે… હો…!

                                                       જય જય મા….., જગદંબા… 

જ્ઞાનેશ્વર ‘ને નામદેવ, વળી રામદાસે આરાધેલી…

પ્રસન્ન થઇ માડીએ દીધી, આશિષ પ્રેમ – પ્રસાદી … હો …!

                                                       જય જય મા….., જગદંબા…

***********************************************************

 કવિ : રવિ ઉપાધ્યાય

 સંગીતકાર : દત્તા થીટે, ગાયિકા : અનુપમા દેશપાંડે.

 મ્યુઝિક વિડિયો આલ્બમ : માતાનાં ચરણોમાં  

 પ્રસ્તુતકર્તા : મનોહર કદમ,

ગાયત્રી ફિલ્મસ સેવા સહકારી સંસ્થા લી.

Posted in ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ, Saptashrungi Maata | Leave a Comment »

સપ્તશૃંગી તુજ દર્શન દુર્લભ..!

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 7, 2009

પ્તશૃંગી તુર્શ દુર્લ..!

સપ્તશૃંગી તુજ દર્શન દુર્લભ..!.સપ્તશૃંગી તુજ દર્શન દુર્લભ…!
 સપ્તશૃંગી તુજ દર્શન દુર્લભ..! દુ:ખ ભાગે સહુ દર્શનથી…..
શીશ નમાવી તુજ ચરણોમાં, કરું વંદના તન મનથી….સપ્તશૃંગી
 

આદ્યશક્તિ પરબ્રહ્મ સ્વરૂપી….., હે..જગજનની માતા તું…!.
સંત, મહંત અનંત તુ પૂજીત, તું છે અભય વરદાતા….!.
વિશ્વ સકળ પાવન થાયે, તુજ દિવ્ય અમીવર્ષણથી….  સપ્તશૃંગી……

વેદવદી સુવિખ્યાત તું મૈયા.. મહિમા તારો અપરંપાર….!
સચરાચરમાં પ્રાણ પૂરે તું ! કરતાં સહુ તવ જય જયકાર..!.
ઉતરે ભવજળ પાર ભક્ત સહુ તારાં પૂજન અર્ચનથી….    સપ્તશૃંગી……

માર્યો મહિષાસૂર અસૂરને… ચંડમૂંડ ને માર્યા …
દેવોના દુ:ખ સંકટ હરવા દાનવ સહુ સંહાર્યા…
તું ભક્તિ, તું મુક્તિ…  શક્તિ સહુ તીરથ આરાધનથી…  સપ્તશૃંગી……

*************************************************************************

કવિ : રવિ ઉપાધ્યાય,

સંગીતકાર : દત્તા થીટે, ગાયિકા : અનુપમા દેશપાંડે. 

મ્યુઝિક વિડિયો આલ્બમ : “ માતાનાં ચરણોમાં “

 પ્રસ્તુતકર્તા : મનોહર કદમ, ગાયત્રી ફિલ્મસ સેવા સહકારી સંસ્થા લી.

Posted in ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ, Saptashrungi Maata | Leave a Comment »

ગરબો નવરાતનો

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 5, 2008

 બો રાનો

(રાગ - લોકગીત -ઢાળ, તાલ - દાદરા)

ચેતનની ચંદ્રિકાઓ ચમકે,

અનંત-જ્યોત ઝબકે,

               રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 1

નભની નિહારિકાને હાટે,

વિરાટ-વ્યોમ વાટે,

              રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 2
ધખધખતી ધરતી હૈયે હેમંત થઇ,

વર્ષા હરસી વરસી તરસી દિગંત મહીં,

અંબર અટારીઓને લીંપી,

શરદ શુભ્ર દીપી,

           રે.... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 3

વનવનને ઉપવનમાં વિકસે કૈં વલ્લરિ,

મંદમંદ સુગંધ વહે બંધ પુષ્પની કળી,

અવનિની ઓઢણી રંગાતી,

મસ્તીમાં મદમાતી,

            રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 4

યુગમાતા અંબા ગરબે રમવા આવતાં,

મંગલ ૐકાર તણા ઝંકાર જગાવતાં,

ગરબા, ગાયત્રી, છંદ ગાતાં

હવન .... હોમ.... થાતાં,

            રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 5

આતમનાં ઓજસ પરમાતમને પ્રેરતાં,

અંતરના જંતર મધુર સૂર રેલતાં,

આશાના ઓથ અવિનાશી,

રેલાય .... રંગ રાશિ,

            રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 6

મનના મનોરથની મંજરીઓ મ્હોરતી,

કુંજ કુંજ જીન્દગીને રસવસંત ફોરતી,

ભક્તિ-ગંગાના નીરે ન્હાતાં,

            રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 7

 

કવિ – રવિ ઉપાધ્યાય,

( ઉરના સૂર અને નવરાત્ર નિર્ઝરિણિમાં પ્રકાશિત)

 

Posted in ગરબો / ગરબી, ગીત - અંબાભક્તિ | Tagged: | 1 Comment »

રંગભરી રંગભરી આજ દીઠીમેં

Posted by Dr Jagdip Upadhyaya on સપ્ટેમ્બર 29, 2008

રંરી રંરી દીઠીમેં

(ઝટ જાઓ, ચંદનહાર લાવો – એ રાહે)

રંગભરી રંગભરી આજ દીઠીમેં માજીની આંખ,

એની પાપણનો પાવક પમરાટ, પમરાવે જીવનની વાટ. – રંગભરી

અંગે ઓઢી છે માએ નવરંગી ચૂંદડી,

ગરબો લૈ શીર પર ફરે ફેર ફૂંદડી,

અમી વત્સલની રેલાવે ધાર….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

ચળકંતા ચંદ્ર તણો ભાલે છે ચાંદલો,

નાકે નથણીનું નંગ નભનો છે તારલો,

સૂર્ય સોહે થૈ શીર તણો તાજ….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

સ્નેહલ સુવાસ ભર્યું સ્મિત મીઠું ઓપતું,

યુગના કલ્યાણ કેરું ગીત દિવ્ય ગુંજતું,

મુખે મનહર મધુરો મલકાટ….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

કુમકુમ વેરાય માની પાવક પાવડીએ

પાવન બનાવી સારી અવનિ માવડીએ,

તેજ તેજનાં જગાવે અંબાર….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

સંકટ સમયે માએ સૂરોને તાર્યાં,

ધરતીને ખંડ ખંડ પાપીઓને માર્યા,

એની વાગી વિરાટ વ્યોમ હાક….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

અવનિના લોક તારી ઉતારે આરતી,

સ્નેહે સ્મરીને તારી પૂજે સૌ પાવડી,

જાય જીવનની નાવ પેલે પાર….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

રંગભરી રંગભરી આજ દીઠી મેં માજીની આંખ,

એની પાંપણનો પાવક પમરાટ, પમરાવે જીવનની વાટ.

કવિ – રવિ ઉપાધ્યાય ( તારીખ – 17/1/1951)

Posted in ગરબો / ગરબી, ગીત - અંબાભક્તિ | Tagged: , , , | Leave a Comment »

ડગે ડગ ઠોકરો વાગે

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 12, 2007

ગે ઠોરો વાગે
( મુહબ્બત પર બહાર આતી તો…. એ રાહે)

ડગે ડગ ઠોકરો વાગે, પડું તો તું ઉપાડી લે,
જીવન વનમાં મળે કાંટા, તો પુષ્પો તું બનાવી દે….

પડ્યું મા, નાવ મઝધારે, મચ્યું તોફાન તો ભારે,
પ્રલયનાં વિજ ચમકારે, તૂટે વર્ષાં મુશળધારે,
સહારો ના મળે ત્યારે, કિનારો તું બતાવી દે
ડગે ડગ ઠોકરો વાગે, પડું તો તું ઉપાડી લે!

બન્યો બે હાલ હું માડી, વિકટ છે જીન્દગી સારી,
રડી રે આંખડી મારી, હ્રદયમાં આગ-ચિનગારી!
વ્યથામાં હું વલોવાતો, મને મા તું ઉગારી લે
ડગે ડગ ઠોકરો વાગે, પડું તો તું ઉપાડી લે!

પડ્યો ભૂલો હું ભવરણમાં, પીડાતો ઘોર આફતમાં,
નિરાશાનાં આ નિર્ઝરણાં જગાવે ઉરમાં ઉઝરડાં,
હવે મુજ દ્વાર હૈયાનાં દયાળું તું ઉઘાડી દે
ડગે ડગ ઠોકરો વાગે, પડું તો તું ઉપાડી લે!

જૂઠી કાયા ને માયાનાં દે મારાં બંધનો તોડી
તૂટેલાં તાર દે જોડી ‘ રવિ’ વિનવે મા કરજોડી!
પ્રકાશી પ્રેમ જ્યોતિ મા, જીવન-કેડી ઉજાળી દે
ડગે ડગ ઠોકરો વાગે, પડું તો તું ઉપાડી લે!

કવિ : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - અંબાભક્તિ | Leave a Comment »

હે… પરમ પુનિત મા પાવન….. !

Posted by Dr Jagdip Upadhyaya on મે 30, 2007

ambaji-2.jpg

 

હે… પુનિ મા પાન….. !

હે… પરમ પુનિત મા પાવન….. !

હે… પરમ પુનિત મા પાવન….. !

જનમ જનમથી યાચું, ટાળોમિથ્યા આવન જાવન…….

જલ જલ થલ થલ જડ ચેતન તવ, સુરભિત સ્પર્શે થતા મુદિત અવ

કણ કણ રણ રેણુ વન ઉપવન, અવિરત ઉદિત શુચિ સ્પંદિત રવ

મુક્તિ તૃષા ના છીપે અવરથી, રેલો સ્મિતના શ્રાવણ…..     હે.. પરમ

સચરાચર સૌન્દર્ય ઇષ્ટ તવ વિલસે અંતરીક્ષ ધરા તલ

સાત્વિક દીપ, અલૌકિક દિપ્તિ, હરે તિમિરનાં ઘન વાદળ દલ

અમર્ત્ય-અમૃત દિયો ભૃત્યને, ભુવનેશ્વરી મનભાવન….     હે.. પરમ

શોષિત, શ્રમિત, પ્રફુલ્લિત, વિકસીત, તવ ચેતનઅર્ચિત સુરક્ષિત

નિ:સર્ગની સ્વર્ગંગ અસિમીત શ્રી ધી પ્રૌજ્જ્વલ પૂર્ણ પ્રકાશિત

મદ-મત્સર મહિષાસુર મર્દો, રોળો રૌદ્રના રાવણ…..     હે .. પરમ

શબ્દરચના અને સ્વરાંકન : રવિ ઉપાધ્યાય 

Posted in ગીત - અંબાભક્તિ | Leave a Comment »

હે… પરમ પુનિત મા પાવન

Posted by Dr Jagdip Upadhyaya on મે 28, 2007

હે પુનિ મા પા

હે… પરમ પુનિત મા પાવન….. !
હે… પરમ પુનિત મા પાવન….. !
જનમ જનમથી યાચું, ટાળો
મિથ્યા આવન જાવન…….

જલ જલ થલ થલ જડ ચેતન તવ, સુરભિત સ્પર્શે થતા મુદિત અવ
કણ કણ રણ રેણુ વન ઉપવન, અવિરત ઉદિત શુચિ સ્પંદિત રવ
મુક્તિ તૃષા ના છીપે અવરથી, રેલો સ્મિતના શ્રાવણ….. હે.. પરમ
સચરાચર સૌન્દર્ય ઇષ્ટ તવ વિલસે અંતરીક્ષ ધરા તલ
સાત્વિક દીપ, અલૌકિક દિપ્તિ, હરે તિમિરનાં ઘન વાદળ દલ
અમર્ત્ય-અમૃત દિયો ભૃત્યને, ભુવનેશ્વરી મનભાવન…. હે.. પરમ
શોષિત, શ્રમિત, પ્રફુલ્લિત, વિકસીત, તવ ચેતનઅર્ચિત સુરક્ષિત
નિ:સર્ગની સ્વર્ગંગ અસિમીત શ્રી ધી પ્રૌજ્જ્વલ પૂર્ણ પ્રકાશિત
મદ-મત્સર મહિષાસુર મર્દો, રોળો રૌદ્રના રાવણ….. હે .. પરમ

ગીત તથા સંગીત : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - અંબાભક્તિ | Leave a Comment »

મારી કાચી કાયા કેરા કુંભે

Posted by Dr Jagdip Upadhyaya on મે 16, 2007

……………………………………………………………………………………..

મારી કાચી કાયા કેરા કુંભે

મારી કાચી કાયા કેરા કુંભે, જનંનીએ પ્રગટાવ્યું રે…..

મારા કાળજડાનું કોડિયું….

મારા અંધ હ્રદયનું બંધ બારણું, અંબાએ ઊઘાડ્યું રે

માયાનું બંધન તોડિયું….. મારી

ભવના ઘાટે,

કંટક વાટે,

ડગ ભરતો ને ઠોકર વાગે;

શ્રધ્ધા શક્તિમાં જ ધરીને,

દિવ્ય આશના શ્વાસ ભરીને…

ઝુકાવ્યું મેં સાગરમાં ત્યાં, માએ પાર ઊતાર્યું રે….

મારું ડગમગ કરતું હોડિયું ….. મારી

તિમિર ભરેલી દશે દિશામાં,

પંથ ન સૂજે ઘોર નિશામાં;

જનમ મરણના ઝંઝાવાતે,

જાપ જપ્યા માના દિનરાતે;

ઘોર તિમિર ઘનઘટા ગઇ ને જનનીએ ઝબકાવ્યું રે…..

મારાં નવજીવનનું પરોઢિયું……. મારી

શબ્દરચના: રવિ ઉપાધ્યાય, ગાયિકા : હંસા દવે, સંગીતકાર: દક્ષેશ ધ્રુવ, સ્વ. નંદલાલ ભૂતા ટ્ર્સ્ટ દ્વારા બાહર પાડેલ ‘ગરબાવલી’ અને ‘ચંડીપાઠ’ની કેસેટમાં સમાવિષ્ટ. નવરાત્રિ નિર્ઝણી અને ઉરના સૂર પુસ્તકમાં પ્રકાશિત

Posted in ગીત - અંબાભક્તિ | Leave a Comment »

 
%d bloggers like this: