મા સરસ્વતીની પૂજા આરાધનાનું વસંતપંચમીમાં મહ્ત્વ હોવાને કારણે કવિ રવિ ઉપાધ્યાયની આ એક લઘુ પ્રાર્થના…..
Archive for the ‘ગીત - પ્રાર્થનાગીત’ Category
દેવી સરસ્વતી – પ્રાર્થના
Posted by Dr Jagdip Upadhyaya on February 17, 2009
દેવી સરસ્વતી સદા હ્રદયે વસો મા !
Posted in ગીત - પ્રાર્થનાગીત | Leave a Comment »
દર્શનેચ્છા
Posted by Dr Jagdip Upadhyaya on November 19, 2008
દર્શનેચ્છા પ્રભુ ! એક વાર દર્શન દ્યો .... પ્રભુ ! એક વાર દર્શન દ્યો .... ભવભવના આ ઘર્ષણ વિષ પર અમી-વર્ષણ નીતરો ... પ્રભુ ! એક વાર .... જનમ જનમની આ જંજાળે, મોહ બંધનો મુજને વાળે. મમતાની વિષમતા બાળે, પરવશતા પ્રાણો પંપાળે. ભક્તિનાં આકર્ષણ ભરો ... પ્રભુ ! એક વાર .... રાધાનાં વિરહ બાણ ખમી લઉં, મીરાનાં વિષ-પાન ચહી લઉં, ધૈર્ય સ્થૈર્ય અસહ્ય ધરી લઉં,ધૂર્ત, ધૃણા અક્ષમ્ય સહી લઉં, હવે હેતભર્યા હર્ષણ કરો ... પ્રભુ ! એક વાર .... હું પામર, મુજ આતમ ક્ષુદ્ર, થાવું એને શાન્ત-સમુદ્ર, સખ્ય, સૌમ્ય થૈ મટવું રૌદ્ર, ભરું બ્રહ્મ જગ છિદ્રે છિદ્ર, એ અભિનવ ઉત્કર્ષણ વરો ... પ્રભુ ! એક વાર .... પ્રભુ ! એક વાર દર્શન દ્યો .... દર્શન દ્યો ....(2) પ્રભુ ! એક વાર દર્શન દ્યો .... -કવિ -રવિ ઉપાધ્યાય
Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - પ્રાર્થનાગીત | Leave a Comment »
નવવર્ષની વાંછના
Posted by Dr Jagdip Upadhyaya on January 1, 2008
Posted in ગીત - પ્રાર્થનાગીત, ગીત - મુક્તક/યુગ્મક | Leave a Comment »
તારાં કોટિ કિરણોમાંથી… (પ્રાર્થના)
Posted by Dr Jagdip Upadhyaya on April 12, 2007
તારાં કોટિ કિરણોમાંથી (પ્રાર્થના), શબ્દરચના : રવિ ઉપાધ્યાય : પ્રસ્તાવના (ઑડીયો ક્લીપીંગ), પ્રવક્તા : ડો. જગદીપ ઉપાધ્યાય,સાંભળવા અહીં ક્લીક કરો. |
| Prarthana comment |
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
તારાં કોટિ કિરણોમાંથી (પ્રાર્થના), શબ્દરચના અને સંગીતકાર : રવિ ઉપાધ્યાય, ગાયિકા : હલક ઉપાધ્યાય ( Year : 2003)
****************************************************************************************

તારાં કોટિ કિરણોમાંથી …
તારાં કોટિ કિરણોમાંથી કિંચિત કિરણો લાવું
તારાં પાવન ચરણો કેરાં અમી-ઝરણોમાં ન્હાઉં….
એક કિરણ હું અંગ લગાવું, ઉર ભીતર ઉતારું
જરા, મૃત્યુના ભવભય ભેદી નિત નવયૌવન ધારું….
એક કિરણથી કર્મ ધર્મનો મર્મ સક્લ હું લાધું
શબ્દ બ્રહ્મને શાસ્ત્રયોગનો સાર સનાતન સાધું…
જપ તપ તીરથ પુણ્ય પદારથ તૃતીય કિરણથી પામું
ભક્તિ ભાવના, મુક્તિ મોક્ષથી નિખિલ નિરામયી થાઉં
પ્રભુ….! તું મય હું બની જાઉં….
કવિ: રવિ ઉપાધ્યાય, “ઉરનાં સૂર” કાવ્ય સંગ્રહ.
Posted in ગીત - પ્રાર્થનાગીત | Leave a Comment »


