Posted by Dr Jagdip Upadhyaya on June 26, 2008
વડિલ પિતાશ્રી રવિ ઉપાધ્યાયનો આજે જન્મદિવસ. ક્ષર રુપે આજે 81માં વર્ષમાં પદાર્પણ કર્યું હોત. અક્ષર રુપે યુગોયુગ જીવંત રહેશે. લગભગ છેલ્લા દોઢ એક વર્ષથી ચાલતા આ બ્લોગ પર એમની 85 જેટ્લી વિવિધ પ્રકારની રચનાઓ મેં મૂકેલ છે. હજી ઘણો ખજાનો ખોલવાનો બાકી છે. જેમ જેમ સમય મળતો રહેશે એમ આ કાર્ય આગળ વધતું રહેશે. આપ સહુનો સાથ સહકાર અને માર્ગદર્શન ચાલું રહેશે એવી હ્રદયપૂર્વક ખાત્રી છે.
- ડો.જગદીપ ર્ ઉપાધ્યાય
Posted in નિવેદન | 2 Comments »
Posted by Dr Jagdip Upadhyaya on February 8, 2008
તા. 8 ફેબ્રુઆરી 2008
રવિ ઉપાધ્યાય ‘રવિ’ની આજે છઠ્ઠી પુણ્યતિથિ.
સાહિત્યકાર તો એના સાહિત્યસર્જનથી હમેંશા અમર રહે છે. એમનાં સાહિત્યકાર્યને અવગત કરાવતો આ બ્લોગ અવારનવાર update થયાં કરે છે. આપ સહુનો પ્રતિસાદ ઉત્સાહવર્ધક છે.
એમના પુણ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ બક્ષે એવી આપણી અભ્યર્થના.
- ડો જગદીપ ઉપાધ્યાય અને કુટુંબીજનો.
Posted in Uncategorized | Leave a Comment »