રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

Archive for June, 2007

શિવમહિમા – સ્તોત્ર

Posted by Dr Jagdip Upadhyaya on June 24, 2007

શિવમહિમા – સ્તોત્ર

રવિ ઉપાધ્યાય અને અન્યના સ્વરમાં આ શંકરસ્તુતિ

Shiv mahimna Stotr…

Posted in ગીત/સ્તોત્ર-શંકર | Leave a Comment »

ગુરુવંદના

Posted by Dr Jagdip Upadhyaya on June 19, 2007

પરમ પૂજ્ય, બ્રહ્મનિષ્ઠ, વેદવેદાંત જ્ઞાની, વિદ્વાન, સાક્ષરવર્ય ગુરુવર (આચાર્ય : શેઠ આનંદીલાલ પોદાર હાઇસ્કૂલ -સાંતાકૃઝ, મુંબઇ) મુરબ્બી શ્રી રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીના 81માં વર્ષના પદાર્પણ પ્રસંગે, શ્રી અમૃતલાલ યાજ્ઞિકની ઉપસ્થિતિમાં, તા. 28/7/1974નાં દિવસે, બ્લેવેત્ક્સી હોલ ઓપેરા હાઉસ ખાતે, શ્રી સત્તાવીસ સાબરકાંઠા ઔદીચ્ય બ્રહ્મોદય સમાજ સંચાલિત શ્રી સાબરમતિ વિદ્યાર્થી ભુવન (સાંતાકૃઝ્)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યોજેલ સત્કાર સમારંભ પ્રસંગે કવિ રવિ ઉપાધ્યાયની આ ઉરની ઉર્મિ….. ગુરુવંદના કાવ્યરુપે…

ગુરુવંદના – રામપ્રસાદ બક્ષી

પ્રગટે આજે પ્રભાત મંગલ, પ્રગટે આજે જ્યોત અનંત
ગાઢ તિમિર ઘનઘટા હટે ને, ઝળકી ઉઠે દિગ દિગંત
મલય સમીરણ તણી સુગંધો, દિશ દિશામાંથી ભરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..

અડગ હિમાલય સમા અડીખમ, શુભ્ર શ્વેત વસ્ત્રોધારી
પુણ્યશ્લોક, પુરુષોત્તમ્ પૂર્ણ, દર્શન તવ પાવનકારી
સૌમ્ય, પુનિત સ્મિતની સરવાણી, નિત વહેતીને વરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..
અમ જીવન ચણતરને પાયે, શિક્ષણનાં બી બોયાં
સંસ્કારોના જલસિંચનથી, નિશદિન તમે ઉછેર્યા
ફૂલ્યાં, ફાલ્યાં, મ્હોર્યા વૃક્ષો, ફળ તેનાં અંહી ધરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..

અંતરપટ પર સદા અંકિત્, તવ વત્સલમૂર્તિ વસતી
હરદમ જીવન સંઘર્ષોમાં, આશિષ અમૃત રેલવતી
અમ ભાગ્યોનાં અભ્યુદયનાં નિર્માતાને નમીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..
ધૈર્ય, સ્થૈર્ય, શીલ, સંયમ શીખથી દીક્ષિત અમને કીધાં
શિસ્ત, પ્રીત, કલ્યાણ કાર્યનાં ઉપદેશો સહું દીધાં
પ્રસ્થાનોના પાવનકારી, પુણ્ય પ્રણેતાને નમીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..
સાબરનાં ખોળેથી આવ્યાં સાગરને આરે જ્યારે
માની હૂંફો, પિતૃછાયાં મમતા તમે દીધાં ત્યારે
ભલી લાગણી ધરી સદા તો બ્રહ્મબાળ થઇ ફરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..

હે પરમાત્મા! અમ વિધાતાને દીર્ઘાયું વર દેજો
વાનપ્રસ્થમાં સ્વસ્થ જીવન ને સહકુટુંબ સુખી રહેજો
‘ગુરુ સાક્ષાત પરં બ્રહ્મ’એ પ્રભુ પ્રાર્થના કરીએ
પરમ પૂજ્ય ગુરુવરના ચરણે વંદન પુષ્પો ધરીએ…..

કવિ : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - ગુરુવંદના, ગીત - પ્રસંગોચિત્ત | Leave a Comment »

ગઝલ View હૈયાને નથી …. ગઝલ View ભણેલાઓ ભૂલે ને….

Posted by Dr Jagdip Upadhyaya on June 12, 2007

ગઝલ

View હૈયાને નથી …. ગઝલ
View ભણેલાઓ ભૂલે ને….. ગઝલ
View સંબંધતો પ્રેમનો થવા … ગઝલ
View નિષ્કામ દિલે કર કામ સદા ગઝલ
View હો સફ્ળતામાં સબૂરી ગઝલ
View જીવનનો રાહ ગઝલ
View હું નથી ઇશ્વર… ગઝલ
View મને માંગવામાં ગઝલ
View જીવનની સાંજ છે ઢળી રહી ગઝલ
View મંઝિલને ઢૂંઢવા.. ગઝલ
View હ્તી રાત થોડી અને ગઝલ
View સમસ્યાના સાગર ગઝલ
View કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે ગઝલ

ગરબી
View રૂમઝૂમ પગલે ચાલ્યાં મા ગરબી

ગરબો
View મારાં પિયરને પાદરીયે… ગરબો

ગીત – અંબાભક્તિ
View હે… પરમ પુનિત મા પાવન ગીત – અંબાભક્તિ
View મારી કાચી કાયા કેરા કુંભે ગીત – અંબાભક્તિ

ગીત – કૃષ્ણ ભક્તિ

View કૃષ્ણપ્રભુ કર્મયોગી ગીત – કૃષ્ણભક્તિ
View મેહુલો આવે ને….. ગીત – કૃષ્ણભક્તિ

ગીત – પ્રેમ ગીત્
View પ્રીત મળી ગઇ…. ગીત – પ્રેમ ગીત
View પ્રીત્યું તારી ના કળાય ગીત – પ્રેમ ગીત
View કહે એવું તે તારામાં શું છે! ગીત – પ્રેમ ગીત
View નભથી ઝરમર મેહ ઝરે ગીત – પ્રેમ ગીત
View ગીત છું હું પ્રીતનું….. ગીત – પ્રેમ ગીત

ગીત – પ્રેરણાં ગીત

View તું જાગ્યો ત્યાથી થયું સવાર… ગીત – પ્રેરણા ગીત
View વાડ વિના ના ચડતો વેલો ગીત – પ્રેરણા ગીત

ગીત – વિરહ ગીત

View શમાને પ્રીતિ સૂરજ સંગ- વિરહ ગીત

પ્રાર્થંના

View તારાં કોટિ કિરણોમાંથી… (પ્રાર્થના) પ્રાર્થના

ભજન
View કિસ્મતનો કરવૈયો ભજન

View કરો રે ઉતાવળ… ભજન

સર્વ રચનાઓ – સૂચિ
View હૈયાને નથી …. ગઝલ
View પ્રીત મળી ગઇ…. ગીત – પ્રેમ ગીત
View પ્રીત્યું તારી ના કળાય ગીત – પ્રેમ ગીત
View કહે એવું તે તારામાં શું છે! ગીત – પ્રેમ ગીત
View તું જાગ્યો ત્યાથી થયું સવાર… ગીત – પ્રેરણા ગીત
View કૃષ્ણપ્રભુ કર્મયોગી ગીત – કૃષ્ણભક્તિ
View ભણેલાઓ ભૂલે ને….. ગઝલ
View સંબંધતો પ્રેમનો થવા … ગઝલ
View નભથી ઝરમર મેહ ઝરે ગીત – પ્રેમ ગીત
View નિષ્કામ દિલે કર કામ સદા ગઝલ
View હે… પરમ પુનિત મા પાવન ગીત – અંબાભક્તિ
View મારાં પિયરને પાદરીયે… ગરબો
View ગીત છું હું પ્રીતનું….. ગીત – પ્રેમ ગીત
View શમાને પ્રીતિ સૂરજ સંગ ગીત – વિરહ ગીત
View વાડ વિના ના ચડતો વેલો ગીત – પ્રેરણા ગીત
View હો સફ્ળતામાં સબૂરી ગઝલ
View જીવનનો રાહ ગઝલ
View રૂમઝૂમ પગલે ચાલ્યાં મા ગરબી
View મારી કાચી કાયા કેરા કુંભે ગીત – અંબાભક્તિ
View કિસ્મતનો કરવૈયો ભજન
View મેહુલો આવે ને….. ગીત – કૃષ્ણભક્તિ
View કરો રે ઉતાવળ… ભજન
View હું નથી ઇશ્વર… ગઝલ
View મને માંગવામાં ગઝલ
View જીવનની સાંજ છે ઢળી રહી ગઝલ
View મંઝિલને ઢૂંઢવા.. ગઝલ
View તારાં કોટિ કિરણોમાંથી… (પ્રાર્થના) પ્રાર્થના
View હ્તી રાત થોડી અને ગઝલ
View સમસ્યાના સાગર ગઝલ
View કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે ગઝલ

Posted in સર્વરચના સૂચિ | Leave a Comment »

હૈયાને નથી ….

Posted by Dr Jagdip Upadhyaya on June 8, 2007

હૈયાને થી ….
હૈયાને નથી હોઠના કથનનો ભરોસો
પગને નથી પાયલના નર્તનનો ભરોસો

જોવું નથી ને જે દ્ર્શ્ય તે જોવું જો પડે છે
પાંપણ બીડાઇ જાય, ના નયનનો ભરોસો
બદલે છે અહીં રંગ ઋતુઓ બેઋતુમાં
વર્ષા, ન તાપ વીજ કે પવનનો ભરોસો…

કહે છે, જહાંનો મ્હેલ રચાયો યકીન પર
ખંડન થઇ રહ્યું છે, ના સર્જનનો ભરોસો..

રહેંસી રહ્યો છે આજ ગળું ભાઇ-ભાઈનુ
ના યાદવોના સર્વ નિકંદનનો ભરોસો…

કળીયુગનો આ આદમી ભૂલી ગયો નીતિ
એને રહ્યો ના મૃત્યુ કે જીવનનો ભરોસો…

ચૂકે છે ધર્મ, કર્મ ને મૂકે શરમ સહુ ‘રવિ’!
માનવને ના માનવનો કે ભગવાનનો ભરોસો…

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

Posted in ...ગઝલ | 1 Comment »

પ્રીત મળી ગઇ….

Posted by Dr Jagdip Upadhyaya on June 7, 2007

પ્રી ળી ઇ....
પ્રીત મળી ગઇ….
મને તારી
પ્રીત મળી ગઇ….
અંતરને મારે દ્વારે તું જ્યારે
સ્મિત કરી ગઇ…. મને તારી

એક પલકમાં દઇને ઝલક તું
અલક મલક ઝબકાવી ગઇ….
સપનોની સરગમ સરવાણીની-
સૂર હલક છલકાવી ગઇ…
જીવનવેલી પ્રીતિ-પરાગે
રસ-સુરભિત થઇ ગઇ…. મને તારી

દિલડાને દર્પણ મઢાઇ અવિચળ
રૂપનાં અમીજળ પાઇ ગઇ…
ઇન્દ્રધનુ અરમાનોનું થઇને
જીવન-ગગન પર છાઇ ગઇ…
મનની મોંઘી મનમાની તું
મનવાંછિત મળી ગઇ …. મને તારી


ગીત – સંગીત : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »

પ્રીત્યું તારી ના કળાય

Posted by Dr Jagdip Upadhyaya on June 6, 2007

પ્રીત્યું તારી ના કળાય

પ્રીત્યું તારી ના કળાય
અલ્યા વાલમા
પ્રીત્યું તારી ના કળાય

પળમાં એ બિન્દુ થૈ હૈયે અટવાય
વળી પળમાં થૈ સિન્ધુ લહેરાય
અલ્યા વાલમા…. પ્રીત્યું તારી

સાત સાત સાગર ઉલેચવા છે સહેલ,
પેલું હૈયું ઉલેચવું ના સહેલ
મુઠ્ઠીમાં બંધ થાય અષાઢી વીજ
પેલા હૈયાને બંધ મુશ્કેલ
હૈયાની ધડકનમાં કોયલનો સૂર ભર્યે
સાગરગર્જન સંભળાય
અલ્યા વાલમા….. પ્રીત્યું તારી
ચાંદનીનો દોર બાંધી સૂરજ પતંગ
મૂકું, હૈયાના નભમાં વિહરવા
આયખાને રોમરોમ પ્રગટે ત્યાં રાતદિન
તેજ ને તિમિર માંડે તરવા
ઉમટે અજંપ કંપ કાયાને કાંગરે
હૈયે ધોરીનસ ચંપાય
અલ્યા વાલમા….. પ્રીત્યું તારી

ખૂંદી વળાય પેલા ગિરિવર ‘ને કંદરા
વસમી છે વ્હાલપની વાટ
જીરવી લેવાય ઘાવ સો સો તલવારના
દોહ્યલો તે દિલનો ઉચાટ
પળમાં પીવાય અમીઆસવ અખૂટ
પ્યાલી, મીરાનું વિષ ના પીવાય
અલ્યા વાલમા…. પ્રીત્યું તારી


શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »

કહે એવું તે તારામાં શું છે!

Posted by Dr Jagdip Upadhyaya on June 6, 2007

******************************
++++++++++++++

કહે એવું તે તારામાં શું છે !

કહે એવું તે
તારામાં શું છે! મારામાં શું છે!
હું જોઉં જ્યાં – તું હોય જ ત્યાં
કહે – એ શું છે ?

તને નીરખી આ ચાંદો જો ને આજે પણ શરમાય
તને નીરખી એ તારલીયાની આંખો પણ મિંચાય
ધીમો સાગર તું જોને આજ ફરી ઘુઘવતો થાય
કહે …એ શું છે?..કોનામાં શું છે?… મારામાં શું છે?

તારાં સ્મિતોથી ફુલડાં જો ને આજે ક્યાં વેરાય
સારી આલમ સુવાસોથી આ આજે શું ઉભરાય
તારા નયનોમાં મારું આજ અને દર્પણ દેખાય
કહે …એ શું છે?..કોનામાં શું છે?… તારામાં શું છે?
કહે …એ શું છે?..કોનામાં શું છે?… તારામાં શું છે?

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : નવીન શાહ, ગાયિકા : રેખા ત્રિવેદી, ‘ શનમ શોખીન’ ઓડીયો કેસેટમાં ધ્વનીમુદ્રિત
++++++++++

Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »

તું જાગ્યો ત્યાથી થયું સવાર…

Posted by Dr Jagdip Upadhyaya on June 5, 2007

તું જાગ્યો ત્યાંથી…..

તું જાગ્યો ત્યાંથી થયું સવાર…
તું જાગ્યો ત્યાંથી થયું સવાર…
તારે તેજપ્રભાત ઉગ્યું, છો જગને છે અંધાર….તું જાગ્યો

ઇંકારેલા સત્ય તણો એકરાર કરી લે આજે.
પસ્તાવાના પુનિત ઝરણે પાવન થાવા ન્હાજે,
આતમને તું ઓળખી લે ને ખોલી અંતર દ્વાર…તું જાગ્યો

પાણી પહેલાં પાળ બાંધવી એ શાણાનું કામ,
મૃત્યુ પહેલાં ભાથું ભરવાં લેવું ઇશ્વર- નામ,
ચેતી લે તું અગમચેત થૈ અગમનિગમ અણસાર…. તું જાગ્યો

પંચતત્વના પરપોટા પર માયાના પડછાયાં,
સચરાચરના ભેદભરમથી ભાવટ પર પથરાયાં
આશ પાશ તું તોડ, પોકારે મુક્તિની પગથાર… તું જાગ્યો

શબ્દરચના, સંગીત: રવિ ઉપાધ્યાય, : ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રેરણા ગીત | Leave a Comment »

કૃષ્ણપ્રભુ કર્મયોગી

Posted by Dr Jagdip Upadhyaya on June 1, 2007

“કૃષ્ણ એટલે….”, પ્રસ્તાવના : પ્રવક્તા ડો .જગદીપ ઉપાધ્યાય. સાંભળવા અહીં ક્લિક કરશો.

Krishna etle.wav


 

કૃષ્ણપ્રભુ ર્મયોગી

કૃષ્ણપ્રભુ કર્મયોગી

તમે પ્રેમ કેરા પૂર્ણ અવતાર રે …. કૃષ્ણપ્રભુ કર્મયોગી

તમે કર્મમાં કરાવ્યો અધિકાર રે……. કૃષ્ણપ્રભુ કર્મયોગી

જૂદાં છતાં જોગવ્યો વહેવાર રે……. કૃષ્ણપ્રભુ કર્મયોગી

તમે જળ પર કમળ આકાર રે…… કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગાયો ચારી ગામ ગોંદરે …. વળી પૂજા કરી પરિવાર રે
નંદજીની ધેનુ ચારવા રે, બની બેઠાં આપ ગોપાળ રે.. કૃષ્ણપ્રભુ કર્મયોગી

મથુરામાં મારી કંસને કીધો ઉગ્રસેનને ભૂપ
માતપિતાના બંધન છોડાવીયાં રે તમે જેલખાનું કર્યું તીરથરુપ રે… કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગુરુને ત્યાં ભણવાં ગયાં ને સેવ્યા ગુરુના ચરણ
લાકડાનાં ભારાં લેવા જઇને તમે શીખવાડ્યો ‘ગુરુસેવા ધર્મ’ રે…. કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગરીબ સુદામા મિત્રને રે કર્યો પોતાના કરતા સવાઇ
અજાચક વ્રત એનું જાળવ્યું રે તમે બાંધી બતાવી મિત્રાઇ રે …. કૃષ્ણપ્રભુ કર્મયોગી

પાંડવ કોરવના યુધ્ધમાં તમે હાંક્યો અર્જુન રથ રે
હાથમાં હથિયાર લીધાં વિનાં રે તમે જીતાડ્યો મહાજંગ રે….. કૃષ્ણપ્રભુ કર્મયોગી

યુધિષ્ઠિરે યજ્ઞ આદર્યો ને જમાડ્યાં આઠે વર્ણ
એઠાં પતરાળાં ઉપાડીને રે તમે શીખવ્યો સાચો સેવા ધર્મ રે….. કૃષ્ણપ્રભુ કર્મયોગી

ગીતા ગાયનાં જ્ઞાન દોહીને તમે પીધાં પાયાં અમૃત
વનીવેણું વગાડી મન રીઝવ્યાં રે તમે વંદનીય છો ભગવાન રે…. કૃષ્ણપ્રભુ કર્મયોગી

શબ્દરચના અને સંગીત : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - કૃષ્ણભક્તિ | 2 Comments »