Archive for the ‘ગીત - પ્રસંગોચિત્ત’ Category
હરિવર વરસાવે હેલી હેતની શ્રી નારાયણદાસ સુ જોષીને……..
Posted by Dr Jagdip Upadhyaya on February 26, 2009
Posted in ગીત - પ્રશસ્તિ ગીત, ગીત - પ્રસંગોચિત્ત | 4 Comments »
તું !
Posted by Dr Jagdip Upadhyaya on January 24, 2009

તું !
પુનિત વર્ષના પુણ્ય પ્રભાતે, જ્યોત નવી લહરાય.
આઝાદીના રંગ અવનવા પૂરવમાં પૂરાય …
આજના શુભ દિવસે
જાગજે હસી હસીને !
અંગ અંગમાં ભરી ઉમંગે રંગ નવા લાવી ઉષા !
મુક્તિ કેરાં મંગલ-ગીતો ગાયે આજે દશે દિશા !
આજનાં પાવન ટાણે
ગીત ગૌરવનાં ગાને !
કૈંક વર્ષ જે સહી ગુલામી, પડી યાતના-વૃષ્ટિ !
તૂટી જોને જૂલ્મ જંજીરો, સર્જ નવી તું સૃષ્ટિ !
આજના ગૌરવ દિને !
દીનનાં દુ:ખડાં પી લે !
સત્ય તણી શમશેર વડે તું પાપીને દેજે પડકાર !
સ્વાર્પણ કેરાં દીપ થકી તું વિશ્વતણાં તિમિર વિદાર !
આજથી કમ્મર કસજે !
હસાવી સહુને, હસજે !
સેવાની સુવાસ સરાવી વિશ્વ તણી વાડી મ્હેંકાવ !
આલમની આબાદી કાજે આત્માનાં ઓજસ રેલાવ !
સળી તું ધૂપની થાજે !
સહુને સુવાસ પાજે !
પુણ્યશ્લોક “બાપુ“ના મંત્રો, જીવનમાં આચરજે !
માનવતાની મંઝિલ ઉપર ત્યાગ – તેજ પાથરજે !
પ્રેમનાં પાઠ તું ભણજે !
ઐક્ય અમૃત રેલવજે !
કવિ : રવિ ઉપાધ્યાય, ( કવિનાં “ ઉરનાં સૂર“ નામે કાવ્યસંગ્રહ અને સુપ્રસિધ્ધ અખબાર “મુંબઇ સમાચારે“
ગુરૂવાર,તારીખ 26 જન્યુઆરી 1950ના રોજ ભારત દેશના “પ્રજાસત્તાક દિવસ“ના
અવસરે બહાર પાડેલ વિશેષપૂર્તિમાં પ્રકાશિત……)
Posted in ગીત - પ્રસંગોચિત્ત, ગીત - શૌર્ય/દેશભક્તિ | Leave a Comment »
દિવાળી રાય તણી , હોળી રંક તણી
Posted by Dr Jagdip Upadhyaya on October 25, 2008
1950માં કવિ શ્રા રવિ ઉપાધ્યાયે લખેલ આ કાવ્યમાં વર્ણવાયેલ પ્રવર્તતી સમાજની વિષમતા આજે 2008માં પણ એજ માત્રામાં પ્રવર્તે છે. દેશની આઝાદીનો અર્થ શું? હોળી હોય કે દિવાળી… હાલાતમાં કોઇ ફરક પડતો નથી
દિવાળી રાય તણી , હોળી રંક તણી
પ્રગટ્યા′તા કૈં લાખો દીપક,ગ્રામતણી કોઇ શેરીમાં,
બંધાયા′તા ઊંચા મંડપ, રાય તણી હવેલીમાં .... 1
દિવાળીનાં કુમકુમ પગલાં, પથરાયાં′તાં ઘરે ઘરે,
આભે આતશબાજી, ગભરાં બાળકનાં મન હરે હરે !... 2
બાળ વૃધ્ધને યુવાન સહુંનાં, મન મોજે ફૂલાતાં′તાં !
સ્વતંત્ર ભારતની દિવાળી, હર્ષ થકી ઉજવતાં′તા !... 3
બાળ એક અતિ દૂર્બળ દેહે, અંધારે અટવાતું′તું !
અંગે વસ્ત્રો ફાટ્યેતૂટ્યે, હ્રદયે તે ગભરાતું′તું !... 4
વૃધ્ધા માતા ચાર દિવસથી, અન્ન વિનાં તરફડતી′તી !
ગંધાતી કોઇ ગલીએ વસતી, ઝૂંપડીએ તે સડતી′તી !.. 5
બાળ ધનિકનાં નીરખી કાંઇ, આનંદે ફૂલ ફૂલાતાં !
બાળ ગરીબની લાચારી મહીં, જીવનનાં મૂલ મૂલાતાં !... 6
હૈયે ઉદધિ અશ્રુનાં કૈં, દોડ્યું માની ખાટ ભણી !
લપાઇ માની સોડ મહીં ને ખાળી સરિતા અશ્રું તણી !... 7
″ મા, મા, મુજને નહીં આપે તું ફટાકડાં ને સુંદર વસ્ત્ર !
જોને સઘળાં, બાળકને તું ! આનંદ દીસે છે મસ્ત !″ ... 8
માતાએ ખાળ્યાં કાંઇ આંસુ, આધિ, વ્યાધિ, ઉપાધિનાં !
હાથ ફેરવ્યો પુત્ર દેહ પર, અંધારાં આવ્યાં ભૂખનાં ...! 9
“બેટા મારાં, મોટો થઇને મોટર ગાડીમાં ફરજે
સુકીર્તિ પામી સારી ને કમાઇ તું મોટી કરજે ....! 10
આજે તો આ દેહતણાં છે, હાડમાંસ એ મારાં ધન !
મૂડી મારી-મમતા તારી, દોલતમાં છે તારું તન ! ... 11
રંકજનોને આ અવનિ પર જીવવાનો છે કાંઇ ન હક્ક !
“ હાય ગરીબો લૂંટી ગયા“-, શ્રીમંતોનો અમ પર શક ! ... 12
દિવાળી ના રંક તણી આ, રાય તણી આ દિવાળી !
ભૂખ, ગરીબી, ત્રાસથી જલતી ,રંક તણી ″જીવન-હોળી″ ! ... 13
મ્હેફીલો મિષ્ટાન્નો કેરી, સર્જાઇ શ્રીમંતો કાજ !
ભૂખમરો કાળી ગુલામી - રંક તણાં એ સુખ ને સાજ !... 14
સુંદર વસ્ત્રો ને શણગારો, દેહ ધરે એ ધન - અભિમાન !
ફાટ્યાં વસ્ત્રે દેહ ઉઘાડે - આથડતાં અમ ગરીબ - બાળ !″ ... 15
નૂતન વર્ષના શુભ અવસરે, વિરમ્યા વૃધ્ધાનાં તન-શ્વાસ !
ભડ ભડ જલતી ચિતા સ્મશાને-બાળી રહી′તી હાડ ને માંસ !..16
′સાલ મુબારક′ના સંદેશા, ઘેર ઘેર ઊચરાતા ′ તાં !
ભૂત કારમાં નિરાશાનાં, રંક બાળ મુંઝવતાં ′તાં ! ... 17
ભૂખ, ગરીબીના અન્યાયો, દીસે હિન્દનાં ખૂણે ખૂણે !
સંતાયો ક્યાં ઇશ તું તોળી - અન્યાયો આ, પળે પળે ! ... 18
કવિ - રવિ ઉપાધ્યાય
Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - પ્રસંગોચિત્ત | Leave a Comment »
રક્ષણ કરજો માત…
Posted by Dr Jagdip Upadhyaya on April 25, 2008
25 એપ્રિલ મારો જન્મદિવસ. સ્વાભાવિક છે કે આ દિવસે જન્મદાતા – માબાપ વિશેષ સાંભરે. Medical education માટે ઘરથી દૂર Hostelમાં રહેવાનું થવાથી 1973 નો જન્મદિવસ કદાચ એ જીંદગીનો પહેલો જન્મદિવસ હતો જ્યારે એ દિવસે આશિર્વાદ આપવાં પ્રત્યક્ષ કોઇ parents હાજર ન હોતાં. છતાંયે વડિલ પિતાશ્રી રવિભાઇએ આ શુભાશિષનું પ્રસંગોચિત્ત કાવ્ય postમાં મોકલેલ. આજે આટલાં વર્ષે આ કાવ્યનું મૂલ્ય એટ્લું જ અકબંધ છે
= ડો. જગદીપ રવિ ઉપાધ્યાય
“રક્ષણ કરજો માત”
ગૌરીસૂતને નમન કરીને, સ્મરણ કરી મા શારદનું,
સદાશીવને કરી પ્રાર્થના, યાચું શુભ મમ બાળકનું,
વર્ષગાંઠના શુભદિન ઉપર આશિષ દેતો આ પત્ર
” રક્ષણ કરજો માત ભવાની સદા, સર્વદા, સર્વત્ર"
જીવનની એક ઉચ્ચ આકાંક્ષા કાજે દૂર રહેવાનું થયું
માતપિતાને માટે આ એક મોટું દુ:ખ સહેવાનું થયું
છતાં, અડગ, મક્કમ ને નિશ્ચલ મનથી શીખ વિદ્યા-મંત્ર,
” રક્ષણ કરજો માત ભવાની સદા, સર્વદા, સર્વત્ર"
આશા, અભિલાષા અમ ઉરની તું કરજે સાકાર પ્રિયે !
મનોરથોની મૂર્તિ મનની, તું દેજે આકાર પ્રિયે !
સફળ થજો તવ હરેક યત્નો, વિજયી હર કાર્ય-તંત્ર,
” રક્ષણ કરજો માત ભવાની સદા, સર્વદા, સર્વત્ર"
માતપિતા, બંધુ,બહેનીના અંતરની આશિષ તને,
જીવનનો મંગલ દિન આજે,વરસ બેસે વીસ તને.
શત શત શરદ જીવોને પામો અહર્નિશ પ્રભુનું છત્ર !
” રક્ષણ કરજો માત ભવાની સદા, સર્વદા, સર્વત્ર”!
કવિ : રવિ ઉપાધ્યાય, (એપ્રિલ 1973)
Posted in ગીત - પ્રસંગોચિત્ત | Leave a Comment »
સમાજ શિબિર, સપ્તનાથ મહાદેવ- પ્રસંગોચિત
Posted by Dr Jagdip Upadhyaya on December 30, 2007
28/5/1982, ના રોજ સાબરકાંઠા જીલ્લામાં હિમ્મતનગર પાસે આવેલ સાબરમતી નદીના કિનારે વસેલ પવિત્ર સપ્તેશ્વર ધામે “સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિજનો” માટે “વિચાર વિનિમય શીબીર” યોજાયેલ. આ પ્રસંગમાં ભાગ લેવાં જતાં ગુજરાત મેલમાં રાત્રે 2 વાગે પ્રસંગોચિત રચાયેલ રવિ ઉપાધ્યાયનું આ ઉર્મિગીત “સમાજ શિબિર, સપ્તનાથ મહાદેવ “….
સમાજ શિબિર, સપ્તનાથ મહાદેવ- પ્રસંગોચિત
સપ્તનાથના પવિત્ર ધામે જામ્યો કેવો અદભૂત રંગ !
નદી કિનારે મહેરામણ - એ કેવો અલૌકિક સંગ !
શિવલિંગ પર અખંડ અનાદિ,વહે શીતલ જળધારા
સાબરની કોતરની ભૂમિ, સોહે બની રસક્યારા !
પુરાણોની ધર્મભૂમિ આ,આજે કર્મભૂમિ બનતી,
માનવ મનના મનોરથની મંજરીઓ મ્હોરી ઉઠતી
તપો ભૂમિના પુણ્ય પ્રતાપે કળિયુગ પણ દૂર ભાગે
સાબર-ઘેઘૂર, પંખી કલરવ,સ્વર્ગ સમું સુંદર ભાસે.
સત્ય, શીલ સંયમનાં સત્વો યુગયુગ પ્રસ્થાપિત થયાં
વેદમંત્ર, રૂદ્રિ, મહિમ્ન સૌ સ્ત્રોત બની અસ્ખલિત વહ્યાં
જટાજૂટ પર સાબરગંગા શિવજીએ અવિરત ઝીલી
જનકલ્યાણનાં અમી રેલતી, રસ વાટિકા અહીં બની !
એવી મહાભૂમિ તીરે બ્રહ્મબાળ ભેગાં થાતાં
મન મનના સુમેળ થતાંને, દિલડાં સહુનાં હરખાતાં
જ્ઞાતિ સંસ્થા, બ્રહ્મ- જ્ઞાનની કરતી વર્ષોથી લ્હાણી
આ શુભ દિને માંગલ્યોની થાતી અહીં ઉજાણી-
સંસ્થાનો ઇતિહાસ છે ઉજ્વલ, ગૌરવવંતી છે ગાથા
ભૂતકાળનું ભવ્ય છે ભાથું, ભવિષ્યને જે દે વાચા
વિદ્યા દ્વારા બ્રહ્મતેજને દિશ દિશમાં ફેલાવ્યું
જ્ઞાન-દીપથી તિમિર ટળ્યું, સંસ્કાર – અમી રેલાયું
સપ્તેશ્વરના સુભક્તો, ને મહાસપૂતો સાબરના
કષ્ટ વેઠી સંસ્થા સ્થાપી, પહોંચ્યા જઇ તટ સાગરના
રોષ, દોષ, કે ક્લેશ દ્વેષ ના હૈયે કદી લવલેશ હતા
`’સેવાધર્મો પરમગહનો -- મહામંત્ર અનિમેષ હતાં
સંસ્કારોનું બી મ્હોર્યું ને - ઘટાદાર વટવૃક્ષ બન્યું.
જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીનું માતપિતા શિર છત્ર બન્યું.
વિદ્યાજ્ઞાન થકી દિક્ષીત થૈ જીવનજંગે ઝૂકાવ્યું
એક એકથી ચડિયાતા થૈ સંસ્થા નામ દીપાવ્યું.
એવાં ફાલ સંસ્થાએ ફળાવ્યાં, વડીલોએ બી બોયાં’તા
વિદ્યાદાન કાજે તનમનધન નિ:સ્વાર્થ ભાવે પ્રોયાં‘તાં.
વડીલોનીએ શુભાશિષને આપણ સહું સફળ કરીએ
જ્ઞાન કમલની ઇષ્ટ પરાગે ભેળાં મળી પમરીએ.
કોઇ રહેના એવાં પ્રશ્નો ઉકેલ જેનો જડે નહીં
મનનાં દ્વાર મૂકો સૌ ખુલ્લાં રૂકાવટ કોઇ નડે નહીં.
પંથપંથના ભેદના રાખો,ઐક્ય સમાન મહાસુખ ના
હૈયે હૈયે પ્રગટો દીપક સુપૂત સહું સાબરકૂખના .
શ્રધ્ધાના શુભ સંકલ્પોથી આજે સુદ્રુઢ બનીએ-
વિશ્વાસોના અભિષેકથી સપ્તેશ્વર રીઝવીએ –
મન, હ્રદયથીપુલકિત બનીએ
ૐ નમ: શિવાય ઉચ્ચરીયે .
કવિ : રવિ ઉપાધ્યાય, ‘ રવિ’, (28/5/1982, સપ્તેશ્વર ધામે જ્ઞાતિજનો માટે યોજાયેલ “વિચારવિનિમય શીબીર”માં સહભાગી થવાં જતાં ગુજરાત મેલટ્રેનમાં, રાત્રે 2.00)

ગુરુવંદના
Posted by Dr Jagdip Upadhyaya on June 19, 2007
પરમ પૂજ્ય, બ્રહ્મનિષ્ઠ, વેદવેદાંત જ્ઞાની, વિદ્વાન, સાક્ષરવર્ય ગુરુવર (આચાર્ય : શેઠ આનંદીલાલ પોદાર હાઇસ્કૂલ -સાંતાકૃઝ, મુંબઇ) મુરબ્બી શ્રી રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીના 81માં વર્ષના પદાર્પણ પ્રસંગે, શ્રી અમૃતલાલ યાજ્ઞિકની ઉપસ્થિતિમાં, તા. 28/7/1974નાં દિવસે, બ્લેવેત્ક્સી હોલ ઓપેરા હાઉસ ખાતે, શ્રી સત્તાવીસ સાબરકાંઠા ઔદીચ્ય બ્રહ્મોદય સમાજ સંચાલિત શ્રી સાબરમતિ વિદ્યાર્થી ભુવન (સાંતાકૃઝ્)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યોજેલ સત્કાર સમારંભ પ્રસંગે કવિ રવિ ઉપાધ્યાયની આ ઉરની ઉર્મિ….. ગુરુવંદના કાવ્યરુપે…
ગુરુવંદના – રામપ્રસાદ બક્ષી
પ્રગટે આજે પ્રભાત મંગલ, પ્રગટે આજે જ્યોત અનંત
ગાઢ તિમિર ઘનઘટા હટે ને, ઝળકી ઉઠે દિગ દિગંત
મલય સમીરણ તણી સુગંધો, દિશ દિશામાંથી ભરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..
અડગ હિમાલય સમા અડીખમ, શુભ્ર શ્વેત વસ્ત્રોધારી
પુણ્યશ્લોક, પુરુષોત્તમ્ પૂર્ણ, દર્શન તવ પાવનકારી
સૌમ્ય, પુનિત સ્મિતની સરવાણી, નિત વહેતીને વરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..
અમ જીવન ચણતરને પાયે, શિક્ષણનાં બી બોયાં
સંસ્કારોના જલસિંચનથી, નિશદિન તમે ઉછેર્યા
ફૂલ્યાં, ફાલ્યાં, મ્હોર્યા વૃક્ષો, ફળ તેનાં અંહી ધરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..
અંતરપટ પર સદા અંકિત્, તવ વત્સલમૂર્તિ વસતી
હરદમ જીવન સંઘર્ષોમાં, આશિષ અમૃત રેલવતી
અમ ભાગ્યોનાં અભ્યુદયનાં નિર્માતાને નમીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..
ધૈર્ય, સ્થૈર્ય, શીલ, સંયમ શીખથી દીક્ષિત અમને કીધાં
શિસ્ત, પ્રીત, કલ્યાણ કાર્યનાં ઉપદેશો સહું દીધાં
પ્રસ્થાનોના પાવનકારી, પુણ્ય પ્રણેતાને નમીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..
સાબરનાં ખોળેથી આવ્યાં સાગરને આરે જ્યારે
માની હૂંફો, પિતૃછાયાં મમતા તમે દીધાં ત્યારે
ભલી લાગણી ધરી સદા તો બ્રહ્મબાળ થઇ ફરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..
હે પરમાત્મા! અમ વિધાતાને દીર્ઘાયું વર દેજો
વાનપ્રસ્થમાં સ્વસ્થ જીવન ને સહકુટુંબ સુખી રહેજો
‘ગુરુ સાક્ષાત પરં બ્રહ્મ’એ પ્રભુ પ્રાર્થના કરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..
કવિ : રવિ ઉપાધ્યાય
Posted in ગીત - ગુરુવંદના, ગીત - પ્રસંગોચિત્ત | Leave a Comment »