રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

જાવું હતું જો આમ …!

Posted by Dr Jagdip Upadhyaya on મે 24, 2008

જાવું તું જો …!

 

જાવું હતું જો આમ

દિલનો લૂંટી આરામ

તો પ્રેમ-સૂરોમાં છેડી

                        મારી મન-વીણા શું કામ….? …જાવું હતું….

 

આંખો સાથે આંખ મીલાવી દિલની વાતો કીધી

અરમાનોનાં ફૂલડાંની તેં પ્યાસ બૂઝાવી દીધી

ભૂલવાં હતાં તમામ…

એ સ્નેહતણાં સંગ્રામ

તો સપનામાં શાને પાયા તેં

                     હોઠોનાં રસજામ ……?    …જાવું હતું….

 

યૌવન – મસ્તિની મહેફીલમાં મુજને તેં બોલાવ્યો,

તારાં રુપની શમા ઉપર હું પરવાનો થૈ આવ્યો….

જલાવવાંતા આમ…

દૂરથી કરી સલામ

તો નૈનોનાં ઇશારે શાને

                                        અમને કર્યાં ગુલામ…. ?…… …જાવું હતું….

 

– કવિ : રવિ ઉપાધ્યાય ( માર્ચ 1951)        
Advertisements

One Response to “જાવું હતું જો આમ …!”

 1. આપના બ્લૉગને ગુજરાતી શબ્દ-જગતમાં “સ્વરચિત છંદબદ્ધ ગુજરાતી કાવ્યોનું ગરવું-નરવું જગત” મથાળા હેઠળ સમાવી લીધો છે. વિલંબ બદલ દરગુજર કરશો જી…

  http://vmtailor.com/gujarati-shabd-jagat/

  સરસ કાર્ય થઈ રહ્યું છે. હાર્દિક અભિનંદન…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: