Posted by Dr Jagdip Upadhyaya on November 3, 2009
મન હે…! સપ્તશૃંગી તું રટી લે….!
મન હે…! સપ્તશૃંગી તું રટી લે….! (2)
હૈયે રાખી ટેક એક તું,(2) મૈયામય થઇ જીવી લે…..હો…!
સપ્તશૃંગી તું રટી લે….! મન હે…! સપ્તશૃંગી તું રટી લે….!
કામ, ક્રોધ ‘ને મદ-મત્સર સહુ, માયારૂપી ખેલ સહું જૂઠાં…..(2)
શરણાંગતને સહાય કરે મા..(2) અંતર્યામી જપી લે…હો….!
સપ્તશૃંગી તું રટી લે….! મન હે…! સપ્તશૃંગી તું રટી લે….!
વિષનાં અમૃત કરતી મૈયા, પાપીજન સહું થાતાં પાવન…..(2)
અંતરની સહુ આશ પૂરે મા… (2) શ્રધ્ધાભાવ ધરી લે…. હો…!
સપ્તશૃંગી તું રટી લે….! મન હે…! સપ્તશૃંગી તું રટી લે….!
ભવ ભવનાં મા બંધન તોડી, તવ ચરણે દે પ્રિતિ જોડી…. (2)
વિનવે બાળ સહું કર જોડી…(2) તવ ચરણે સ્થાપી લે…..હો…!
સપ્તશૃંગી તું રટી લે….! મન હે…! સપ્તશૃંગી તું રટી લે….!
********************************************** **************************************
કવિ : રવિ ઉપાધ્યાય, સંગીતકાર અને ગાયક : દત્તા થીટે, મ્યુઝિક વિડિયો આલ્બમ : “ માતાનાં ચરણોમાં “ પ્રસ્તુતકર્તા : મનોહર કદમ, ગાયત્રી ફિલ્મસ સેવા સહકારી સંસ્થા લી.
Posted in ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on October 8, 2009
સાચું સપ્તશૃંગી નામ ….
સાચું સપ્તશૃંગી નામ …. હો……! સાચું સપ્તશૃંગી નામ
નિશદિન સ્મરણ કરી લે માનવ, ભૂલી જઇ અવરતમાં..
સાચું સપ્તશૃંગી…..
મોહમાયા ‘ને મમતા સઘળાં,જૂઠાં તડકાં છાયાં……
અહ:નિરંતર જપી લે અંબે,પાવન કરવાં કાયા રે …!.
સાચું સપ્તશૃંગી ……
ભાવ ધરીને ભક્તિ કરજે,બેડો પાર ઉતરશે
જનમ જનમનાં ફેરાં ટળશે,મુક્તિ દ્વાર ઉઘડશે ….
સાચું સપ્તશૃંગી……
*****************************************************
કવિ : રવિ ઉપાધ્યાય, સંગીતકાર : દત્તા થીટે,ગાયક : ટી. નારાયણ
મ્યુઝિક વિડિયો આલ્બમ : “ માતાનાં ચરણોમાં “ પ્રસ્તુતકર્તા : મનોહર કદમ,
ગાયત્રી ફિલ્મસ સેવા સહકારી સંસ્થા લી.
Posted in Saptashrungi Maata, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on October 8, 2009
ચાલો …, ચાલો જઇએ….! જઇએ માતાને ધામ…!
ચાલો …, ચાલો જઇએ….! જઇએ માતાને ધામ…! (2)
લેતાં …. ,રટતાં લેતાં ….! માતાજીનું નામ… ! (2) ચાલો …, ચાલો
માડીનાં આંગણામાં તુલસીના ક્યારા..!.
ચારે બાજુ થાય ખુશીનાં અજવાળાં… !
આશિષ લેવાં એનાં …,આવે છે નર ‘ને નાર…!
લેતાં …. ,રટતાં લેતાં ….! માતાજીનું નામ… ! ચાલો …, ચાલો
માડીનાં હાથમાં ખડ્ગ ’ને ત્રિશૂળ…..!
કરતાં દુષ્ટોના નાશ, પાપીઓના કાળ ….!
વરસાવે છે મમતા… ભક્તો પર અપાર…
લેતાં …. ,રટતાં લેતાં ….! માતાજીનું નામ… ! ચાલો …, ચાલો
માડી બોલે ત્યારે ફૂલડાં ઝરે…!
માડીની આંખોથી અમી વરસે…!
કુમકુમનાં પગલાં પાડે ચારેકોર…!
લેતાં …. ,રટતાં લેતાં ….! માતાજીનું નામ… ! ચાલો …, ચાલો
************************************************************** કવિ : રવિ ઉપાધ્યાય, સંગીતકાર અને ગાયક : દત્તા થીટે, મ્યુઝિક વિડિયો આલ્બમ : “ માતાનાં ચરણોમાં “ પ્રસ્તુતકર્તા : મનોહર કદમ, ગાયત્રી ફિલ્મસ સેવા સહકારી સંસ્થા લી.
Posted in Saptashrungi Maata, ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on October 8, 2009
મનને આંગણ થાય અંધારૂ ત્યાં….
મનને આંગણ થાય અંધારૂ ત્યાં, દિવો શક્તિનો કરજે….
તિમિર હટે ને જ્યોતિ પ્રકાશે,.મૈયા દિવ્ય પ્રગટશે…. હો …..!
જય જય મા….., જગદંબા…
કોઇ ન તારું થાય આ જગમાં..,દિશ દિશથી ઠોકર વાગે…
શરણ ગ્રહી લે સપ્તશૃંગીનો….,પળમાં દુ:ખ સહુ ભાગે… હો…!
જય જય મા….., જગદંબા…
જ્ઞાનેશ્વર ‘ને નામદેવ, વળી રામદાસે આરાધેલી…
પ્રસન્ન થઇ માડીએ દીધી, આશિષ પ્રેમ – પ્રસાદી … હો …!
જય જય મા….., જગદંબા…
***********************************************************
કવિ : રવિ ઉપાધ્યાય
સંગીતકાર : દત્તા થીટે, ગાયિકા : અનુપમા દેશપાંડે.
મ્યુઝિક વિડિયો આલ્બમ : “ માતાનાં ચરણોમાં “
પ્રસ્તુતકર્તા : મનોહર કદમ,
ગાયત્રી ફિલ્મસ સેવા સહકારી સંસ્થા લી.
Posted in ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on October 7, 2009
સપ્તશૃંગી તુજ દર્શન દુર્લભ..!
સપ્તશૃંગી તુજ દર્શન દુર્લભ..!.સપ્તશૃંગી તુજ દર્શન દુર્લભ…!
સપ્તશૃંગી તુજ દર્શન દુર્લભ..! દુ:ખ ભાગે સહુ દર્શનથી…..
શીશ નમાવી તુજ ચરણોમાં, કરું વંદના તન મનથી….સપ્તશૃંગી
આદ્યશક્તિ પરબ્રહ્મ સ્વરૂપી….., હે..જગજનની માતા તું…!.
સંત, મહંત અનંત તુ પૂજીત, તું છે અભય વરદાતા….!.
વિશ્વ સકળ પાવન થાયે, તુજ દિવ્ય અમીવર્ષણથી…. સપ્તશૃંગી……
વેદવદી સુવિખ્યાત તું મૈયા.. મહિમા તારો અપરંપાર….!
સચરાચરમાં પ્રાણ પૂરે તું ! કરતાં સહુ તવ જય જયકાર..!.
ઉતરે ભવજળ પાર ભક્ત સહુ તારાં પૂજન અર્ચનથી…. સપ્તશૃંગી……
માર્યો મહિષાસૂર અસૂરને… ચંડમૂંડ ને માર્યા …
દેવોના દુ:ખ સંકટ હરવા દાનવ સહુ સંહાર્યા…
તું ભક્તિ, તું મુક્તિ… શક્તિ સહુ તીરથ આરાધનથી… સપ્તશૃંગી……
*************************************************************************
કવિ : રવિ ઉપાધ્યાય,
સંગીતકાર : દત્તા થીટે, ગાયિકા : અનુપમા દેશપાંડે.
મ્યુઝિક વિડિયો આલ્બમ : “ માતાનાં ચરણોમાં “
પ્રસ્તુતકર્તા : મનોહર કદમ, ગાયત્રી ફિલ્મસ સેવા સહકારી સંસ્થા લી.
Posted in ગીત - અંબાભક્તિ, ગીત - સપ્તશૃંગીમા ભક્તિ | Leave a Comment »