Posted by Dr Jagdip Upadhyaya on April 20, 2008

અદ્વૈતતા
હું સોહાગણ, તું શણગાર !
હું પૂજારણ, તું પ્રેમાધાર !
હું કલા-કીરણ, તું કલાકાર !
હું દાસી તવ, તું દાતાર !
હું શ્રાવણ, તું મેઘમલ્હાર !
હું કમલ-સુલક્ષણ, તું કાસાર !
હું કાનન, તું ઉદ્યાન-રસાળ !
હું તારાગણ, તું વ્યોમ-વિહાર !
હું કિંચિત-કણ, તું અપરંપાર !
હું સંક્ષિપ્તગણ, તું વિસ્તાર !
હું રસક્ષણ, તું યુગ-હજાર !
હું સુશિક્ષણ, તું સંસ્કાર !
હું આકર્ષણ, તું દીદાર !
હું પીડાવ્રણ, તું રૂઝ અપાર !
હું પરિભ્રમણ, તું સ્થિર આકાર !
હું જનમ-મરણ, તું મુક્તિ-પાર !
કવિ : રવિ ઉપાધ્યાય, (તારીખ : 04-07-1964)
Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »