રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

અહીં પડ્યો હશે વરસાદ

Posted by Dr Jagdip Upadhyaya on ડિસેમ્બર 22, 2007

 ahin-padyo-hashe-varsaad.jpg
કવિની કેફિયત – (ઉલ્લેખ)
વસંત ઋતુનું સામ્રાજ્ય વિકસ્યું હતું, ત્યાં અચાનક એક વ્હેલી સવારે નીંદ્રામાંથી જાગી જવાયું. થોડોક ઉજાસ પથરાયો હતો. પરંતુ હવામાન ખૂબ જ માદક અને થંડુ. ચોમાસાની વ્હેલી સવારે જોવાં મળે એવું આહલાદ્ક વાતાવરણ હતું. પ્રશ્ન ઉઠ્યો કે શું આજે રાત્રે વરસાદનું માવઠું થયું ? શું ઝાંકળથી આ રસ્તાં ભીનાં થયાં છે જેને  કારણે વાતાવરણમાં સર્વત્ર ભીનાશ વર્તાય છે?. પણ……. આ વસંતઋતુમાં, પ્રેમમાં રમમાણ થતાં પ્રેમીયુગલોના ઉન્માદ તો હજૂં શમ્યાં નથી તે પહેલાં વર્ષા ક્યાંથી ? અરેવનેવને, પુષ્પે પુષ્પે ઘૂમી માદક મકરંદ પી, મસ્ત મ્હાલતાં પેલા મધુકરોનો થનગનાટ તો હજી શમ્યો નથી…..કૂવા,વાવ,નદી, સરોવર વગેરે હજી ગરમી, તાપથી સૂકાયાં નથી ત્યાં આ વર્ષા ક્યાંથી? અરેવર્ષાનાં આગમન સાથે જ નંદ કિશોરના રંગભર્યા ઝૂલાં-ઝૂલણ અને રાસની શરૂઆત થાય છે! હજૂ આ રીતે વર્ષાનું આગમન તો થયું નથી. કાનુડો-કહાન ઝૂલે ઝૂલ્યો નથી (જન્માષ્ટમી પર્વ આવ્યું નથી) છતાં આ વરસાદ ક્યાંથી?
અહીં પડ્યો હશે વરસાદ  

અહીં પડ્યો હશે વરસાદ કે રસ્તા ભીનાં – ભીનાં !

ઉગ્યું ઝાંકળભીનું પ્રભાત? કે રસ્તા ભીનાં ભીનાં  !

અહીં વસંતમાં વર્ષાનાં ક્યાંથી આવ્યા વરવાં વાવડ !

હજી મોર બપૈયા કંઠેથી ના ઢળી તરસની કાવડ   !

શમી પ્રેમીજન ઉન્માદ બન્યાં ના ઝીણાં ઝીણાં…અહીં 

હજી માદક પી મકરંદ, મધુપ કો, મસ્ત બન્યા ના     !

હજી નદી સરોવર દેહ સૂકાઇ ત્રસ્ત થયા ના !

હજી વસંત-વાયું વાય – વને-વન ધીમાં ધીમાં –   અહીં 

હજી દૂર-સુદૂરથી બંસી-સૂરના તાન નથી પલટાયા

હજી રાગ બિહાગ કેદાર મટી  ના મેઘ-મલ્હાર ઘૂંટાયા

હજી ઝૂલણ ઝૂલે નંદકિશોર  ના રસભર ઝૂલા ઝૂલ્યા…. અહીં 

કવિ : રવિ ઉપાધ્યાય રવિ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: