રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

Archive for the ‘...ગઝલ’ Category

રવિ ઉપાધ્યાય – વિહંગાવલોકન

Posted by Dr Jagdip Upadhyaya on October 21, 2009

Posted in Powerpoint Presentations, મંઝિલને ઢૂંઢવા..(audio/ video | Leave a Comment »

નથી શકતો

Posted by Dr Jagdip Upadhyaya on May 7, 2008

થી તો

 

હ્રદયની વાત છાની, હોઠ પર લાવી નથી શકતો,

તમોને ચાહું છું, હકીકત હું છૂપાવી નથી શકતો.

 

મળ્યાંતાં આપણે બન્ને, હશે એ સત્ય કે સપનું

વિરહ દુ:ખે મિલનની માવજત, માણી નથી શકતો.

 

મજા મીઠી મહોબ્બતની ચખાડી તું ગઇ ચાલી

અદાઓની પડી આદત, હું ભૂલાવી નથી શકતો.

 

વફા પર બેવફાઇની જફાના જામ તેં પાયા…

ઝહરના રુપમાં અમરત, હું પીવડાવી નથી શકતો.

 

જીવનભર જાણી માણી છે, તમારા પ્રેમની મસ્તિ

છતાં તુજ દિલની દાનત, હજી જાણી નથી શકતો.

 

અમે જોયોતો ઠસ્સો રુપનો, જૂસ્સો જૂવાનીનો

છે કમજોરી કે એક્કે ખાસિયત જાણી નથી શકતો.

 

બન્યો તુજ પાપ ધોવાને હું પશ્ચાતાપની ગંગા

હવે કાશી જઇ કરવત, હું મૂકાવી નથી શકતો.

 

બનાવ્યો શાહજહાંએ તાજ, અમર-મુમતાઝે-મ્હોબ્બતનો

છે એ અફસોસ, ઇમારત હું બંધાવી નથી શકતો.

 

 

શબ્દરચના : રવિ ઉપાધ્યાય – રવિ

Posted in ...ગઝલ | Leave a Comment »

વિરહમાં……

Posted by Dr Jagdip Upadhyaya on April 14, 2008

વિમાં……

 

વિરહમાં પ્રેમીજનની યાદનો આધાર કાફી છે

સજાવી, જીવવું સ્વપ્ને, સનમ સાકાર કાફી છે ! 

મિલનની એ પળો મીઠી, વિરહમાં યાદ આવે છે

હ્રદયનાં અશ્રુને ત્યારે, નયન-સહકાર કાફી છે ! 

મધુરી રાતની વાતો, અધુરી પ્રેમ-ગોષ્ઠિઓ-

હકીકતમાં નથી જ્યારે, સૂના ભણકાર કાફી છે ! 

નથી પાયલ તણો ઝણકો, ન પ્રીતિ-બીનનો રણકો

બસૂરી બંદિશે બાજી રહેલાં તાર કાફી છે ! 

પડ્યું જે ભાવિને ભીતર મિલન, તેની ખબર કૈં ના !

છતાં તમ આગમનનો એક અણસાર કાફી છે ! 

વિરહ ગીતો હું અશ્રુ-શાહી લૈ ને બેસતો લખવા

ન સૂઝે કૈં છતાં, તમ નામનો ઉચ્ચાર કાફી છે ! 

મનાવ્યું માનતું ના, આ તૂટી પડતું હ્રદય જ્યારે !

થશે કોઇ દિ મિલન ! એ ઇશ્વરી-નિરધાર કાફી છે !

- રચયિતા : રવિ ઉપાધ્યાય (24/5/1963)

Posted in ...ગઝલ | Leave a Comment »

જુદો રહું છું જગતથી

Posted by Dr Jagdip Upadhyaya on August 5, 2007

જુદો રહું છું જગતથી

જુદો રહું છું જગતથી હું છતાં જૂદાઇ ના લાગે !
બુરૂં કરનારના હૈયા ઢૂંઢૂ, બુરાઇ ના ભાસે !

બને સંજોગનો જે ભોગ, તેમાં દોષ કોનો છે ?
જીવનયુધ્ધે લડે તોયે, રણશિંગુ ના વાગે !

ખીલે લાખો ફૂલો નિત્યે, જૂદાં કિસ્મત, જૂદાં અરમાં
કોઇ સોહે પ્રભુ શીરે, કોઇ કરમાઇ જતાં લાગે !

મથું, લઇ મોત મૂઠ્ઠીમાં, મહાસાગરમાં મરજીવા
મળે મોતની સાટે મોત તો અધીરાઇ ના જાગે !

બની ભવસાગરે સદગુણભર્યુ હેતું તણો સેતુ,
‘રવિ’ ઝૂલાવતો જગને, છતાં પંકાઇ ના રાચે

* કવિ: ‘રવિ’ ઉપાધ્યાય

Posted in ...ગઝલ | 1 Comment »

હૈયાને નથી ….

Posted by Dr Jagdip Upadhyaya on June 8, 2007

હૈયાને થી ….
હૈયાને નથી હોઠના કથનનો ભરોસો
પગને નથી પાયલના નર્તનનો ભરોસો

જોવું નથી ને જે દ્ર્શ્ય તે જોવું જો પડે છે
પાંપણ બીડાઇ જાય, ના નયનનો ભરોસો
બદલે છે અહીં રંગ ઋતુઓ બેઋતુમાં
વર્ષા, ન તાપ વીજ કે પવનનો ભરોસો…

કહે છે, જહાંનો મ્હેલ રચાયો યકીન પર
ખંડન થઇ રહ્યું છે, ના સર્જનનો ભરોસો..

રહેંસી રહ્યો છે આજ ગળું ભાઇ-ભાઈનુ
ના યાદવોના સર્વ નિકંદનનો ભરોસો…

કળીયુગનો આ આદમી ભૂલી ગયો નીતિ
એને રહ્યો ના મૃત્યુ કે જીવનનો ભરોસો…

ચૂકે છે ધર્મ, કર્મ ને મૂકે શરમ સહુ ‘રવિ’!
માનવને ના માનવનો કે ભગવાનનો ભરોસો…

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

Posted in ...ગઝલ | 1 Comment »

ભણેલાઓ ભૂલે ને…..

Posted by Dr Jagdip Upadhyaya on May 31, 2007

ણેલા ભૂલે ને.....

ભણેલાઓ ભૂલે ને તારાઓ ડૂબે,
ત્યાં લેવો પડે કોઇ ગેબી સહારો.
પરિચિત પરાયાં બને ત્યારે લાગે,
કેવો હતો એ ગેબી સહારો….

મને મારાં હૈયાની તાકાત ખબર છે.
ખબર કેવું કોમળ ને કેવું સખત છે.
એ ખાશે ઉઝરડા ભલે કંટકોના ,
પરંતુ ચહેશે ગુલાબી સહારો…
ગગનની પિછોડી ટૂંકી થઇ કફનમાં,
ત્યાં શોધ્યો તમારા પ્રણયનો મેં પાલવ.
કિનારીથી ઢાંકો જો લજ્જા અમારી
તો માનીશ, મળ્યો કિનખાબી સહારો…
મને મારું કિસ્મત ભલે જાય દોરી,
ગમે ત્યાં, છતાં ના મને એની પરવા
ઘડીભર તમે આંગળી ઝાલી દોરો
તો માનીશ, મળ્યો છે નવાબી સહારો….
વિધાતાને પૂછું શું ભૂલી ગઇ તું ?
કે લખતાં ખૂટી શ્યાહી તારી કલમથી.
રહ્યો’તો ‘રવિ’ ઝંખતો મૃત્યુ સુધી,
જીવનભર ન પામ્યો એ ખ્વાબી સહારો….

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

Posted in ...ગઝલ | 2 Comments »

સંબંધતો પ્રેમનો થવા …

Posted by Dr Jagdip Upadhyaya on May 28, 2007

સંબંતો પ્રેનો વા
સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઇએ,
સાચું પૂછો તો ભાગ્યમાં કોઇ યોગ જોઇએ!

એમ સમજાશે નહીં કિંમત શી મિલનની,
રામ-સીતાના જેવો વિરહ ને વિયોગ જોઇએ!
કષ્ટ વિના સાધના ફળતી નથી કદી,
શીલાની અહલ્યા થવાં કોઇ સંયોગ જોઇએ!
કર્મનાં કાજળ ન ગંગાજળથી ધોવાતાં,

જીવનમાં સત્યનાં સદા પ્રયોગ જોઇએ!
યુધ્ધમાં તલવાર તો કોઇની સગી નથી
મિત્ર યા શત્રુ સહુનો ભોગ જોઇએ!
પામવાં મૃત્યુ ‘રવિ’ આખરમાં કુદરતી,
જેની દવા મળે નહીં એ રોગ જોઇએ!
શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

Posted in ...ગઝલ | 1 Comment »

નિષ્કામ દિલે કર કામ સદા

Posted by Dr Jagdip Upadhyaya on May 28, 2007

નિષ્કા દિલે કા દા

નિષ્કામ દિલે કર કામ સદા, વિવાદ જગતને કરવા દે…
ભૂલી તારા સદગુણ ને અવગુણ યાદ જગતને કરવા દે…
તું માનવ થૈ ને માનવતાનો મંત્ર સહુને દેતો જા,
તારા વાજીંતરના સૂરનો રસસ્વાદ જગતને કરવા દે..
મનના મ્હાસાગરનાં મોતીની માળા તું સહુને દેજે,
એના બદલામાં પથ્થરનો વરસાદ જગતને કરવા દે..
જગની ઉન્નત ઇમારતનો મૂંગો પથ્થર એકાદ થજે,
અન્યાય મળે તું ને તોયે ફરીયાદ જગતને કરવા દે..
જનતા જ્યારે નિર્જનતામાં ઝંખે વાણીની સરવાણી,
તારા ઉરના સંવાદ ‘રવિ’ અનુવાદ જગતને કરવા દે..

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

Posted in ...ગઝલ | Leave a Comment »

હો સફ્ળતામાં સબૂરી

Posted by Dr Jagdip Upadhyaya on May 21, 2007

હો તામાં બૂરી...

હો સફળતામાં સબૂરી, સાધના અધૂરી ન હો !
થાય કે ના થાય સારું, ભાવના બૂરી ન હો…!
જીન્દગીના લાખ ઝંઝાવાતના આઘાત શા !
હિંમતે મરદા થવામાં લેશ, મજબૂરી ન હો.. !
હરકાર્યમાં એવી લગન હો, જે ટકે આખર સુધી
અંત પહેલાં શ્રાંત ને, આરંભમાંજ શૂરી ન હો.. !
જન્મથી મૃત્યુ લગી લાંબી સફર એ જીન્દગી !
ખ્યાલો મહીં ખોવાય એ હકીકતની મગરૂરી ન હો.. !
રંગ બદલે માનવી કૈં કૈં જમાના સંગમાં !
નિર્લેપ હો જળકમળવત, કો’ અસર આસૂરી ન હો… !
હર પતનમાં હો ઉન્નતિ, પ્રસ્થાન પીછેહઠ મહીં
સોપાન સતનું એક બસ, મંજીલ ભલે પૂરી ન હો… !
સત્કર્મનાં બી વાવજે, છો ને મળે ફળ અન્યને
પ્રારબ્ધથી કો’ નહીં લૂંટે, પ્રભુની જો મંજૂરી ન હો… !
સ્નેહી મટીને સ્વજન, દુ:શ્મન થાય તો યે શું ‘રવિ’ !
હર વૃક્ષમાં ચંદન નથી, હર મૃગમાં કસ્તૂરી ન હો … !

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત અને ગાયક: પ્રકાશ ઉપાધ્યાય

Posted in ...ગઝલ | 1 Comment »

જીવનનો રાહ

Posted by Dr Jagdip Upadhyaya on May 20, 2007

જીવનનો રાહ……., શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીતકાર અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

પ્રસ્તાવના માટે અહીં ક્લિક કરો, ( ઓડીયો)

પ્રવક્તા : ડો જગદીપ ઉપાધ્યાય

Jeevan no raah tu….  

************************************

++++++++++++++++++++++++++++++

જીનો રાહ ….

જીવનનો રાહ તું સદા સુરેખ રાખજે,
સ્પર્શે ન કોઇ ડાઘ, દેખરેખ રાખજે.
વિચલિત ના થવાય સત્ય પંથથી કદી,
નજરો સમક્ષ કર્મનો આલેખ રાખજે.
ચંચળ સદા કહી છે આ માનવ મનોદશા,
સ્થિરતાનાં મન-કિતાબમાં ઉલ્લેખ રાખજે.
સ્વાર્પણનો બોધપાઠ તું સદાય શીખજે,
સૂરજ-શશીની ટેક મીનમેખ રાખજે .
જગની મલીનતા અને ખારાશ પી જજે,
સાગર બનીને સેવાનો તું ભેખ રાખજે.
આ જન્મ બોજ ના બન્યો કોઇનો કદી “રવિ”,
મૃત્યુ પછીયે ના બને, એ વિવેક રાખજે

શબ્દરચના: રવિ ઉપાધ્યાય, સંગીતકાર અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય  

સાંભળવાં અહીં ક્લિક કરશો (ડેમો ઓડીયો રેકોર્ડીંગ ક્લીપીંગ)
http://www.esnips.com/doc/fb6ac140-ab69-4475-b680-603224b2e8ca/Jeeva-no-rah-tu-sada

Posted in ...ગઝલ | 1 Comment »

હું નથી ઇશ્વર…

Posted by Dr Jagdip Upadhyaya on April 24, 2007

*********************************************  DEMO VIDEO CLIP ,

 ” હું નથી ઇશ્વર….”, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, ગાયક : આલાપ દેસાઇ, વીડીયો મ્યુઝીક આલ્બમ : ” મંઝિલને ઢૂંઢવા…”

++++++++++++++++++++++++++++++++++++++++++++++

(ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો )

હું થી શ્વર….

હું નથી ઇશ્વર, નવું સર્જન કરું

માનવી છું, શેં પરિવર્તન કરું !

શક્યતાઓ પણ બને છે પહાડ જ્યાં,

હું નથી શ્રી કૃષ્ણ કે ગોવર્ધન વહું !

ચીર પાંચાળીનાં ના પૂરી શકું,

લોક્ની નજરે તો હું દુર્યોધન ઠરું !

કામ ના લાગ્યો નર્યો પુરુષાર્થ ત્યાં,

લેશ ના પ્રારબ્ધનું દર્શન થયું !

ના થયો ઠરી ઠામ હું કોઇ જ’ગા

ધ્યેય વિના હું સતત ભ્રમણ કરું !

જીદગીથી દૂર ભાગ્યો છું ‘રવિ’,

મ્રુત્યુની સામે હું આકર્ષણ બનું !

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, ગાયક : લા દેસા
ઓડીયો વીડીયો મ્યુઝિક આલ્બમ : ‘ મંઝિલને ઢૂંઢવા…”
વીડીયો ડેમો ક્લિપ લીંક http://www.youtube.com/watch?v=lA4LLB8aQmg

Posted in ...ગઝલ, Manzilne..Audio/video Music album, મંઝિલને ઢૂંઢવા..(audio/ video | 1 Comment »

મને માંગવામાં

Posted by Dr Jagdip Upadhyaya on April 22, 2007

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
” મને માંગવામાં યુગો યુગ વીત્યાં છે…..” ગાયિકા : હેમાંગિની દેસાઇ, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત: પ્રકાશ ઉપાધ્યાય , મલ્ટીમિડીયા પરિકલપ્ના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય, મ્યુઝિક આલ્બમ : ” મંઝિલને ઢૂંઢવા…” ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ને માંવામાં

 

મને માંગવામાં યુગોયુગ વીત્યાં છે,

તમે દઇ દીધું માત્ર એક જ ઘડીમાં !!

મને મ્હેલ-મુકામ ઓછાં પડ્યાં છે,

સમાયાં તમે સાંકડી ઝૂંપડીમાં !!

ધરાઉં ન હું થાળ-પકવાન ખાતાં,

તમે તૃપ્ત છો તુલસી પાંદડીમાં !!

રૂદનને મને રોકતાં આવડ્યું ના,

વહાવ્યું તમે હાસ્ય વષાઁ-ઝડીમાં !!

ભગીરથ બની તપ કરી ના શક્યો હું,

વહયાં છો તમે થઇ ને ગંગા-ગતિમાં !!

કિતાબોમાં જીવન જડ્યું ના ‘રવિ’ને

તમે શોધ્યું મૃત્યુની બારાખડીમાં !!

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીતકાર: પ્રકાશ ઉપાધ્યાય, ગાયિકા : હેમાંગિની દેસાઇ,

ઓડીયો-વીડીયો મ્યુઝીક આલ્બમ : ” મંઝિલને ઢૂંઢવા…”

Posted in ...ગઝલ, Manzilne..Audio/video Music album, મંઝિલને ઢૂંઢવા..(audio/ video | Leave a Comment »

જીવનની સાંજ છે ઢળી રહી

Posted by Dr Jagdip Upadhyaya on April 21, 2007

” જીવનની સાંજ ઢળી રહી…….” પ્રસ્તાવના : ડો. જગદીપ ઉપાધ્યાય,
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
” જીવનની સાંજ ઢળી રહી…….” ડેમો વીડીયો ક્લીપીંગ, ગાયક : પુરુષોત્તમ ઉપાધ્યાય, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય,

**********************************************************************

( ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો )

જીની સાં છે ળી હી

જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
મૃત્યુની “આજ” આવતી દીસે ધીરે ધીરે!

મારી આ દશા પર દયા ના લાવશો સ્વજન!
મારાંથી વાઝ્ ખૂદ હું આવું ધીરે ધીરે!

બેસો, હે મિત્રો! સાંભળો મારી દુ:ખી કથા!
અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે!

ગુસ્સો તમારાં દોષ પર ના થાય એટલે
બદલ્યો મિજાજ મેં જૂઓ કેવો ધીરે ધીરે!

સંબંધની તિરાડ સાંધવી નથી સહેલ!
જ્ખ્મોનો રાઝ પામતો ‘રવિ’ ધીરે ધીરે!

શબ્દરચના: રવિ ઉપાધ્યાય, સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય, ગાયક : પુરુષોત્ત્ત પાધ્યા

મયુઝિક – ઓડીયો વીડીયો આલ્બમ: મંઝિલને ઢૂંઢવા….

ડેમો વીડીયો લીંક: http://www.youtube.com/watch?v=L8Bp2k2i2r8

Posted in ...ગઝલ, Manzilne..Audio/video Music album, મંઝિલને ઢૂંઢવા..(audio/ video | Leave a Comment »

મંઝિલને ઢૂંઢવા..

Posted by Dr Jagdip Upadhyaya on April 17, 2007

” મંઝિલને ઢૂંઢવા…….” (ગઝલ) પ્રસ્તાવના : ડો. જગદીપ ઉપાધ્યાય,(મ્યુઝિક આલ્બમ ” મંઝિલને ઢૂંઢવા….”)
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
”મંઝિલને ઢૂંઢવા…….” ડેમો વીડીયો ક્લીપીંગ, ગાયક : પ્રકાશ ઉપાધ્યાય, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય,(મ્યુઝિક આલ્બમ ” મંઝિલને ઢૂંઢવા….”)
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

( ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો )

મંઝિને ઢૂંવા ….

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,

છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,

શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.

દર્શન પ્રભુનાં પામવાં ક્પરી કસોટી છે,

અર્જુનનાં રથના ચક્ર્ની ધરી થવું પડે.

બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો ક્રરો ,

પત્થરનાં દેવને ક્દી પ્રગટી જવું પડે.

પાણી થવાંને કેટલું પાણી સહન કરે,

વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’

જોવાં તમાશો એક્વાર ગુજરી જવું પડે….

શબ્દરચના : રવિ ઉપાધ્યાય ‘રવિ’

ગાયક અને સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય

મ્યુઝિક ઓડીયો / વીડીયો આલ્બમ : “મંઝિલને ઢૂંઢવા…”

http://www.youtube.com/watch?v=o2tXVOM1nyU

Posted in ...ગઝલ, Manzilne..Audio/video Music album, મંઝિલને ઢૂંઢવા..(audio/ video | Leave a Comment »

હ્તી રાત થોડી અને

Posted by Dr Jagdip Upadhyaya on April 7, 2007

“હતી રાત થોડી……” પ્રસ્તાવના, ડો. જગદીપ ઉપાધ્યાય
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
” હતી રાત થોડી…….” ડેમો વીડીયો ક્લીપીંગ, ગાયક : આશિત દેસાઇ, શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, મલ્ટીમીડીયા પરિકલ્પના અને રચયિતા : ડો. જગદીપ ઉપાધ્યાય,

*********************************************************************

ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો

તી રા થોડી ને…

હતી રાત થોડી અને વેશ ઝાઝાં,
ત્યાં કરવી પડી એ સ્થિતિમાં ઉતાવળ;
ભૂલેલાં જૂઠાં રાહથી પાછો વળવાં,
હું લાવ્યો ‘તો મારી ગતિમાં ઉતાવળ…

જીવનભરનાં ગુન્હાં કબૂલીને જેમાં,

લખ્યોતો તને પત્ર મેં ખૂબ લાંબો;
ઘડી અંતની આવી ગઇ ને થઇ છે,
લિખિતંગની છેલ્લી લીટીમાં ઉતાવળ…
 
ન સીતાહરણ થાત, ના થાત મૃત્યુ
લંકાપતીનું, શ્રીરાઘવનાં હાથે;
કાંચનનો મૃગ જોઇ મોહી જવામાં
જો થાતી નાં સીતા સતીમાં ઉતાવળ…

મજા મસ્ત મહેફીલની માણવાંને ,
નિમંત્ર્યા’તા મિત્રો મેં વીણી વીણીને;
નિહાળીને વર્તન હું પસ્તાઇ બેઠો,
થતું, મેં કરી દોસ્તીમાં ઉતાવળ…

હજું જીવવુંને જીરવવું’તું બાકી,
હજું કાવ્યનાં ખૂબ કરવાં’તા સર્જન;
પરંતું ‘રવિ’ની જરુરત પ્રભુને,
જે કીધી મરણની તિથિમાં ઉતાવળ….
શબ્દ રચના: રવિ ઉપાધ્યાય, ગાયક : આશિત દેસાઇ, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, ઓડીયો/વીડીયો સીડી ” મંઝિલને ઢૂંઢવા…”

http://www.youtube.com/watch?v=rJ5fvf9uwFE

Posted in ...ગઝલ, Manzilne..Audio/video Music album, મંઝિલને ઢૂંઢવા..(audio/ video | 1 Comment »