રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

હાકલ પડી છે આજ…..

Posted by Dr Jagdip Upadhyaya on December 7, 2008

26 નવેમ્બર 2008માં મુંબઇમાં ખેલાયેલ આંતકવાદ સામેનું યુધ્ધ જોઇ મને પિતાશ્રી રવિ ઉપાધ્યાય રચિત, 
1965માં ભજવાયેલ,  મા ભોમની રક્ષાકાજે પોતાના પ્રેમનું બલિદાન આપી પાકિસ્તાન સામે યુધ્ધે ચઢેલ 
નાટકનાનાયકની કથા વર્ણવતું -  ભવ ભવનાં ભેરૂ નામે નાટકની યાદ આવી ગઇ. આ નાટકનાં દેશભક્તિ 
અને શૌર્ય ગીતો યાદ કરીએ ત્યારે આજે પણ આપણાં રુંવાટા ઉભા થઇ જાય.

bbnb-hakal-padi

હા ડી છે …..

હાકલ પડી….

હાકલ પડી…

હાકલ પડી છે આજ હે જવાન જાગજે

               તુ રક્ષવા મા ભારતી સુષુપ્તિ ત્યાગજે.     હાક્લ પડી

 

પંથ છે વિકટ વિશેષ, લેશ તું ડરીશ ના

એક નેક ટેકથી વીરેશ તું ચળીશ ના,

                વદન ઉપર વિજયનું નિત સ્મિત ધારજે.     હાકલ પડી

 

ગગનને ભેદી રહી છે યુધ્ધભેરીઓ

જંગમાં ઝુકાવવાને સાદ દે દિલેરીઓ

                  જરૂર પડ્યે હે ! ઝીંદાદીલ શહીદ થૈ જજે.      હાકલ પડી

 

જવાન જાગજે….. જવાન જાગજે….. જવાન જાગજે

ગીત અને સંગીત – રવિ ઉપાધ્યાય, ગાયક – બદ્રી પવાર અને સાથીઓ, નૃત્યનાટિકા – ભવ ભવનાં ભેરૂ (!965) 

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>