Posted by Dr Jagdip Upadhyaya on February 11, 2009

સાબિતી….
નથી તારી છબી, સામે નિરખવા – પાસ તો મારે …
નથી કો ખત વિરહનાં દર્દ રોતો, ” યાદ તું આવે”..!
પરંતુ આ સમે મુજને કરી રહી યાદ તું નક્કી…!
પળે પળ આવતી આ “હેડકી” તે સાબીતી એની …!
કવિ : રવિ ઉપાધ્યાય ( 3/10/1950)
Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - મુક્તક/યુગ્મક | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on February 8, 2009

મનુજ જીંદગી…
અહા ! જાણી લીધો ક્રમ મનુજની જીંદગી તણો
ચગે વંટોળો તે શમે ફરી, ફરી એ ચગી શમે…
ત્રિકાલો એવા ત્યાં બચપણ, યુવાની પછી જરા
નક્કી છેલ્લે મૃત્યુ… ભરતી પછી શું ઓટ જલધે…!
કવિ : રવિ ઉપાધ્યાય ( 15/05/1950)
Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - મુક્તક/યુગ્મક | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on February 7, 2009
ખત મળ્યે…..
સૂના હૈયે જાગે નવલરસનું શાંત-ઝરણું…
અધીરા આત્માને ડૂબતું મળતું જેમ તરણું….
અહા ! એવા ભાવે હ્રદય મૂક શાંતિ અનુભવે..
ટૂંકો તો યે તારા કર થકી લખેલો ખત મળ્યે……
કવિ : રવિ ઉપાધ્યાય ( 18 / 04 / 1950 )
Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - મુક્તક/યુગ્મક, ગીત - વિરહ ગીત | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on January 9, 2008

ચીરો આજે…
વર્ષા વિના જ્યમ ટળવળે કોઇ ચાતક પંખી !!
હૈયું ભાસે વ્યથિત કવિનું પ્રેરણા કાજ ઝંખી:
ચીરો આજે મુજ હ્ર્દયમાં એક ઊંડો પડ્યો જ્યાં;
બૂઝાવીને મુજ હ્રદયના આશ-ચિરાગને, ને—-
બોલ્યો જ્યારે – “નથી ખત તવ, આજ એક્કે” – ટપાલી
રવિ ઉપાધ્યાય , ‘રવિ’
Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - મુક્તક/યુગ્મક | 1 Comment »
Posted by Dr Jagdip Upadhyaya on January 1, 2008

નવવર્ષની વાંછના
સોહે સાત્વિક, સત્ય, શિવ સભર ભાનુ નવાકાશમાં!
દ્યુતિ તેજ પ્રભા, શુચિ જગતને અર્પે સમુલ્લાસમાં!
સમૃધ્ધિ, રસસૌરભો અખૂટ હો, ઐશ્વર્ય આદર્શના!
વ્હેજો નિર્મળ જળ, સરિત – ઉરનાં, નવવર્ષની વાંછના!
- કવિ : રવિ ઉપાધ્યાય, ‘રવિ’ ( વર્ષ 1971માં)
Posted in ગીત - પ્રાર્થનાગીત, ગીત - મુક્તક/યુગ્મક | Leave a Comment »