તારી યાદ રે…
Posted by Dr Jagdip Upadhyaya on સપ્ટેમ્બર 7, 2007
તારી યાદ રે…
તારી યાદ રે, તારી યાદ
ફરી ફરી આમ આવશે….
મુને એટલી ખબર નો’તી (2) તારી યાદ
કાળી કાળી રાતલડીમાં આટલું સતાવશે….
મુને એટલી ખબર નો’તી (2) તારી યાદ
તારાં હૈયાંનું કીધું મેં મોંઘેરું મૂલ,
જાણી ફોરમ ફેકન્તું કોઇ ગુલાબનું ફૂલ
કિન્તું કોમળ ફૂલ સંગાથે કંટકો હશે …..
મુને એટલી ખબર નો’તી (2) તારી યાદ
સ્નેહ કેરાં સરવરિયામાં અંતરનો ચાંદ દીઠો
નેહભર્યો એ કામણગારો હૈયાંને લાગે મીઠો
કિન્તું રસભર રાતલડીનું શમણું રે હશે….
મુને એટલી ખબર નો’તી (2) તારી યાદ
શબ્દરચના અને સંગીતરચના : રવિ ઉપાધ્યાય, ગાયક: બદ્રી પવાર અને ગાયિકા: રાજુલ મહેતા, નૃત્યનાટિકા : “ભવ ભવનાં ભેરૂ” (1965)
This entry was posted on સપ્ટેમ્બર 7, 2007 at 1:04 એ એમ (am) and is filed under ગીત - પ્રણય ગીત, ભવભવનાંભેરૂ-નાટયગીત.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
Anonymous said
DR. JAGDISH UPADHYA….VISITED RAVI UPADHYA WERB/BLOG SITE>>>THANNKS…ENJOYED>>>>>DR. CHANDRAVADAN MISTRY. LANCASTER CALIFORNIA USA
નીરજ said
ખૂબ જ સુંદર રચનાઓ…