નથી શકતો
Posted by Dr Jagdip Upadhyaya on મે 7, 2008
નથી શકતો
હ્રદયની વાત છાની, હોઠ પર લાવી નથી શકતો,
તમોને ચાહું છું, હકીકત હું છૂપાવી નથી શકતો.
મળ્યાં’તાં આપણે બન્ને, હશે એ સત્ય કે સપનું
વિરહ દુ:ખે મિલનની માવજત, માણી નથી શકતો.
મજા મીઠી મહોબ્બતની ચખાડી તું ગઇ ચાલી
અદાઓની પડી આદત, હું ભૂલાવી નથી શકતો.
વફા પર બેવફાઇની જફાના જામ તેં પાયા…
ઝહરના રુપમાં અમરત, હું પીવડાવી નથી શકતો.
જીવનભર જાણી માણી છે, તમારા પ્રેમની મસ્તિ
છતાં તુજ દિલની દાનત, હજી જાણી નથી શકતો.
અમે જોયો’તો ઠસ્સો રુપનો, જૂસ્સો જૂવાનીનો
છે કમજોરી કે એક્કે ખાસિયત જાણી નથી શકતો.
બન્યો તુજ પાપ ધોવાને હું પશ્ચાતાપની ગંગા
હવે કાશી જઇ કરવત, હું મૂકાવી નથી શકતો.
બનાવ્યો શાહજહાંએ તાજ, અમર-મુમતાઝે-મ્હોબ્બતનો
છે એ અફસોસ, ઇમારત હું બંધાવી નથી શકતો.
શબ્દરચના : રવિ ઉપાધ્યાય – ‘રવિ’
Advertisements
jiten said
very good,,,,,,,,