Posted by Dr Jagdip Upadhyaya on February 17, 2008

મન-મર્કટ નટ નાચે
મન – મર્કટ નટ નાચે
કેવો …. મન – મર્કટ નટ નાચે
જીવન-લીલાનાં વિકટ દોર પર, રસરમઝટમાં રાચે
કેવો….. મન – મર્કટ નટ નાચે
બન્ને બાજુ બજી જગતનું ઢોલ કરે ચતુરાઇ
મિથ્યાવાદી નાદ રેલતી સુખદુ:ખની શહનાઇ
તોયે મન મલકે, મમતાની લોલુપતાને લબાચે
કેવો….. મન – મર્કટ નટ નાચે
ભરે ફાળ અવનિથી અંબર, અગમ આશ અજવાળે
મૂકે અડગ ડગ કર્મ-કેડી પર શ્રધાને સથવારે
કદીક મૌંન – મસ્તિમાં મ્હાલે, કદીક ઉલટ ઉવાચે
કેવો….. મન – મર્કટ નટ નાચે..
તર્ક-તુરંગે સ્વાર બનીને ઝટ તરકટ સરજાવે
રાગ-આગમાં જલી થાકતાં વિરાગવારિ વરસાવે
પળમાં તૂટે ગૂઢબંધનો, કૂટિલ-કાળ તમાચે
કેવો….. મન – મર્કટ નટ નાચે
કવિ : રવિ ઉપાધ્યાય ‘રવિ’.
This entry was posted on February 17, 2008 at 3:03 pm and is filed under ગીત - પ્રેરણા ગીત.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.