રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

સંબંધતો પ્રેમનો થવા …

Posted by Dr Jagdip Upadhyaya on મે 28, 2007

સંબંધ તો પ્રેમનો થવા કવિ – રવિ ઉપાધ્યાય  ૢ ગાયક અને સંગીતકાર – પ્રકાશ ઉપાધ્યાયૢ પ્રસ્તાવના – ડો. જગદીપ ઉપાધ્યાય

સંબંધ તો પ્રેમનો થવા

મનુષ્ય જેવો જન્મ મળતાં મા-બાપ, ભાઇ-બહેન, દાદા-દાદી, નાના-નાની, કાકા-માસી-ફોઇ ઇત્યાદિ સાથે આપણે લોહીના સંબંધથી હંમેશ માટે બંધાતા હોઇએ છીએ, આગળ જતાં શિક્ષણ, રહેઠાણ, ધંધો-વ્યવસાય જેવાં બીજા અનેક કારણોથી આપણે બીજા અનેક સંબંધોથી સંધાતા હોઇએ છીએ. આ સંધાયેલા સંબંધોતો અદલાય પણ, બદલાય પણ, પળભરમાં નંદવાય પણ, પરાણે નભાવાય પણ, હોંશેહોંશે સચવાય પણ,…,આ સંબંધો સાચા પણ હોય ને જૂઠાં પણ હોય. કહેવાય છે કે સાચો સંબંધ સાચવવો પડતો નથી અને જે સાચવવો પડે એ સંબંધ સાચો હોતો નથી.

સબસે ઉંચી પ્રેમ સગાઇ….” પ્રેમનો સંબંધ…..એ તો ભાગ્યમાં કોઇ યોગ હોય ત્યારે જ એના સર્જાવાનાં સંજોગ પણ સર્જાય. પણ આ પ્રેમ એટલે શું?.

મરાઠી કવિ મંગેશ પાડગાંવકરના મતે

પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ હોય છે.

આપણા સહુંનું સરખું : બસ એમ જ હોય છે…..”

અર્થાત આ પ્રેમ ક્દી કોઇ વ્યાખ્યામાં બંધાતો નથી, એ તો યોગ અને સંજોગને સંબંધે વીંટળાઇ આપોઆપ ઉદભવે છે. આ પ્રેમ પણ કોઇ સંબંધના હાંશીયામાં કેદ થઇને બેઠો હોય ત્યારે એ શોભે પણ. પ્રેમ એટ્લે મિલન…. અને આ મિલનની મઝા ઝૂરવામાં છેઅને એની કિંમત પણ આપણે જ્યારે રામ-સીતાનાં વિરહ-વિયોગને સમજીએ ત્યારે તો સમજાય.

જપ, તપ, તીરથ, સાધના વગેરે કષ્ટ ભોગવ્યાં વિના અને યોગ જાગ્યાં વિનાં ફળતાં નથી. યોગ જાગ્યો ત્યારે જ , શીલા થઇ મારગમાં પડી કષ્ટ સહેનાર અહલ્યાને શ્રીરામનો ચરણસ્પર્શ થયો અને પુન: માનવ દેહ પ્રાપ્ત થયો…..

કહેવાય છે કે માગ્યું મોત, ધાર્યુ મોત અને કુદરતી મોત મળવા નસીબ જોઇએ.ડોક્ટરોને ડેથ સર્ટીફીકેટ્માં મૃત્યુંનું એકાદું કારણ લખવું પડ્તું હોય છે. ઘણીવાર એવું બને કે લખાયેલું કારણ સત્ય હોય પણ એમાં તથ્ય ન હોય.રોગ ક્યો છે એ ખબર હોય પણ એની દવા જ ન હોય તો શું કામનું? બાકી તો જો જીવવાનું ખરેખર લખાયેલું જ હોય તો હનુમાન જેવો આપણો સેવક-સંબંધી ક્યાયથીએ આવી ટ્પકી પડે અને જરૂર પડ્યે દવા માટે આખે આખો પહાડ ઉંચકી આવે.

તને કોણે કહ્યું કે મરણની બાદ મુક્તિ છે? રહે છે કેદ એની એ, ફકત દિવાલ બદ્લાય છે.

આ લોકનાં સર્વ બંધન છોડી મનુષ્ય પરલોક સિધાવે છે ત્યારે ત્યાં જઇને એણે એનાં આત્માને પરમાત્મમાં, એનાં જીવને શીવમાં અને પીંડને બ્રહ્માંડમાં ભેળવી નવા સંબંધની શરૂઆત કરવાની હોય છે. પ્રેમના સંબંધની ફિલસૂફી જ્યારે અને જે ઘડીએ સમજાશે તે ઘડીએ જ આપણાં આ મનસરોવરનું સાચાં અર્થમાં માનસરોવરમાં રૂપાંતર થયેલ છે એમ માની શકાય.

સંબંતો પ્રેનો વા

સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઇએ

,
સાચું પૂછો તો ભાગ્યમાં કોઇ યોગ જોઇએ!


એમ સમજાશે નહીં કિંમત શી મિલનની,


રામ-સીતાના જેવો વિરહ ને વિયોગ જોઇએ!


કષ્ટ વિના સાધના ફળતી નથી કદી

,
શીલાની અહલ્યા થવાં કોઇ સંયોગ જોઇએ!


કર્મનાં કાજળ ન ગંગાજળથી ધોવાતાં

,
જીવનમાં સત્યનાં સદા પ્રયોગ જોઇએ!

યુધ્ધમાં તલવાર તો કોઇની સગી નથી
મિત્ર યા શત્રુ સહુનો ભોગ જોઇએ!

પામવાં મૃત્યુ ‘રવિ’ આખરમાં કુદરતી,

જેની દવા મળે નહીં એ રોગ જોઇએ!

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય
Advertisements

One Response to “સંબંધતો પ્રેમનો થવા …”

 1. neeta said

  sambandh to prem no
  thava sanjog joiye,
  sachu pucho to bhagya ma
  koi saiyog joiye.

  gajab ni vat.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: