રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

Archive for April 11th, 2008

અજબવિધાન વિધિનું અપરંપાર

Posted by Dr Jagdip Upadhyaya on April 11, 2008

 વિધા વિધિનું રંપાર 

 અજબવિધાન વિધિનું અપરંપાર, નથી કળવા મળતું,

ગહનગતિનું વહન કદાપિ પાર, નથી તરવાં મળતું.

લાખ ફૂલો ખીલતાં ગુલશનમાં, સહુનાં કિસ્મત છે જૂદાં,

હર ફૂલને પ્રભુના શિરે, શણગાર નથી બનવા મળતું.  

અવનિઆરે ઉજ્જ્વળજ્યોતે નિત, ઝળહળતાં લાખો દીપ,

હર દીપકને દેવાલયને દ્વાર, નથી જલવા મળતું.  

મૂઠ્ઠીમાં લઇ મોત મથે લાખો મરજીવા સાગરમાં,

સહુને સાચાં મોતી મેળવનાર, નથી બનવાં મળતું  

માતપિતાની સેવા કરતાં કોટી બાળક આ યુગમાં,

હર બાળકને સપૂત શ્રવણકુમાર નથી બનવાં મળતું  

પ્રેમવેદી પર નિત્ય કૈંક કુરબાન થતાં પ્રેમીયુગલ,

સહુને લૈલા મજનું વારસદાર નથી બનવાં મળતું 

કવિ : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »