સુપ્રસિધ્ધ “મુંબઇ સમાચાર” અખબારે શનીવાર,તારીખ 26 જાન્યુઆરી 1957ના રોજ ભારત દેશના “પ્રજાસત્તાક દિવસ”ની 7મી વર્ષગાંઠના અવસર પર બહાર પાડેલ આવૃતિમાં કવિ : રવિ ઉપાધ્યાયની આ શબ્દરચના પ્રકાશિત કરી હતી.1947માં દેશ આઝાદ તો થયો પણ હજુ 1957માં આબાદ નથી થયો એ વાતનો રંજ પ્રગટ થયો છે. આ સાથે સાથે આઝાદીનું મૂલ્ય દેશવાસીઓને પ્રાણથી પણ વધું છે અને એનું યોગ્ય જતન થશે તો આખું વિશ્વ એક દિવસ એની જાહોજલાલીથી આશ્ચર્ય ચકિત થશે એવો આશાવાદ અને વિશ્વાસ દર્શાવ્યો છે.
Archive for the ‘ગીત - શૌર્ય/દેશભક્તિ’ Category
અમારી આઝાદી…
Posted by Dr Jagdip Upadhyaya on January 26, 2009
Posted in ગીત - શૌર્ય/દેશભક્તિ | 3 Comments »
તું !
Posted by Dr Jagdip Upadhyaya on January 24, 2009

તું !
પુનિત વર્ષના પુણ્ય પ્રભાતે, જ્યોત નવી લહરાય.
આઝાદીના રંગ અવનવા પૂરવમાં પૂરાય …
આજના શુભ દિવસે
જાગજે હસી હસીને !
અંગ અંગમાં ભરી ઉમંગે રંગ નવા લાવી ઉષા !
મુક્તિ કેરાં મંગલ-ગીતો ગાયે આજે દશે દિશા !
આજનાં પાવન ટાણે
ગીત ગૌરવનાં ગાને !
કૈંક વર્ષ જે સહી ગુલામી, પડી યાતના-વૃષ્ટિ !
તૂટી જોને જૂલ્મ જંજીરો, સર્જ નવી તું સૃષ્ટિ !
આજના ગૌરવ દિને !
દીનનાં દુ:ખડાં પી લે !
સત્ય તણી શમશેર વડે તું પાપીને દેજે પડકાર !
સ્વાર્પણ કેરાં દીપ થકી તું વિશ્વતણાં તિમિર વિદાર !
આજથી કમ્મર કસજે !
હસાવી સહુને, હસજે !
સેવાની સુવાસ સરાવી વિશ્વ તણી વાડી મ્હેંકાવ !
આલમની આબાદી કાજે આત્માનાં ઓજસ રેલાવ !
સળી તું ધૂપની થાજે !
સહુને સુવાસ પાજે !
પુણ્યશ્લોક “બાપુ“ના મંત્રો, જીવનમાં આચરજે !
માનવતાની મંઝિલ ઉપર ત્યાગ – તેજ પાથરજે !
પ્રેમનાં પાઠ તું ભણજે !
ઐક્ય અમૃત રેલવજે !
કવિ : રવિ ઉપાધ્યાય, ( કવિનાં “ ઉરનાં સૂર“ નામે કાવ્યસંગ્રહ અને સુપ્રસિધ્ધ અખબાર “મુંબઇ સમાચારે“
ગુરૂવાર,તારીખ 26 જન્યુઆરી 1950ના રોજ ભારત દેશના “પ્રજાસત્તાક દિવસ“ના
અવસરે બહાર પાડેલ વિશેષપૂર્તિમાં પ્રકાશિત……)
Posted in ગીત - પ્રસંગોચિત્ત, ગીત - શૌર્ય/દેશભક્તિ | Leave a Comment »
ભારત માતા સાદ કરે છે
Posted by Dr Jagdip Upadhyaya on December 7, 2008
![]()
ભારત માતા સાદ કરે છે
ભારત માતા સાદ કરે છે જાગો નરને નારી....
દેશદાઝ કાજે પ્રગટાવો અગ્નિ પ્રલયંકારી.....
હરિયાળી આ ભૂમિ પર દુશ્મનની નજર પડી,
સજ્જ બની લાખોંની સેના સરહદ ઉપર ખડી.
નાશ કરો એ નરપિશાચનો, કમર કસી સહુ ભારી..
ભારત માતા સાદ કરે છે જાગો નરને નારી.....
બ્રહ્મપુત્ર, આસામ રક્ષજો, હિમાલય ને કાંચનજંઘા..
જો જો થાયે કલુષિત ના પાવન યમુના ને ગંગા...
એક અખંડ, હો વિજયવંત, કાશ્મીરથી કન્યાકુમારી..
ભારત માતા સાદ કરે છે જાગો નરને નારી.....
એક એક નર રૂદ્ર બનો... એક એક નારી ચંડી...
વિરાટ જનશક્તિ જાગો, પીંખી નાખો પાખંડી..
સૃજલાં સુફલાં ભારતની મુક્તિ હો મંગલકારી..
ભારત માતા સાદ કરે છે જાગો નરને નારી.....
ગીત અને સંગીત - રવિ ઉપાધ્યાય, ગાયક - બદ્રી પવાર અને સાથીઓ, નૃત્યનાટિકા - ભવ ભવનાં ભેરૂ (!965)
Posted in ગીત - શૌર્ય/દેશભક્તિ, ભવભવનાંભેરૂ-નાટયગીત | Leave a Comment »
હાકલ પડી છે આજ…..
Posted by Dr Jagdip Upadhyaya on December 7, 2008
26 નવેમ્બર 2008માં મુંબઇમાં ખેલાયેલ આંતકવાદ સામેનું યુધ્ધ જોઇ મને પિતાશ્રી રવિ ઉપાધ્યાય રચિત,
1965માં ભજવાયેલ, મા ભોમની રક્ષાકાજે પોતાના પ્રેમનું બલિદાન આપી પાકિસ્તાન સામે યુધ્ધે ચઢેલ
નાટકનાનાયકની કથા વર્ણવતું - ભવ ભવનાં ભેરૂ નામે નાટકની યાદ આવી ગઇ. આ નાટકનાં દેશભક્તિ
અને શૌર્ય ગીતો યાદ કરીએ ત્યારે આજે પણ આપણાં રુંવાટા ઉભા થઇ જાય.

હાકલ પડી છે આજ…..
હાકલ પડી….
હાકલ પડી…
હાકલ પડી છે આજ હે જવાન જાગજે
તુ રક્ષવા મા ભારતી સુષુપ્તિ ત્યાગજે. હાક્લ પડી
પંથ છે વિકટ વિશેષ, લેશ તું ડરીશ ના
એક નેક ટેકથી વીરેશ તું ચળીશ ના,
વદન ઉપર વિજયનું નિત સ્મિત ધારજે. હાકલ પડી
ગગનને ભેદી રહી છે યુધ્ધભેરીઓ
જંગમાં ઝુકાવવાને સાદ દે દિલેરીઓ
જરૂર પડ્યે હે ! ઝીંદાદીલ શહીદ થૈ જજે. હાકલ પડી
જવાન જાગજે….. જવાન જાગજે….. જવાન જાગજે
ગીત અને સંગીત – રવિ ઉપાધ્યાય, ગાયક – બદ્રી પવાર અને સાથીઓ, નૃત્યનાટિકા – ભવ ભવનાં ભેરૂ (!965)
Posted in ગીત - શૌર્ય/દેશભક્તિ, ભવભવનાંભેરૂ-નાટયગીત | Leave a Comment »

