રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

સમાજ શિબિર, સપ્તનાથ મહાદેવ- પ્રસંગોચિત

Posted by Dr Jagdip Upadhyaya on ડિસેમ્બર 30, 2007

satera-shibir.jpg 

28/5/1982, ના રોજ સાબરકાંઠા જીલ્લામાં હિમ્મતનગર પાસે આવેલ સાબરમતી નદીના કિનારે વસેલ પવિત્ર સપ્તેશ્વર ધામેસત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિજનો” માટે “વિચાર વિનિમય શીબીર” યોજાયેલ. આ પ્રસંગમાં ભાગ લેવાં જતાં ગુજરાત મેલમાં રાત્રે 2 વાગે પ્રસંગોચિત રચાયેલ રવિ ઉપાધ્યાયનું આ ઉર્મિગીત “સમાજ શિબિર, સપ્તનાથ મહાદેવ “….

મા શિબિ, પ્તના હાદે પ્રસંગોચિત

સપ્તનાથના પવિત્ર ધામે  જામ્યો કેવો અદભૂત રંગ !  

  નદી કિનારે મહેરામણ –  એ કેવો અલૌકિક સંગ ! 

શિવલિંગ પર અખંડ અનાદિ,વહે શીતલ જળધારા

સાબરની કોતરની ભૂમિ, સોહે બની રસક્યારા !

પુરાણોની ધર્મભૂમિ આ,આજે કર્મભૂમિ બનતી,

માનવ મનના મનોરથની મંજરીઓ મ્હોરી ઉઠતી

તપો ભૂમિના પુણ્ય પ્રતાપે કળિયુગ પણ દૂર ભાગે

સાબર-ઘેઘૂર, પંખી કલરવ,સ્વર્ગ સમું સુંદર ભાસે.

સત્ય, શીલ સંયમનાં સત્વો યુગયુગ પ્રસ્થાપિત થયાં

વેદમંત્ર, રૂદ્રિ, મહિમ્ન સૌ સ્ત્રોત બની અસ્ખલિત વહ્યાં

જટાજૂટ પર સાબરગંગા શિવજીએ અવિરત ઝીલી

જનકલ્યાણનાં અમી રેલતી, રસ વાટિકા અહીં બની !

એવી મહાભૂમિ તીરે બ્રહ્મબાળ ભેગાં થાતાં

મન મનના સુમેળ થતાંને, દિલડાં સહુનાં હરખાતાં

જ્ઞાતિ સંસ્થા, બ્રહ્મ- જ્ઞાનની કરતી વર્ષોથી લ્હાણી

આ શુભ દિને માંગલ્યોની થાતી અહીં ઉજાણી-

સંસ્થાનો ઇતિહાસ છે ઉજ્વલ, ગૌરવવંતી છે ગાથા

ભૂતકાળનું ભવ્ય છે ભાથું, ભવિષ્યને જે દે વાચા

વિદ્યા દ્વારા બ્રહ્મતેજને દિશ દિશમાં ફેલાવ્યું

જ્ઞાન-દીપથી તિમિર ટળ્યું, સંસ્કાર – અમી રેલાયું

સપ્તેશ્વરના સુભક્તો, ને મહાસપૂતો સાબરના

કષ્ટ વેઠી સંસ્થા સ્થાપી, પહોંચ્યા જઇ તટ સાગરના

રોષ, દોષ, કે ક્લેશ દ્વેષ ના હૈયે કદી લવલેશ હતા

`’સેવાધર્મો પરમગહનો –– મહામંત્ર અનિમેષ હતાં

 સંસ્કારોનું બી મ્હોર્યું ને –  ઘટાદાર વટવૃક્ષ બન્યું. 

જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીનું માતપિતા શિર છત્ર બન્યું. 

વિદ્યાજ્ઞાન થકી દિક્ષીત થૈ જીવનજંગે ઝૂકાવ્યું

એક એકથી ચડિયાતા થૈ સંસ્થા નામ દીપાવ્યું.

એવાં ફાલ સંસ્થાએ ફળાવ્યાં, વડીલોએ બી  બોયાં’તા

વિદ્યાદાન કાજે તનમનધન નિ:સ્વાર્થ ભાવે પ્રોયાંતાં.

વડીલોનીએ શુભાશિષને આપણ સહું સફળ કરીએ

જ્ઞાન કમલની ઇષ્ટ પરાગે ભેળાં મળી પમરીએ.

કોઇ રહેના એવાં પ્રશ્નો  ઉકેલ જેનો જડે નહીં

મનનાં દ્વાર મૂકો સૌ ખુલ્લાં  રૂકાવટ કોઇ નડે નહીં.

પંથપંથના ભેદના રાખો,ઐક્ય સમાન મહાસુખ ના

હૈયે હૈયે પ્રગટો દીપક  સુપૂત સહું સાબરકૂખના .

શ્રધ્ધાના શુભ સંકલ્પોથી આજે સુદ્રુઢ બનીએ-

વિશ્વાસોના અભિષેકથી સપ્તેશ્વર રીઝવીએ –

મન, હ્રદયથીપુલકિત બનીએ

ૐ નમ: શિવાય ઉચ્ચરીયે .

કવિ : રવિ ઉપાધ્યાય, રવિ, (28/5/1982, સપ્તેશ્વર ધામે જ્ઞાતિજનો માટે યોજાયેલ વિચારવિનિમય શીબીરમાં સહભાગી થવાં જતાં ગુજરાત મેલટ્રેનમાં, રાત્રે 2.00) 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: