|
|
તારા પ્રેમની કટારી |
| તારા પ્રેમની કટારી મને વાગી હો શ્યામ
જીવનમાં જ્યોત નવી જાગી અભિરામ |
|
| સીંગલ તાલ - | સાનભાન ખોયાં મેં વેણુની તાનમાં
અંગ અંગ નાચે નટવરના ગુલતાનમાં બની અંતર અટારી બડભાગી હો કહાન જીવનમાં જ્યોત નવી જાગી અભિરામ. – તારા |
| ડબલ તાલ - | જોગ લીધો મેં તો તારા સ્નેહનો શામળીયા
પ્રીતડીમાં પરવશ થ ઇ હું રે પાતળીયા માયા જગની નઠારી મેં ત્યાગી તમામ જીવનમાં જ્યોત નવી જાગી અભિરામ – તારા |
| સીંગલ તાલ - | સોળે શણગાર તું હૈયાનો હાર તું
જળમાં કમળ શો દિવ્ય અમૃત અભિસાર તું તારી લગની અલગારી મને લાગી અવિરામ જીવનમાં જ્યોત નવી જાગી અભિરામ – તારા |
| ડબલ તાલ - | મનનાં મધુવનમાં નાચે મસ્તિ-મોર
ઘટના ગોકુળિયે ગુંજે પ્રીતગીત શોર બની ભવ ભવ હું તારી વૈરાગી નિષ્કામ જીવનમાં જ્યોત નવી જાગી અભિરામ – તારા |
| ચલણ : | જીવનજમુનાજીને તીર
ઉડે યૌવનનાં અબીર પહેરી તારાં પ્રેમલ-ચીર રાસ ખેલું બની અધીર |
|
કવિ : રવિ ઉપાધ્યાય … |
Archive for the ‘..રાસ’ Category
તારા પ્રેમની કટારી
Posted by Dr Jagdip Upadhyaya on March 1, 2008
Posted in ..રાસ | Leave a Comment »
રૂમઝૂમ રમતી જાય રે….. અલબેલી ગોરી
Posted by Dr Jagdip Upadhyaya on December 6, 2007
રૂમઝૂમ રમતી જાય રે….. અલબેલી ગોરી |
|
દૂહો: |
હે સનન સનન કરે વન ઉપવન મહીં પવન વહન,ઉરચમનમાં સુમનનું થાય નરતન.હે થનન થનન કરે દિલ થનગન,પિયુ મિલનની લાગી તનમનમાં લગન…. |
રાસ |
રૂમઝૂમ રમતી જાય રે….. અલબેલી ગોરીરૂમઝૂમ રમતી જાય ….. (2)એનું જોબનીયું ઝોલા ખાય રે… અલબેલી ગોરીરૂમઝૂમ રમતી જાય ….. (2) |
(સીંગલ તાલ) |
સન્ધ્યા ઉષાના રંગ ભરે ભાલ ગાલ પરગાગર ગગનની સોહે છે શિર પરશશી સૂર્ય મઢ્યો સાળુ લહરાય રે… અલબેલી ગોરીરૂમઝૂમ રમતી જાય…. (2) રૂમઝૂમ |
(ડબલ તાલ) |
એનાં ઝાંઝર ઝનનન ઝણકેકરકંકણ ખનનન ખણકેદૂરથી સૂણી પિયુની બંસીના મધુર સૂરમનના મયુર એના મલકે (2)એના મુખડેથી મોતીડાં વેરાય રે….અલબેલી ગોરીરૂમઝૂમ રમતી જાય…. (2) રૂમઝૂમ |
(ડબલ તાલ) |
એનું ચીતડું ચઢ્યું ચકડોળેઘૂમે હૈયું હરખ-હિંડોળેજમુનાને તટ રમે રાસ રમઝટએના ઉરના ઉલટ ઘટ ઢોળે…… (2)ફરે ફૂંદડીને ઘૂમ્મરીઓ ખાય રે….. અલબેલી ગોરીરૂમઝૂમ રમતી જાય…. (2) રૂમઝૂમ |
(ચલણ) |
હે, વાગે ઢોલને પડઘમકરતી શહનાઇ સરગમરમતી રાતભર અણનમગોરી રૂપની … પુનમ (3) |
કવિ : રવિ ઉપાધ્યાય, ‘રવિ’. |
Posted in ..રાસ, ભવભવનાંભેરૂ-નાટયગીત | Tagged: ઉપાધ્યાય, રવિ, રૂમઝૂમ | Leave a Comment »
ગોકુળ તે ગામની ગોવાલણી…. .
Posted by Dr Jagdip Upadhyaya on August 26, 2007
ગોકુળ તે ગામની ગોવાલણી…. .
દૂહો :
નટખટ નઠોર, ચંચલચકોર, રસમસ્તીખોર,
નંદનો કિશોર, જૂઓ કેવી લીલા રમતો… .
સૂણી બંસીતાન, ભૂલી સાનભાન, ગોપી થઇ ગુલતાન,
ત્યાં કુંવરકાન (બની જઇ અજાણ) કેવાં કામણ કરી કનડતો….
રાસ :
ગોકુળ તે ગામની ગોવાલણી…. .
મીઠાં મહિ વેચવાને જાય, માથે મટકી મૂકી….
સામે મળ્યો છે નંદલાલજી એ તો માગે મહિડાનાં દાણ,
ઉભો મારગ રોકી… ગોકુળ તે
કૃષ્ણ :
ગોરી ઉભી છે કેમ ત્યાં અટકી?
અહીં આવી ઉતાર તારી મટકી
દેતી જાને તું દાણ નહીં તો ફોડું આ માણ
હું છું કોણ જરા જાણ, મારું નામ કુંવર કહાન…. ગોકુળ તે
ગોપી :
ઓ રે જશોદાના લાલ ! ઓ રે વ્રજના ગોપાલ !
લાગું હું પાય… મારો પાયલ ન ઝાલ…
મોડું થશે તો મહિ રહી જશે પછી ક્યાંથી લાવીશ હું દામ?
ગાય મારી રહેશે ભૂખી…. ગોકુળ તે
કૃષ્ણ :
શાને જૂઠાં બહાનાં બનાવતી?
ગોરી ગોરસ પાયા વિના ક્યાં જતી?
જોને અવનિ આકાશ કરે ઋતુઓ વિલાસ, જરા આવને તું પાસ
આપણ રમીએ અહીં રાસ ગોકુળ તે
ગોપી :
જારે જારે રંગીલા, છેલછલીયા છબીલા,
હટી જાને હઠીલા, મારે રમવી ન લીલા
ટોળે મળીને સહું ગોપીઓ કરે જશોદા માને ફરીયાદ
કહાનને રાખો રોકી…. ગોકુળ તે
ગોપીવૃન્દ:
વારો, વારો ને તમ લાલ
જરાં ઓછાં કરો વ્હાલ
એની નટખટ છે ચાલ
જૂઓ કેવાં કીધા હાલ ! ગોકુળ તે
જશોદા:
શીદને દેતાં આવું આળ? નથી નટવર નખરાળ
રાખી પૂર્રી મેં સંભાળ બાંધી રાખ્યો મારો બાળ…
બંસીધરનાં જોઇ બંધનો, ઘેલી ગોપીઓ ગઇ શરમાઇ,
શિર રહ્યાં સહુંના ઝૂકી…. ગોકુળ તે
ગીત અને સંગીત : રવિ ઉપાધ્યાય1960 અને 70ના દાયકામાં અનેક સાંસ્કૃતિક સંસ્થાઓ અને શાળાઓ દ્વારા રાસ તરીકે સ્ટેજ પર આ કૃતિ ભજવાઇ હતી.
Posted in ..રાસ | Leave a Comment »



