રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

‘રવિકથન’

રવિ ઉપાધ્યાયે એમના જીવનકાળ દરમ્યાન એમની કૃતિઓમાં કે અંગત ડાયરીઓમાં ઉત્તમ વિચારો પ્રગટ કરેલાં. અંહી એ વિચારો આપના વિચારણા માટે અને કથન તરીકે ટાંકવા માટે :………

(1)
સારા અને સાચા વિચારો સ્ફૂરવા એ ઇશ્વરની પ્રેરણા છે.એ વિચારોનું મનન કરવું એ ગુરુકૃપાનું ફળ છે. એને જીવનના આચરણમાં મૂકવા એ માતપિતાના સંસ્કારોનો પ્રતાપ છે.

(2)
ચિનગારીમાંથી ભડકો થતાં વાર નથી લાગતી તેમજ એક નાનક્ડાં દુષણમાંથી માનવીને અધોગતિને છેલ્લે પગથિયે પંહોચી જતાં સમય લાગતો નથી.

(3)
આત્મા દેહમાં રહેવાં છતાંય દેહથી ભિન્ન છે. સાધના અંને તપ દ્વારા જ દેહથી આત્માને ભિન્ન કરી શકાય છે.

(4)
વડીલોને માન આપવું એ નાનેરાંની જેમ ફરજ છે તેવી જ રીતે વડીલોએ નાનાંના મનની વાતો જે ઘણીવાર મોટી હોય છે એ પ્રેમથી સમજી લેતાં શીખવી જોઇએ.

(5)
કલા, કવિતા અને કામીનીને ખૂબ નાજૂકતાથી સંભાળવાં જોઇએ. આ ત્રણે કાચનાં બીજાં સ્વરૂપો છે.

(6)
લેવાં કરતાં દેવામાં, પામવા કરતાં ગુમાવવામાં અને સુખ કરતાં દુ:ખમાં જ માનવની સચ્ચાઇ,સહનશીલતાની શક્તિ તેમ જ નીતિપરાયણતાની કસોટી થાય છે.

(7)
દાન દેનારે દાન લેનાર પાત્રની પાત્રતા, દાનનો સદુ:પયોગ થવાની ખાત્રી અને દાન આપવા પાછળ કોઇ કીર્તિની લાલસા ન હોય – આ બધા પાસાઓની ચોકસાઇ કરવી જ જોઇએ.

(8)
સ્વસ્થ ચિત્ત પ્રસન્ન મન અને ઉત્સાહિત આત્મા હમેશાં પ્રગતિને પંથે ઉન્નતિદાયક બને છે.

(9)
કોઇના પ્રગતિના પંથ પર સહકારનું પગથિયું ના બની શકાય તો વાંધો નહીં પરંતુ અવરોધનો પથ્થર બની માર્ગમાં ‘રુકાવટ’ બનવું નહી

(10)
મનને મક્કમ નિરધારોથી દ્રઢ બનાવતાં શીખવું જોઇએ. ચલિત અને સંકલ્પોરહિત મન કોઇ દિવસ સફળતા ન બક્ષી શકે
.

(11)
લોકેષણા, ધનેષણા અને પુત્રેષણામાંથી ભાગ્યેજ કોઇ મુક્તિ મેળવી શકે છે. જે વીરલો તે મેળવે છે તેને જ મોક્ષ મળે છે.

(12)
સત્યને હંમેશાં ઓળખતાં અને ચાહતાં શીખવું જોઇએ.

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>